DMCA compliant image નારી તું નારાયણી - sadhuvandna

Header Ads

Breaking News

નારી તું નારાયણી

 

નારી તું નારાયણી

-----------------------


ઓખા મંડળના અનિતાબેન કાપડીનું એક સ્વપ્ન સમાજની વાડી

જય હો ધન્ય હો

અંદાજીત 1 કરોડની જમીન અને 40 લાખનું કામ પુણૅતાના આરે

જ હો ધન્ય હો

 

જય સીયારામ જનામ સાથે વંદન પ્રણામ

વૈષ્ણવ સાધુ સમાજ ઓખા મંડળ તાલુકાના પ્રમુખશ્રી અનિતાબેન કાપડી નું વિરલ વ્યક્તિત્વ અને સમાજ પ્રત્યેની ઉત્કંઠ લાગણી અને ભાવનાને લાખલાખ સલામ

"નારી તું નારાયણી અને નારી થકી નર નીપજે નારી રતનની ખાણ"

 આપણા ઇતિહાસમાં જોઈએ રાણી લક્ષ્મીબાઈ અશ્વિની નાચ્ચપા સરોજીની નાયડુ સુનિતા વિલિયમ કલ્પના ચાવલા અને અરુણિમા જેવી ઝંખના પ્રિય અને કાંઈક વિશ્વ ક્ષેત્રે બીડું ઝડપનારી  નારી અને વિરાંગનાઓને આપણે નિહાળી છે વૈષ્ણવ સાધુ સમાજ ઓખા મંડળના તાલુકાના પ્રમુખ એવા અનીતાબેન કાપડીનું આપ સર્વે સમાજે નામ સાંભળ્યું હશે જિલ્લા અને તાલુકા દેવભૂમિ દ્વારકા ભાજપના અને મહિલા મોરચાના, હ્યુમન રાઈટ ગુજરાત માનવ અધિકાર ગુજરાત મહિલા પ્રમુખ સુરજ કરાડી ઓખા મંડળ આવા અનેક હોદ્દાઓ તેમની પાસે છે ભાજપના તાલુકા ઓખા મંડળના પ્રમુખ પણ છે આ અનિતાબેન કાપડી એ એક આપણા સમાજનું સાધુ સમાજનું ઓખા મંડળમાં એક બીડું ઝડપીયુ છે. અને એ સાધુ સમાજની વાડી અને એક સરસ મંદિર વાડીની જગ્યા પણ એમણે પસંદ કરી અને  અનિતા બહેન રાજકીય અનેક હોદ્દાઓ પર બિરાજમાન હોય સાથે તેમની માગણી આપણા સાધુ સમાજની વાડી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લખાણ આપી અને મંજૂર કરાવી અંદાજે આ જગ્યા એક કરોડની જમીન આશરે 20000 ફૂટ મંજુર કરવામાં આવી ત્યારબાદ અનેક લાગતા વળગતા હોદાઓ લઈ બેઠેલા સાહેબો અને રાજકીય ક્ષેત્રના વિદ્વાનો પાસેથી અંદાજે 40 50 લાખ રૂપિયા મેળવી અને વાડી નું કામ અંદાજે 40% એ પહોંચાડ્યું છે એ પણ ધન્ય ક્ષણ અને ઘડી કહેવાય ધનભાગ્ય કહેવાય અને આ વાડીની જમીન અને અન્ય અનુદાન માં ઓખા મંડળ ધારા સભ્ય શ્રી 82 વિધાનસભા નો ખૂબ ટેકો રહેલ છે તે પણ ધન્યની ક્ષણ કહેવાય આ બધું મંજૂર કરાવું કોઈ સહેલી વાત નથી અને આ કાર્ય નુ બીડું ઝડપનાર અનિતાબેન કાપડી મહિલા ભાજપ તાલુકા પ્રમુખ ઓખા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અર્પણ કરે આટલે સુધી પહોંચ્યા બાદ હવે આપણા સાધુ સમાજ હાથ લંબાવે અને આ બહેનની લક્ષ્ય રૂપ વાળી ચિંતા ને હળવી કરે ધન્ય હો ધન્ય ઘડી આમ જોઈએ તો અનિતાબેન કાપડી સમાજના સેવાકીય તમામ પ્રવૃત્તિઓમાં અને પ્રસંગોમાં તેમની હાજરી અખૂટ હોય છે.

 જેમ આપણા મૈયર શ્રી ભાવનગર ના કિર્તીબેન દાણીધારીયા અને આવી અનેક નારીઓ સમાજના સારા નરસા કાર્યક્રમોમાં પોતાની હાજરી અને ઉત્સાહી ભાવના સાથે હાજર રહે

પછી વડાપ્રધાન,મુખ્યમંત્રી કે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય ભૂતકાળમાં વિજયભાઈ રૂપાણી થી માંડી અને હાલ ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત જેવા મુખ્યમંત્રી આદરણીય ગુજરાતના પદાધિકારીઓ ના સતત કોન્ટેક માં રહી અને વૈષ્ણવ સાધુ સમાજ ઓખા મંડળમાં એક સમાજનું વાડીના નિર્માણનું સ્વપ્ન હાલ શરૂઆત ના મંડાણ થૈ ચુક્યાં છે તેને ચાલો સાથે મળી આપણા સમાજની દીકરી સમાજની દેવી સ્વરૂપ બહેન ને આપણે સાથે મળી અને ટેકો આપીએ અને એમનો ઉદ્ગગમ વિચાર સમાજ પ્રત્યેની ભાવના અને ઉત્સાહ ની લાગણીને વધાવીએ હું અને તમે સમાજના આવી સ્વપ્નસેવી દીકરીઓ ના કાર્યને બિરદાવી આવનારી પેઢીને એક પ્રેરક  રસ્તો બતાવીએ કે અમારી સમાજની નારીઓ દેવી સ્વરૂપ છે

