શિસ્તની કટાકટી
કટોકટી છે શિસ્તની, દુનિયામાં
જ્યાં જોઈએ ત્યાં શિસ્તની કટોકટી છે. કોણ શિસ્ત પાળે છે? બધાં
શિસ્તની વ્યાખ્યાઓ કરે છે, પાળે છે કેટલા? અને એમાં નહિ પાળનારના દોષય
નથી. જેટલું બહારથી આવે છે એને કોઈ પાળતું નથી. આ દુનિયામાં અંદરથી ઊભું થાય એ જ
પળાય છે. લક્ષ્મણ જેવા પરમ વૈરાગી પુરુષ, આટલા જાગ્રત મહામાનવ, રામાનુજ
એવા લક્ષ્મણજીએ રેખા દોરી અને માને કહ્યું કે મા! આ રેખા છે, બહારના
કોઈ અંદર નહિ આવી શકે. તમેધારો તે કરી
શકશેા, આ રેખા
સલામતીની રેખા છે. અને છતાંય શ્રીસીતાજી ઓળંગી ગયાં !આનો અર્થ એમ થાય કે દુનિયામાં જેટલી રેખાએ બહારથી
દોરાય છે એને આ જગતમાં કઈ પાળતું નથી. બધા ઓળંગી ઓળંગી ને બહાર જતાં રહ્યાં છે –
પછી લક્ષ્મણજી જેવા મહાપુરુષ દોરે અને શ્રીસીતાજી જેવી મહાન વ્યક્તિ હોય તોપણ !
અને એ જ સીતાજી લકામાં ? અહીં તે પ’ચવટી ઋષિ ભૂમિ હતી, મહાત્મા-
એની ભૂમિ હતી, તપસ્થળી હતી, ગેાદાવરી વહેતી હતી, ભગવાનના
આગમન પછી વસત વ્યાપી હતી. એવી ભૂમિ ઉપર એક તપસ્વી પુરુષની રેખાને સીતાજી ઓળ’ગી
ગયાં, કારણ
કે બહારથી ખેં'ચાયેલી હતી. અને એ જ સીતાજી અસુરની ભૂમિમાં, રાવણની
ભૂમિમાં, ભૂમિમાં,અશોક
વાટિકા માં બેઠા ત્યારે એમણે અંદર થી એક રેખા ઉત્પન્ન કરી સ્વયં રેખા ઉતપન્ન કરી
પૂજય શ્રી મોરારીબાપુ
No comments