જુનાગઢ મુકામે વૈષ્ણવ-માર્ગી સાધુ સમાજના પ્રો. સમીર
દિનેશભાઈ ગોંડલીયા એ ગુજરાતના માર્ગી સંતો અને સંસ્થાઓ:એક અધ્યયન (19 મી
અને 20 મી
સદીના વિશેષ સંદર્ભે) વિષય પર PhDની ડિગ્રી મેળવી છે. આ તકે
ગુજરાત સાધુ સમાજ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આ Phd ની
પદવી પ્રાપ્ત થતાં તેમના પિતા પરમ આદરણીયશ્રી દિનેશભાઈ ગોંડલિયા, વંદનીય
માત્રુશ્રીસ્વ. હંસાબેન ગોંડલિયા તથા
પોતાના કુટુંબ-પરિવારનું નામ સમગ્ર ગુજરાત કક્ષાએરોશન કર્યું છે. તથા મોસાળ પક્ષમા આદરણીય શ્રી રમેશભાઈ દેશાણી અને આદરણીય
શ્રી કનુભાઈ દેશાણી એ પોતાના ભાણેજની આ સિદ્ધિ માટે ખુબ રાજીપો વ્યક્ત કર્યો છે.
તેમના માતાપિતાએ યુવાન પ્રો. સમીર જેવા બાહોશ, તેજસ્વી અને પ્રતાપી પુત્રને
સંસ્કારના સિંચન, ઉત્તમ વ્યક્તિત્વનું ઘડતર, આધ્યાત્મિક
કેળવણી આપી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજમાં શિક્ષણક્ષેત્ર રત્ન પ્રદાન કર્યું છે, તેમના
માતા-પિતાને પુત્રની આ સિદ્ધિ બદલ લાખ લાખ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.અને ફરી વખત
પ્રો.ડૉ. સમીર ગોંડલીયાને વૈષ્ણવ માર્ગી સાધુ સમાજના નવ યુવાનો માટે આદર્શ,માર્ગદર્શક
બની રહો તેવી હેમ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
-શ્રી
કનુભાઈ દેશાણી
જ્ઞાતિ ગૌરવ
Reviewed by sadhuvandna
on
August 14, 2023
Rating: 5
No comments