DMCA compliant image શિક્ષણ એ ત્રીજી આંખ છે - sadhuvandna

Header Ads

Breaking News

શિક્ષણ એ ત્રીજી આંખ છે

 

શિક્ષણ એ ત્રીજી આંખ છે


શિક્ષક તરીકે ની નોકરી કરવી અને શિક્ષક બનવું એ બન્ને વચ્ચે ઘણો તફાવત છે.સારો શિક્ષક કોને કેહવાય? ખાલી પોપટિયું ઠાલવી ને ક્લાસ માં થી કોરો કટ બહાર નીકળતો માણસ અને દહાડી મજૂર બન્ને વચ્ચે કોઈ ફરક નથી..બન્ને ને પોતાના કામ સાથે કોઈ નિસ્બત નથી... એ તો ખાલી વેઠ કરે છે પેટ નો ખાડો પૂરવા...મારા મતે સારો શિક્ષક એ છે જે પોતાના કાર્ય ને ખાલી પીરીયડ લેવા સુધી સીમિત ના રાખે...શિક્ષણ એ તો સવાંદ સાધવા ની કળા છે...એમાં એક પક્ષીય વ્યવહાર ના હોય

શિક્ષક જરૂરિયાત નહિ પણ અધિકાર છે !



અને આજ વાત ને લખ્ય માની ને શ્રી ધારા બહેન ગોહેલ એ  સાવરકુંડલા  માં રહેતા વિચરતી અને વિમુખ જતી ના બાળકો ને શિક્ષણ આપવા નું શરુ કર્યુ

જે સેવા કાર્ય માં માધવી બહેન હરીયાણી પણ જોડાયેલ બંને બહેનો બાળકો કે પ્રાથમિક શિક્ષણ ની સાથે સાથે પૌષ્ટિક આહાર,પ્રાથમિક શિક્ષણ,પ્રાયમરી લગતી સ્ટેશનરી,તેમજ બાળકો ના સારા સ્વાથ્ય માટે મેડીક્લેમ જરૂરિયાતો પુરી પાડી એક ઉત્તમ પ્રકાર ની સેવા કાર્ય કરી રહ્યા છે.

જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત કહેવાય.અહીંયા ખાસ મુદ્દો તો એ છે કોઈપણ પ્રકાર ના અનુદાન વિના આટલું કપરું કાર્ય કરવું એ બહુ અઘરું કહેવાય !.શિક્ષણ વિશે જો આટલા ઉમદા વિચારો કરવા એ ખરેખર સરાહનીય કહેવાય.જો સમાજના ઉચ્ચ હોદા ઉપર બેઠેલા લોકો જો આવા ઉમદા વિચારો લઇ ને જો આગળ આવે તો ઘણો ખરો સુધારો આપણે કરી શકીયે!

માધવીબેન હરીયાણી   ના જણવ્યા અનુસાર આગળ  ના ભવિસ્ય માં અવનવા સામાજિક કાર્યો કરવાના છીએ જેમ ગોદડાં વિતરણ ,ફૂડવિતરણ,વસ્ત્રો વિતરણ  જેવા કાર્યો કરવામાં આવશે

શ્રી ધારાબહેન ગોહેલ ,અને માધ્વીબહેન હરીયાણી એ સમાજ ના લોકો ને હાકલ કરી છે કે આપણ આવા ભગીરથ કાર્ય માં જોડાવ સામાજિક સેવા કરી આત્મસંતોષ મેળવો

જો આપ અમારા  સેવાકીય કાર્ય માં સ્વેચ્છાએ જોડાવા  ઇચ્છુક હોવ તો સંપર્ક કરો !

માધવીબહેન હરીયાણી :91068 71825

ધારાબહેન ગોહેલ :94997 55241

No comments