નારી નારાયણી નું સ્વરૂપ છે અને અમારી દીકરીઓ કોઈ કમ નથી આવનારી પેઢીઓને પ્રેરણા મળે દીકરીઓને આવી સ્વપ્નશીલ ભાવનાઓ પ્રગટે સમાજ માટે માત્ર યુવાન જ કરી શકે એવું નથી ધારે તો સમાજની દીકરીઓ પણ સમાજને ગૌરવ અપાવી શકે

ઓખા મંડળ સાધુ સમાજ અને ઓખા તાલુકા ભાજપના પ્રમુખ એવા અનિતાબેન કાપડી આવી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા સાથે હોય છે ઉધ્યમેન સિદ્ધ્યંતી કારિયાણી ન મનોરથે

ઉઘમ પરિશ્રમ અને મહેનત વગર કોઈ કાર્ય ફળીભૂત થતું નથી માટે અનિતાબેનનું લક્ષ એ શિરમોર છે અને હવે આપણે તેમના હાથ સાથે હાથ મિલાવી ઓખા મંડળ સાધુ સમાજને વાડી ના નિર્માણ માટે આપણે પણ હાથ લંબાવી આમ જોઈએ તો પૂજ્ય બાપુનું સ્વપ્ન છે કે દરેક તાલુકા અને જિલ્લાએ આવી હનુમંતબાગ આપણા સમાજ માટે વાડી સ્વરૂપે હોય ત્યાં વિદ્યાર્થી ભવન સ્વરૂપે હોય જેમના માટે સ્વપ્ન સેવી સમાજના વિદ્વાનો દેવી સ્વરૂપ સ્રી હોય કે પુરૂષ હોય તેના સપનાને સાકાર કરવા આપણે સૌ હાથમાં હાથ મિલાવી સમાજના ઉદગમ વિકાસ અને આવનારી પેઢીને કંઈક નવું મળે અને આપણો સમાજ વિકાસની હરોળમાં અધ્યતન બને આપણા સમાજના બાળકો યુવાનો દીકરા દીકરીઓને સારી સગવડો મળે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે સમાજના કોઈ પ્રસંગો હોય એ અર્થે વાડીઓ સમાજ માટે કામ લાગે નબળા તથા સબળા વર્ગ ને વાડી કોઈપણ રૂપે કામ લાગે તો ચાલો સાથે મળી આ અનિતાબેનની ઝંખના અને ઈચ્છા સમાજ માટે જાગી છે એ પૂર્ણ કરવા એમના મંત્રને સિદ્ધ કરવા આપણે પણ જોડાઈએ આમ જોઈએ તો અનિતાબેન કાપડી આવા સમાજના કોઈ પણ સારા નકશા પ્રસંગનો હાજર રહે છે અને જો કોઈ એવા પ્રશ્નો હોય રાજકીય ક્ષેત્ર સમાજ ક્ષેત્રના અને આપણે આ ફોટાઓમાં જોઈ શકીએ ગાંધીનગર થી માંડી ઓખા મંડળ સુધી ગુજરાતાના મુખ્યમંત્રી થી કેબિનેટ મંત્રી કે પછી ધારાસભ્ય હોય ત્યાં સુધી પહોંચવાની તેમની અંતરની ખુવારી લાગણી અને બળ પણ છે એ ફોટાઓ દ્વારા આપણે જોઈ શકીએ છીએ રક્ષાબંધનનો તહેવાર હોય મુખ્યમંત્રીઓને પણ રાખડી બાંધવા ત્યોહાર ની ઉજવણી કરવા ત્યાં સુધી પહોંચી શકતા હોય તો આપણા સમાજનું તેમણે ઓખા મંડળનું સાધુ સમાજને વાડીનું સ્વપ્ન એ સ્વપ્નને આપણે પણ ભેગા મળી અને પૂરું કરવા પ્રયત્ન કરે

બેનને શુભેચ્છાઓ આપીએ અને એમણે જે મંઝિલ અને મકસદ તરફ આગળ વધવા માટે પ્રયત્ન કર્યો છે અંગ્રેજીમાં કીધું ને કે દુનિયામાં કશું અશક્ય નથી તો એ પંક્તિને આપણે સાર્થક કરીએ અને આ દેવી સ્વરૂપ આપણા સમાજને દીકરી અનીતાબેન કાપડીને લાખ લાખ સલામ કરી અને તેમના સ્વપ્ન અને પૂરું કરવા આપણે પણ સાથે મળી અને ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જ્યારે જ્યારે તમે જાઓ અને અનિતાબેન ને તમે કહો ત્યારે જોઈતી સગવડ પણ આપણા સમાજના કોઈપણ પરિવારને એ અપાવે અને એ જ મહત્વનો ભાગ છે અને એ જ મહત્વનું છે કે આપણા સમાજને કોઈને કોઈ ક્ષેત્રમાં આપણે જો ઉપયોગી ન થઈ શકે તો સમાજનો ઋણ કાયમ આપણા ઉપર રહે અને રહેશે તો આ અનિતાબેન કાપડી નું વ્યક્તિત્વ અને વર્ચસ્વની ભાવના કાયમ રહે એ માટે આપણે તેમના ઉત્સાહને પ્રેરક બળ પૂરું પાડીએ તેમના સપનાને સાકાર કરવાનો મોકો અને બીડું ઝડપથી પુરૂ કરાવીએ એવી ટહેલ શ્રી  જય જીનામ વંદન જય સીયારામ



 

No comments