DMCA compliant image Aravalli: મોડાસા પાસે ટ્રકમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત, 150થી વધુ ઘેટા-બકરા પણ જીવતા સળગ્યા - sadhuvandna

Header Ads

Breaking News

Aravalli: મોડાસા પાસે ટ્રકમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત, 150થી વધુ ઘેટા-બકરા પણ જીવતા સળગ્યા

અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગથી ત્રણના મોત થયા હતા. જ્યારે ટ્રકમાં 150થી વધુ ઘેટા-બકરા ભરવામાં આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે વીજ તારને અડકી જતા ટ્રક સળગી ઊઠી હતી. જે બાદ બાળક સહિત ત્રણના મોત થયા. ટ્રકમાં ભરવામાં આવેલા સાથે જ 150થી વધુ ઘેટા બકરા પર બળીને ખાખ થઇ ગયા હતા. મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા.મોડાસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી.અકસ્માતની અન્ય એક ઘટના બનાસકાંઠામાં બની હતી. બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નીકળતા બેના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, શરાદના ખોડા ચેકપોસ્ટ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં બેના મોત થયા હતા. મોડી રાત્રે બે ટ્રક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

 


અકસ્માત બાદ બંન્ને ટ્રકમાં આગ લાગી હતી. થરાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.નોંધનીય છે કે ગઇકાલે સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. રોડ બનાવવાવાના મશીન સાથે જોરદાર રીતે ટ્રેલર અથડાતા ત્રણ લોકોને કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.રોડ બનાવવાના મશીન ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય બે કામદાર ગંભીર રીતે ઘવાયા હતા,જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, 2 કલાકની જહેમત બાદ ટ્રેલર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે રસ્તા પર લાંબા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. રસ્તા પર ઓઇલ ઢોળાયું હોવાથી ફાયર ટીમે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

No comments