DMCA compliant image સો ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી - sadhuvandna

Header Ads

Breaking News

સો ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી

 


સો ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી

ઘણી ખરી વાર એવું લાગે કે આપણે કોઈ સત્ય ની શોધ માં હતા કે સત્ય આપણી શોધ માં હતું. તાજેતર માં કઈક આવીજ ઘટના બની રહી છે.જુનાગઢ ખાતે આવેલ સીતારામ કન્યા છાત્રાલય છેલ્લા 6 મહિનાથી અચાનક પ્રકાશ માં આવી અત્યાર સુધી કોઈ છાત્રાલય ની  દરકાર  પણ નહોતું લેતું.અરે આશ્ચર્ય તો ત્યારે પમાડે કે યંગ જનરેશન ને ખબર જ નહોતી કે જુનાગઢ ખાતે આવી પણ એક સંસ્થા છે.ગત રોજ શ્રી સીતારામ કન્યા છાત્રાલય ના શાસકો દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ગયો,ત્યાર બાદ,15ઓગષ્ટે રંગારંગ કાર્યક્રમ યોજાય ગયો.મુખ્ય મુદ્દો તો હવે છે. 1992 માં નિર્મિત આ છાત્રાલય માં "આજ 33વર્ષ બાદ" જો હજુ સરખું ના વચાણું ના હોય તો ફરી થી કહું "33વર્ષ બાદ" 15ની ઓગષ્ટ અનુસંધાને કાર્યક્રમ યોજાયો એ પણ એક નહિ બે બે કાર્યક્રમો યોજ્યા.હવે અહીંયા કહેવા નો મુદ્દો એ છે કે ભલે કાર્યક્રમ યોજ્યા ખુબ સારી વાત કહેવાય સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત છે.અને ભવિષ્યમાં પણ યોજાતા રહે. બીજું આવા કાર્યક્રમો શ્રી સીતારામ કન્યા છાત્રાલય પાસે થી પ્રેરણા લઈ જ્યાં જ્યા કુમાર છાત્રાલયો છે તેમાં પણ યોજાવા જોઈએ..

પણ આવા કાર્યક્રમ ની આડ માં મૂળ જે સત્ય છે. એમને વિસરી ન જતા.કારણ કે જે સત્ય છે  એતો ઉભુ જ રહેવાનું છે છાત્રાલય નાં નવીનીકરણ ની બાબત નો એ મુદ્દો તો મો ફાડી ઉભો જ છે.એમની પણ ચર્ચા કરતી રહેવી જોઈએ

આશ્ચર્ય તો ત્યારે થયી રહ્યું છે કે અચાનક આટલી બધી સામાજિક લાગણી ના ઘોડાપૂર કેમ આવ વા લાગ્યા?? જો ખરેખર સમાજ ની દીકરીઓ પ્રત્યે આટલીજ લાગણી હતી તો જે તે સમયે જ્યારે પૂજ્ય મોરારી બાપુ એ 11લાખ છાત્રાલય ના નવીનીકરણ માટે  નાણાં આપ્યા અને એ નાણાં ફિક્સ ડિપોઝિટ કરી અને મૂકી દીધા અને દીકરીઓ ને પડતી હાલાકી વિશે જરા પણ ના વિચાર્યું સંપૂર્ણ ચોમાસા દરમિયાન સંસ્થા ની દીકરીઓ પરેશાન થયી હાલાકી ભોગવી. ત્યારે કેમ આટલાં લાગણી ના પુર ના ઉમટ્યા?એક સમય એવો પણ આવી ગયો હતો કે સંસ્થા બંધ કરવા ના આરે ઊભી હતી ત્યારે એવા સમયે જુનાગઢ સ્થિત શિક્ષણ સમિતિ સાથે જોડાયેલ સભ્યો મધ્યસ્થી થયી સંસ્થા ને ચાલુ રાખવા માટે પ્રયત્નો કરી નવેસર થી જાગ્યા ત્યાંથી સવાર કર્યું. શિક્ષણ સમિતિ ને મધ્યસ્થી થવું પડ્યું એનું

પણ એક કારણ હતું કે સંસ્થા માં નાણાંકીય વહીવટ માટે સંસ્થા ના સભ્યો ને એકબીજા ઉપર વિશ્વાસ જ નહોતો બોલો.બાકી શિક્ષણ સમિતિ ના સભ્યો નો છાત્રાલય માં કોઈ હોદ્દો નથી. છાત્રાલય નાં સંચાલકો સાથે જોડાયેલ નથી.છતાં પણ તેઓ ની સંસ્થા એ આવું કપરું બીડું ઝડપ્યું. હજુ ઊભા રહો. વાત તો હવે સરૂઆત થાય છે.6ઠા મહિના માં જ્યારે હંગામી સમાધાન થયેલ ત્યારે એવી ચર્ચા થયેલ કે સંસ્થા ને સંચાલકો નો એક પક્ષ દર મહિને એક લાખ રૂપિયા આપશે. એ ચર્ચા અનુસાર શિક્ષણ સમિતિ સભ્યોને મધ્યસ્થી તરીકે રાખેલ પણ 6ઠા મહિના બાદ ગત મહિને કોઈ થોડી ઘણી એટલે કે ખુબ જ સીમિત રકમ છાત્રાલય નાં શાસકોના અન્ય પક્ષ ને આપેલ.તો શું આવા આવા મુદ્દ્દા ઓને ઢાંક પીછોડો કરવાં માટે અથવા તો સમાજ નું ધ્યાન તો બીજે ભટકાવવા માતો નથી આવી રહ્યું ને?. એ પણ વિચારમગ્ન સવાલ છે..(અહીંયા આપને જણાવી આપીએ કે આ સંસ્થા માં શાસકો ના બે વિભાગ છે)પક્ષ અને પ્રતિપક્ષ.છે ને આશ્ચર્ય પમાડે તેવી વાત.બંને પક્ષ ને એકબીજા ઉપર વિશ્વાસ નથી એવા સમયે સેવાકીય સંસ્થા મધસ્થી થયી અને છાત્રાલય ચાલુ રખાવી રહ્યા છે.

અને હવે જ્યારે સર્વસ્વ ઘટના સામે આવી રહી છે  ત્યારે આવા રંગારંગ મહોત્સવ થકી થોડીઘણી સંસ્થા ની શાખ બચાવ નો પ્રયત્ન તો નથી થયી રહ્યો ને.?

જે હોય તે પણ રહી રહી ને સંસ્થા ને ઉર્જા આવી એ પણ એક સારી બાબત કહેવાય..આવી. ને આવી ઉર્જા જાળવી અને છાત્રાલય નાં નવીનીકરણ માટે ના નાણાં નો યોગ્ય ઉપયોગ કરી છાત્રાલય ને ફરીબાદ ઉદાહરણ રૂપે નવિનીકરણ કરે એવી અભિલાષા હાલ તુરંત તો સમાજ આપ સર્વે મહાનુભાવો પાસે થી રાખી રહ્યા છે.

શૈલેષ કાપડી રાજકોટ (સાધુવંદના:સંપાદક)

No comments