સ્વાર્થની અણસાર...
"જેને અમે જિંદગીમાં અંગત માની ગયા, એ જ
બધાં રેલમ છેલમ ઝેર વહાવી ગયા."
અનુભવ
કરાવી જાય છે. બસ આ જ આજની વાસ્તવિકતા છે.
દરેક ક્ષેત્રો કે સંસ્થાઓમાં સ્વાર્થીપણું જોવા મળશે મિત્રો. તમને લાગ્યું હશે કે દરેક જગ્યાએ કેવી રીતે? તો વિદ્યાર્થીમાં આજે સ્વાર્થીપણું આવી ગયું, જે માત્ર પરીક્ષાર્થી જ રહ્યા છે.તો એની જ સામે અમુક શિક્ષકો પણ વર્તમાન સમયમાં માત્ર પેલી તારીખે પગારની રાહ જોવા વાળા મેં જોયા છે, હવે આજ કાલ અમુક કથાકારો પણ આમાં જ આવે છે.એ પછી દરેક સબંધો અને નોકરી વગેરે જેવા સર્વે ક્ષેત્રોમાં ક્યાંક ને ક્યાંક નજર કરીએ તો ખૂણે છુંપાયેલો એક વ્યક્તિનો સ્વાર્થ જ નજરમાં આવે છે.
આ ઝડપી યુગમાં સૌ કોઈ ઝડપી કામ કરવા પોતાનો સ્વાર્થ જોવે છે. અને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું સ્વાર્થી નથી. તો સમજી જજો કે એના થી મોટો કોઈ સ્વાર્થી નથી. કારણકે હજુ એને દુનિયા સામે પોતાની જાતને ટકાવી રાખવાનો સ્વાર્થ છે, માટે તમને આવું કહે છે કે હું તો સ્વાર્થી નથી.
યુવાનોની વર્તમાન સમયમાં એ સ્થિતિ આવી પહોંચી છે જે
ડગલે પગલે છેતરાયા કરે પરંતુ એક માત્ર કારણ એ છે કે તે ખુદની લાગણીઓ પર કાબૂ રાખી
શકતા નથી. એટલે ટુંક સમયમાં ભોળવાઈ જાય છે. અને ક્યારેક સામે વાળા ને ભોળવી પણ જાય
છે. જેમાં સ્વાર્થ પાછળ સમગ્ર બાજી ગોઠવેલી હોય છે. અને એ સ્વાર્થ ને પૂર્ણ કરવા
છેલ્લી હદ સુધી જવા આજના યુવાનો તૈયાર થઈ જાય છે.
આ
કળિયુગમાં એક પણ ક્ષેત્ર,સંબંધ કે વસ્તુઓને આપણે શુદ્ધ નથી કહી શકતા, કારણ
એના મૂળિયા જ સ્વાર્થ દ્વારા નખાયા હોય છે. સૌ કોઈ સંબંધોમાં ગાંડા બની ગુચવાયા
કરે અને દેખાવ કર્યા કરે. પણ એ જ સંબંધો તૂટે ત્યારે વ્યક્તિ વિચારે છે, કે આ
વ્યક્તિ મને મળ્યું જ ન હોત તો?, મારો શું વાંક કે આવો દગો થયો?, મારી
સાથે જ આવું કેમ થાય? પણ જે તે સમયે એ સામેના વ્યક્તિના સ્વાર્થને ઓળખી ન
શક્યો હોય, અને પછી પછતાવો થયા કરે.
સ્વર્થીપણું
તો છે, હતું, અને
ભવિષ્યમાં પણ રહેવાનું જ છે અને વધવાનું પણ છે. માત્ર આપણે એને ઓળખતા શિખવાનું છે.
નહીંતર સ્વાર્થ પાછળ છેતરાશો પછી અફસોસ સિવાય તમે કરશો પણ શું? તમે
તમારી જાતને ઓળખતા શીખો એ પછી એને કાબૂમાં રાખો તો જ દુનિયાના પડકારો સામે તમે જીવી શકશો.
No comments