DMCA compliant image રાજકોટમાં તહેવારો પહેલા મિલાવટખોરી, ફૂડ વિભાગે જપ્ત કર્યો અધધ... 5 ટન અખાદ્ય માવો - sadhuvandna

Header Ads

Breaking News

રાજકોટમાં તહેવારો પહેલા મિલાવટખોરી, ફૂડ વિભાગે જપ્ત કર્યો અધધ... 5 ટન અખાદ્ય માવો

 નવરાત્રિ અને દિવાળીના તહેવારો પહેલા રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગના કાર્યવાહીમાં રાજકોટમાંથી 5 ટન જેટલો અખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કાર્યવાહીમાં માવાનો જથ્થો મોરબી રૉડ પર આવેલી સીતારામ ડેરાના ફાર્મ હાઉસમાંથી મળી આવ્યો હતો. આ માવાના જથ્થાનો ઉપયોગ અલગ અલગ પ્રકારની મીઠાઇઓ તૈયાર કરવામાં થતો હોય છે.મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ફરી એકવાર લોકોને બિમાર પાડવાનો

 


મોટો કારસો સામે આવ્યો છે. રાજકોટમાં આજે ફૂડ વિભાગ દ્વારા મોટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં મોરબી રોડ પર આવેલા ડેરીના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અહીં 5 ટન જેટલો અખાદ્ય મીઠા માવાનો જથ્થો મળી આવ્યો હતો. સીતારામ ડેરી ફાર્મના ગોડાઉનમાંથી આ 5 ટન અખાદ્ય માવાના જથ્થોને ઝડપી પાડવામાં આવ્યો હતો. મીઠા માવાનો ઉપયોગ મીઠાઇના બેઝ માટે વપરાય છે. મીઠા માવાથી અલગ-અલગ પ્રકારની મીઠાઇ તૈયાર કરવામાં આવે છે, ખાસ કરીને નવરાત્રિ અને દિવાળી પહેલા આ મોટી કાર્યવાહી કરાઇ છે. અખાદ્ય મીઠાઇનો જથ્થો દૂધ અને ખાંડથી બનતો હોય છે. નકલી માવો વેજીટેબલ ઓઇલ, મિલ્ક પાવડરનો ઉપયોગ કરતા હતા. આ પ્રકારના માવાના વપરાશથી પેટના રોગ, ફૂડ પૉઇઝનીંગ અને હ્રદયરોગ થઇ શકે છે.

No comments