DMCA compliant image એકલતા - sadhuvandna

Header Ads

Breaking News

એકલતા

 

પ્રાંગણ ના પુષ્પો  

લેખક - અંજના ગોંડલિયા

જ્યારે વ્યક્તિ એકલો પડી જાય છે ત્યારે તે એકલતાની અનુભૂતિ કરે છે.એકલતા એ એક જાતનું એવું દુઃખ છે કે જેમાં વ્યક્તિ વિચારોના વાવાઝોડામાં રહેતો જાય છે. આ ભયાનક સ્થિતિમાંથી બહાર આવવા તેને કોઈ ખાસ સહારા ની જરૂર હોય છે પણ આવા સમયે લગભગ બધું જ શૂન્યવત બની જતું હોય છે. કેમકે, આ સમયમાં કોઈ સહારો કે હું આપે તેવું પાત્ર તેને મળતું નથી.અને વ્યક્તિ ખૂબ જ પરેશાન થઈ જતો હોય છે.

એકલતા એ કોઈ રોગ નથી. પણ માણસને મનોવૈજ્ઞાનિક રીતે એવું હોય છે કે એ ક્યારેય એકલો રહી શકતો નથી.કોઈ મિત્ર સાથી કે કોઈ ગમતા પાત્રના સહારે વ્યક્તિ જીવન વ્યતીત કરતો જણાય છે. જ્યારે એ પાત્ર ખુશ હોય ત્યારે તે ખુદને પણ ખુશ જોવે છે .અને ક્યારેક એ પાત્ર દુઃખી હોય તો તે પણ દુઃખી થતો જાય છે. વ્યક્તિને વ્યક્તિનું વ્યસન થતું જણાય છે.

વ્યક્તિ એકલતા ને દૂર કરવા કોઈ પણ પાત્રનો સહારો લેતો હોય છે.અને એ વ્યક્તિમાં જ પોતાનું સુખ અને દુઃખ શોધતો રહેતો હોય છે. પણ એ સારું નથી કેમકે, આ સમયે વ્યક્તિની લાગણીઓની અસર થતી હોય છે.ક્યારેક આ લાગણી,પ્રેમ હુંફ, આશ્વાસન ,અને દિલાસો વ્યક્તિના જીવનને બધી જ બાજુથી ઘેરી લેતો હોય છે.

કોઈ એક વ્યક્તિથી પ્રભાવિત થઈને ક્યારેય આપણા જીવનના નિર્ણયો ને ન લેવા જોઈએ. અને કોઈ આપણા જીવનના નિર્ણયો લે એ માટે ઈશ્વરે થોડી આપણે અહીં મોકલેલ છે. આપણા જીવનના નિર્ણયો આપણે ખુદને જ લેવાના હોય છે. બીજા ફક્ત સલાહ કે સૂચનો જ આપતા રહેવાના છે. સાચી જિંદગીમાં આપણે શું કરવું એ આપણા હાથમાં હોવું જોઈએ.

એકલતા દૂર કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર રહેતી નથી.વ્યક્તિ એ ખૂદ ને અડીખમ અને હિંમતવાન બનાવી જિંદગીમાં આગળ વધવું જોઈએ .કોઈના સહારે ક્યારેય આગળ આવવાના નથી. એકલતા દૂર કરવા પોતાની જાત સાથે મિત્રતા કેળવો એ એક (perasitemol ) પેરાસીટેમોલ બનશે .વ્યક્તિ ખુદ જ એક હીરો હોય છે. એના હીરાપણ ઓળખવાનો

ટેલેન્ટ એની અંદર જ હોય છે .જો એ આવડી જાય તો દુનિયામાં જીવતા આવડી જશે.


No comments