13 મી ઓગસ્ટના રોજ પોરબંદર જિલ્લામાં રહેતા વૈષ્ણવ
(બાવા વૈરાગી) સાધુ સમાજના તેજસ્વી તારલાઓના સરસ્વતી સન્માન સમારોહ
વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં વૈષ્ણવ સાધુ સમાજ ના વિદ્યાર્થીઓનું
રામકૃષ્ણ મિશન ના સ્વામીજી તથા પોલીટેક્નિકલ કોલેજના પ્રોફેસરના હસ્તે
વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના પરિવારજનો રહ્યા
ઉપસ્થિત .
શ્રી
વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા યોજાયેલ આ સરસ્વતી સન્માન સમારોહમાં સૌપ્રથમ
કાર્યક્રમમાં ઉપસ્થિત રામકૃષ્ણ મિશન પોરબંદરના સ્વામી પ્રેષ્ઠાનંદજી અને સ્વામી
ચિરંતનાનંદજી તથા પોરબંદર પોલીટેક્નિકલ કોલેજ ના પ્રોફેસર ધીરેન ભાઈ
ગોંડલિયાનું આયોજન સમિતિ દ્વારા પુષ્પ
ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંચસ્થ મહાનુભાવો દ્વારસ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં
આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ એ સમૂહ
હનુમાન ચાલીસા પાઠ કર્યા હતા. પોલીટેકનીકલ કોલેજ ના પ્રોફેસર ધીરેન ભાઈ
ગોંડલિયાએ વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં
વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ
સમજાવ્યું હતુ .આ ઉપરાંત રામકૃષ્ણ મિશન ના સ્વામી પ્રેષ્ઠાનંદજી એ વિદ્યાર્થી
જીવનમાં કેવી રીતે સદગુણો વિકસાવવા અને
સારી સંગતી કરી વિદ્યાર્થી ઓને પ્રેરણાત્મક પ્રસંગ રજૂ કર્યો હતો .આ ઉપરાંત સ્વામી
ચિરંતાનંદજી એ પોરબંદર માં સ્વામી વિવેકાનંદ મેમોરિયલના ઇતિહાસ અંગે જણાવી સ્વામી વિવેકાનંદના વિચારો જીવન માં
ઉતારી સ્વામી વિવેકાનંદ જેવા બની સમાજ અને
દેશ પ્રત્યે રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવા વિદ્યાર્થીઓ ને પ્રેરિત કર્યા હતા .અને
સ્વામી વિવેકાનંદ દેશને આઝાદી આપાવનાર સ્વતંત્રતા સંગ્રામ ના ક્રાંતિકારીઓના પણ
પ્રેરણા સ્ત્રોત હતા તેમ જણાવ્યુ હતું
ત્યારબાદ
જિલ્લામાં રહેતા 24
જેટલા વૈષ્ણવ સાધુ પરીવારના બાળકો એ
શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણ 8 થી કોલેજ સુધી
સફળતા પ્રાપ્ત કરી હોય તેવા તેજસ્વી તારલાઓનું રામકૃષ્ણ મિશનના સ્વામી
પ્રેષઠાનંદજી તથા ચિરંતનાનંદજી એ ઉપવસ્ત્ર
,સર્ટી
ફિકેટ અને સિલ્ડ આપી તમામ વિદ્યાર્થીઓ
સન્માન કર્યું હતું ત્યારે પોરબંદરજિલ્લા ના ઉપસ્થીત તમામ વૈષ્ણવ સાધુ સમાજ ના
પરિવારજનો એ શુભેચ્છાઓ પાઠવી હતી.
વૈષ્ણવ
સાધુ સમાજના વડીલોનું વંદન કરાયું
પોરબંદર
માં વૈષ્ણવ સાધુ સમાજ ના વડીલો માં સાધુશ્રી ચતુરદાસ મેઘીદાસ દુધરેજીયા,સાધુશ્રી
ભવાનીદાસ કાપડી (ભોલાબાપુ )તથા
સાધુશ્રી
ભક્તિરામ માવદાસ દુધરેજીયા અને શ્રી શારદાબેન દુધરેજીયાની પુષ્પગુછ આપી વંદન
કરવામાં આવ્યું હતું.
પ્રથમવાર
યોજાયેલ સરસ્વતી સન્માનને વિદ્યાર્થીઓએ બિરદાવ્યો
શ્રી વૈષ્ણવ
સાધુ સમાજ પોરબંદર દ્વારા પ્રથમ
વાર આ પ્રકાર ના કાર્યક્રમથી વિદ્યાર્થીઓ
જુસો વધ્યો છે
સાધુ
સમાજના અગ્રણી કેતન ભાઈ દાણી એ સનાતનધર્મ અંગે બાળકોને જાગૃત થવા હાકલ કરી
પોરબંદરના
જાણીતા એડવોકેટ તથા સાધુ સમાજના અગ્રણી કેતનભાઇ દાણીએ વિદ્યાર્થીઓ તથા
કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવારજનોને સનાતન હિંદુ ધર્મ અંગે જાગૃત થવા અને લવ જેહાદ
જેવી પ્રવૃત્તિ થી સતર્ક રહેવા હાકલ કરી હતી.
અંતમાં
નિમેશભાઈ ગોંડલિયાએ આભારવિધિ કરી હતી કાર્યક્રમમાં દાતાશ્રીઓએ અનુદાનનો ધોધ
વહાવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નીતાબેન દુધરેજીયા એ કર્યું હતુ
કાર્યક્રમને સફળ બનાવવા વૈષ્ણવ સાધુ સમાજ આયોજન સમિતિના હિતેશભાઈ દુધરેજીયા, નિમેશભાઈ
ગોંડલીયા ,કેતનભાઇ દાણી, પ્રકાશભાઈ ગોંડલીયા રાજેશભાઈ ગોંડલીયા ,રમેશભાઈ
હરીયાણી, ઉત્તમભાઈ
મેસવાણિયા, સંદીપભાઈ દુધરેજીયા તથા ભક્તિરામભાઈ દુધરેજીયા , અર્જુન
કાપડી ,નિલેશ
ભાઈ દુધરેજીયા તથા વરૂણ દુધરેજીયા ,સતીશ ભાઈ કાપડી સહિત નાઓ એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ:નિમેષ
ગોંડલિયા પોરબંદર
No comments