સંત ભોજન ભંડારો જુનાગઢ
સંત ભોજન
ભંડારો જુનાગઢ નિવૃત્ત પીએસઆઇ સ્વર્ગસ્થ સાધુ શ્રી મનસુખભાઈ વસનદાસજી હરિયાણી જુનાગઢ
તારીખ 28. 8. 2023 ને સોમવાર દિવસે સંત ભોજન અને ભંડારાનું આયોજન વંથલી રોડ મોતી
પેલેસ જૂનાગઢમાં થયેલ
સમાજના
રિવાજ પ્રમાણે આપણા મહામંડલેશ્વર અજયબાપુ મેસવાણિયા સવારામ મંડપ જુનાગઢ પધારેલા હતા
ખાસ કરીને આપણા સમાજ ના રૂઢિ અને પરંપરા મુજબ હનુમાન ચાલીસા નું ગાન સાથે ધૂન અને સંતો
મહંતોનું હાર સાલ અને સપ્રેમ ભેટ સ્વરૂપ અર્પણ કરી આવેલ તમામ સાધુ સમાજના મહેમાનો અને
જુનાગઢ સ્થિત સાધુ સમાજ અગ્રણીઓ પણ પધારેલ આ સાથે સંતો મહંતો ભાઈઓ બહેનો મૌન ધારણ કરી
સ્વર્ગસ્થ દિવંગત આત્માના કલ્યાણ અને મોક્ષાર્થે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી
પ્રાર્થના સાથે સર્વે એ ઇષ્ટદેવને વંદના કરી આવનાર મહેમાન અને સંતો મહંતોનું તિલક અને
મીઠું કરી શોક ભાંગવાની વિધિ સાથે દિવંગત સ્વર્ગસ્થ મનસુખભાઈ હરિયાણી ના સુપુત્ર કેતનભાઇ
હરીયાણી અને ઘનશ્યામ વસનભાઈ હરીયાણી તેમના નાનાભાઈ અશ્વિનભાઈ વસનભાઈ હરિયાણી સર્વ પધારેલા મહેમાનોનું
અભિવાદન કરી પુષ્પના વરસાદ દ્વારા સર્વ જય સિયારામ કહી
સાધુ સમાજ
નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્ય શ્રી જનકભાઈ દાણીધારીયાએ શ્રધ્ધાંજલિ અપૅણ કરેલ અને
પુરણભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા તેમને દિવંગત આત્માના પરિવાર વતી આ પ્રસંગને યાદ અને
સ્મરણાર્થે 1100 રૂપિયા સરસ્વતી સન્માન 17/9/2023 રવાપર
જુનાગઢ ખાતે યોજવાનું હોય તેમાં અનુદાન કરે 501 રૂપિયા રાઘવ નીતિનભાઈ હરિયાણી અને 501 રૂપિયા
કેશુભાઈ ગોંડલીયા બોડકા તરફથી અને 500 એક રૂપિયા રાજ કૌશિકભાઈ ગોંડલીયા જુનાગઢ તરફથી 17/9/2023 રવિવાર
સરસ્વતી સન્માન વડીલ વંદના અને કર્મચારી આ વર્ષમાં નિવૃત્ત થયેલ તેમનું સન્માન આ ત્રિવિધ
સન્માન સમારોહમાં ભંડારાના સ્મરણાર્થે અનુદાન મળેલ
અંતમાં
શ્રી સ્વર્ગસ્થ મનસુખભાઈ વસંનદાસજી હરિયાણી ની કે. જે. હોસ્પિટલમાં સારવાર કરનાર આપણા
સાધુ સમાજના ગૌરવ રૂપ ડોક્ટર વિનયભાઈ હરિયાણી પણ પધારેલ અને તેમણે ખૂબ જ સરસ સુંદર
રીતે બાપુની સારવાર સેવા પૂરી પાડેલી એ બદલ તેમનું ફૂલહાર સાલ થી સન્માન કરવામાં આવેલ
સમારંભ
પૂરો થયા બાદ હરિહર ની હાકલ તરફ સર્વ મહાપ્રસાદ લઈ સર્વે છૂટા પડેલ જય હો જય સીયારામ
આખા કાર્યક્રમનો સંચાલન શ્રી કૌશિકભાઇ મેસવાણિયા જુનાગઢ દ્વારા કરવામાં આવે અને સાથે
કહું તો આ નીતિનભાઈ ઘનશ્યામભાઈ હરિયાણી જે દિવ્યભાસ્કરના અને અન્ય ન્યુઝ પેપરમાં સેવા
બજાવી રહ્યા છે તેમને પણ આ કાર્યક્રમ માં અને ખાસ કરીને કેતનભાઇ હરિયાણી આને તેમના
માતુશ્રી પરીવાર સાથે સંત ભજન ભંડારો એક સાધુ પરમપરા મુજબ ઇષ્ટદેવની આરાધના ખાતે દિવંગતને
શ્રદ્ધાંજલિ અર્પણ કરી જય સીયારામ.
No comments