DMCA compliant image સોશિયલ મીડિયામાં માણસોના બુદ્ધિનું પ્રદર્શન - sadhuvandna

Header Ads

Breaking News

સોશિયલ મીડિયામાં માણસોના બુદ્ધિનું પ્રદર્શન

 

પ્રાંગણ ના પુષ્પો



 

સોશિયલ મીડિયામાં માણસોના બુદ્ધિનું પ્રદર્શન


 

લેખક - અંજના ગોંડલિયા


 દેખાદેખી બહુ અઘરી છે સાહેબ ,

      ગમે તેની કરશો તો લેવાઈ જશો

      સલાહ બહુ સસ્તી છે ગમે તેને લેશો

      તો ભરાઈ જશો.

 અત્યારના લગ્ન પ્રસંગો:

મોર્ડન યુગ ની વાત કરીએ તો હાલ લગ્નમાં જે ખર્ચાવો કરવામાં આવે છે એ લોકો દેખાદેખી ના હિસાબે ખૂબ મોટી ગંભીર ભૂલો કરી બેસે છે. કેમકે લગ્ન સમયના માંડવા ડેકોરેશન, ખાણીપીણીની સુવિધાઓ પર અત્યારે ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. અત્યારે માણસો એ નથી સમજતા કે બીજા લોકો તો પૈસા વાળા છે, તો એને કશું ફરક નહીં પડે પણ આ દેખાદેખીમાં મધ્યમ વર્ગના પરિવારો ખૂબ જ લેણામાં ઉતરી અને વ્યાજે પૈસાઓ લઈને આવા ખર્ચાઓ કરે છે. સમાજમાં તેનો મોભો પાડે છે.પણ હું તો કહું છું કે ,આપણી જેવી સગવડ હોય એ મુજબ પ્રસંગોની તૈયારી કરવી જોઈએ, જો સામેવાળા લોકો પૈસાવાળા હોય તો અગાઉથી જઈને જાણ કરી દેવી કે જો ભાઈ !અમે રહ્યા મધ્યમ વર્ગના તો અમે આવા ખર્ચાઓ નહીં ઉઠાવી શકિએ.અમારા બનશે એવી તૈયારી રાખીશું.

🌸 બેબી શોવર;

હાલ ,હમણાં જ હું જ્યારે સોશિયલ મીડિયામાં ડોક્યુ કરું છું ત્યારે બધે બેબી શોવર નો મહિમા બહુ જ વધ્યો છે. જેવી જાણ થાય કે  મહિલા પ્રેગનેન્ટ છે ,તરત જ સોશિયલ મીડિયામાં જાણ કરે છે .અને

 

 


દેખાડો કરવાનું ચાલુ કરી દે છે. જેમ કે સાત મહિના થાય ત્યારે આપણે ત્યાં ગામડામાં શ્રીમંત કહીએ.

 

જેમાં આપણે રાંદલ માતાજી તેડીને  જે મહિલા ગર્ભવતી હોય તેને નવડાવીને સરસ મજાની ઉજવણી કરતા હતા. પણ હાલ તો એ બધી પરંપરા ને ભૂલીને બેબી શોવર નો નવો ટ્રેન આવ્યો છે .જેમાં હાથમાં બોર્ડ રાખી અને સમાજને દેખાડવામાં આવે છે .to be mom ,to be papa દાદા ,દાદી, ફુવા  ફઈ મામા,મામી એવા બોર્ડ સાથે રાખીને ફોટોગ્રાફી કરવામાં આવે છે.અને ખર્ચાઓ તો તમે જુઓ તો લાખોના આંકડામાં કરે છે .આ બધું સમાજના લોકોને દેખાડવા માટે કરે છે અને આ જ માણસો તેને ત્યાં ખાઈ પી અને એની જ વાતો બીજા લોકો પાસે અને સમાજમાં ઉડાડશે. તો શું કામ હાથે કરી અને પોતાનું માન ખોવ છો. આવી, ઘેલછા થી  દૂર રહો .

 

 બેબી વેલકમ;

અત્યારે હાલ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તરત જ એ બાળકના ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કરી દે છે કોંગ્રેચ્યુલેશન બેબી બોય અથવા તો બેબી ગર્લ.  અરે ભાઈ! બધાને ખબર છે કે બોય કે ગર્લ જ હોઈ .શું કામ તમારી અકલ નું પ્રદર્શન કરી છો બિચારા ને શ્વાસ તો લેવા દો.

No comments