આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન સુરત તારીખ.17/9/2023
તમે સમાજ
સેવા તો ધણી જોય હશે પણ સુરત ના વૈષ્ણવ સાધુ સમાજ નાં રામવાડી યુવા એકતા મંચ ની યુવા
ટીમે એક અનોખી પહેલ કરી છે કોય પણ સમાજ નાં મુખ્ય પાયો આરોગ્ય અને એજ્યુકેશન હોય છે
શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ ની યૂવા ટીમ દ્વારા આજે
સુરત માં આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન રાખેલ જેમાં સુરત માં વસતાં સાધુ સમાજ નાં
પરીવાર ના માત્ર 100 રૂપિયા ભરીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા રામવાડી
યુવા એકતા મંચ ની સતત બે મહિનાની મહેનત કરી
જેને જેને આયુષ્યમાન કાર્ડ કઢાવવાના હતા તેના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા વૈષ્ણવ
સાધુ સમાજ સુરત ના 50 પરિવાર નાં આયુષ્યમાન કાર્ડ આજે કાઢી આપવામાં આવ્યા છે
શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત નાં પ્રમુખ શ્રી જાનકીદાસ બાપુ મંત્રીશ્રી દલપતબાપૂ
દાણીધારીયા સમાજના અન્ય વડીલો અને રામવાડી યુવા એકતા મંચ ની ટીમ આજે કેમ્પમાં હાજર
રહ્યા હતા કેમ્પની વિશેષ સેવા માં કપિલભાઈ દાણીધારીયા હતા મનીષભાઈ ગોંડલીયા ની ઓફીસે
અમરોલી સુરત ખાતે આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ..યુવા.. એજ્યુકેશન..અને આરોગ્ય
સમાજની આ ત્રણ વસ્તુ મજબૂત થાય એ જ લક્ષ લઈ અને રામવાડી યુવા એકતા મંચ ની યુવા ટીમ
ચાલી રહી છે સ્વાર્થ અને પરમાર્થ આ બંને શબ્દોમાં ફેર હોય છે જે પોતાનુ વિચારે એ સ્વાર્થ
અને જે આખા સમાજનો વિચાર કરે એ પરમાર્થ રામવાડી યુવા એકતા મંચ નું આ પરમાર્થના કાર્ય
ને ખુબ ખુબ વધાવીએ છીએ અને આવનારા સમયમાં આવા ને આવા કાર્યો કરે એવી શુભકામના પાઠવીએ
છીએ
અહેવાલ:શ્રી નિલેશભાઈ ગોંડલીયા સુરત
(રામવાડી યુવા એકતા મંડળ)
No comments