DMCA compliant image રામઃવિશ્વનાઆદર્શ - sadhuvandna

Header Ads

Breaking News

રામઃવિશ્વનાઆદર્શ

 

રામઃવિશ્વનાઆદર્શ

પણ આ બધુ સહેલુ નથી. અખા ભગતે કહ્યું છે તીરથ કરતાં ત્રેપન થયાં જપમાળાનાં નાકાં ગયાં. તીરથ કરી કરી થાકયાં ચરણ તાય ન પહોંચ્યા હરિને શરણ.

અખા ભગતે બહુ જ ઉગ્ર, બહુ જ કડક ભાષામાં લખ્યું છે, તેમાં તેણે એક વસ્તુ તે બહુ જ કડક ભાષામાં કહી છે. તમે કહેતા હૈ તા કહું? અખા ભગતે જે કહ્યું છે તે જ, તેમના જ શબ્દોમાં, જરાય આધાપાછું નહિ, બેલા, હજુ વિચારી લેજો. બહુ

અખા : આપણી નાત

મુશ્કેલીવાળુ છે. આાઠ દિવસ માટે શું બગાડવું? કહો , કબૂલ છે તે સાંભળો

સમજાવ્યા. સમજે નહિ  આ  જનાવર જેવી જાત, અખા કહે એનુ શુ કરવુ' થોડીક આપણી નાત.

માણસ  બેફામ બન્યા છે એટલે માનવજાતને જાનવર સાથે સરખાવી છે. મારા ને તમારા બંનેમાં પશુતા નથી ? કોનામાં નથી? બધામાં છે. એટલે દેખાતું નથી. કયાંક કયાંક હોત તો પકડાઈ જાત, પણ બધુ' એકસરખું થઈ ગયું છે. બહુ જૂની વાત છે. એક ભાઈ ને દીકરીની સગાઈ કરવી હતી, ત્રણ મિત્રો ને વાત કરી. ત્રણે મિત્રો એકબીજાને કહ્યા વગર ત્રણ જગ્યાએ સગાઈ કરી આવ્યા. જુનો જમાના, સગાઈ તોડાય નહિ . હવે શું કરવું ? ગયા સંત  મહાત્મા પાસે. મહાત્મા એ જળ આપ્યું અને કહ્યું કે સામુ મળે તેને જળ છાંટો. સામે એક બિલાડી મળી તેને જળ છાંટયુ, તે કન્યા બની. વાર્તા છે પશુતાની. સામે કૂતરી મળી, જળ છાંટ્યુ તા કન્યા બની. આમ ત્રણ કન્યા બનાવી પણ મુશ્કેલી એ થઈ કે આમાં પોતાની દીકરી કઈ તેની પિતાને ખબર ન પડી. દીકરીના સાસરે ગયેા. દીકરીની સાસુને કહ્યું કે મારી દીકરી મા વગરની ઊછરી છે એટલે કાંઈ ભૂલચૂક હોય તે કહેજો. સાસુએ કહ્યું કે દીકરીમાં કાંઈ ભૂલચૂક નથી પરંતુ વાસણો  ચાટવાની ટેવ છે, એટલે બાપ સમજ્યા કે મા આપણી દીકરી નથી, પરંતુ બિલાડીમાંથી બનેલી દીકરી છે. બીજા ઘરે તપાસ કરી તો કહે કે વડકાં ભરવાની ટેવ છે, બોલ બોલ  કરવાની આદત છે. મારામાં અને તમારામાં શું પશુતા નથી? આપણાથી જ શરૂઆત કરી ને, આત્મચિંતન કરીને! થોડો સમય કાઢો, સ્વભાવને સમજવા માટે માણસ પશુ બનતા જાય છે. માણસનું વર્તન, માણસની દોટ , માણસની નથી લાગતી. માણસની આંખ માણસની લાગતી નથી.

અબ તો ઇન્સાન કે ઇન્સાન બનાયા , યા કાઈ ઓર નયા ભગવાન બનાયા.

એટલે સંત-કવિઓએ ચાબખા માર્યા છે. કડક ભાષામાં કહ્યું છે.સોનાનો ઘાટ ઘડવા હાય તો નાની હથોડી ચાલે, પરંતુ 

"

લોખંડ નો ઘાટ ઘડવા હોય તો  મોંટો  ઘણ જોઈએ. આજે આપણા જીવન લોખંડ ના  થતાં જાય છે, એટલે અખા આપણી પશુતાની આલોચના કરે છે.

 

નવ દિવસની કથા મુદતી ન બની જાય. તેની આયુષ્ય લાંબી થાય, એવું કરો. કથા સાંભળીને અહીંથી બહાર ગયા પછી ઘરમાં રોષ નહિ કરુ. કદાચ મારી બેસવાની જગ્યા કોઈ એ સાફ નહિ કરી હોય તો તે કરી લઈશ. કદાચ રસોઈ નહિ  થઈ હોય  તે જે હશે તે જમી લઈશ. આમ મારા કહેવાનો અર્થ એ છે કે ભીતરમાં સળવળાટ થવા જોઈએ.


 પૂજય શ્રી મોરારીબાપુ







No comments