DMCA compliant image પવિત્ર શ્રાવણ - sadhuvandna

Header Ads

Breaking News

પવિત્ર શ્રાવણ

 

પવિત્ર શ્રાવણ માસે મંદિરોમાં હર હર મહાદેવનો નાદં ગુજી ઉઠશે

 

 





અહેવાલ નરેશ દેશાણી રાણપર

પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે બાબરા તાલુકાનાં કોટડાપીઠા થી થોરખાણ માગે પર ગરણી પાનસડા વચ્ચે સ્વયંભૂ બિરાજમાન ગરણેશ્વર મહાદેવ મંદિરે પણ હર હર મહાદેવ નો નાદ ગુજી ઉઠશે

સ્વયંભૂ ગરણેશ્વર મહાદેવ ના પ્રાગટ્યની કથા લોકવાયકા મુજબ કંઈક આ મુજબ છે

અહીં ગરણી પાનસડા ગામમાં સોની લુહારની ગાય ગામના ગોરધનમા ચાર ચરવા માટે જંગલમાં જાતી હતી અને સાંજે પાછી ફરતી ગોવાળ ગાયને દોહવા બેસે તો દુધ ન હોય આ પ્રકારે વારંવાર થતાં ગોવાળને માલિકે ઠપકો આપ્યો હતો જેથી ગોવાળે બીજા દિવસે ગાયનું ધ્યાન રાખ્યું હતું ત્યારે ગાય જંગલમાં આવેલ એક રાફડા પાસે ઉભી રહેતી અને દુધની ધારા વહેવા લાગતી બાદમાં ગોવાળે માલિકને વાત કરતા અહીં ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ પ્રાગટ્ય થયું હતું

મંદિર ની આસપાસ ગીચ ઝાડી અને ઘટાટોપ વૃક્ષો હોવાથી અહીં મોર સહિત પક્ષીઓ કલરવથી વાતવરણ પ્રાકૃતિક લાગે છે અને કણૃકી નદી પણ આવેલા છે અને પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં અહીં ભકતો દશૅનાથૅ ઉમટી પડશે અહીં સાતમ આઠમે મેળો ભરાય પણ ભરાઈ છે અને દરરોજ આરતી પુજન અચૅન સહિત કાળક્રમે યોજાયો છે


No comments