ચેતનાનો રણકાર
વિક્રમ
સંવંત 1962 ની આસપાસ ની આ વાત છે સંત ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર ના ગાદીપતી
તરીકે પુ આત્મારામદાસજી બાપુ બીરાજમાન કે જેઓ ગોડલ સ્ટેટ ના ભજનીક કહેવાતા પડછંદ
અવાજ એ એમની ખાસીયત હતી . એ સમયે એમના
કાકા પુ શામળદાસ જી બાપુ મોવિયા અને શ્રીનાથગઢ ગામની વચ્ચે પરબ નામની જગ્યા સંભાળતા
પોતે સુરદાસ હતા. એટલે તેઓ આ જગ્યા ના
મુખ્ય માર્ગ પર પાંચ સાત પાણી ના માટલા ભરી વટેમાર્ગુ ને પાણી પાવાની સેવા કરતાં.
એક સમયે ગોડલ સ્ટેટ ના મહારાજ ત્યાં થી પસાર થયા અને પાણી નુ પરબ જોતા બાપુ પાસેથી
પીવાનું પાણી પીધુ પરંતુ પાણી તો ડોરુ હતુ આથી તાત્કાલિક અસર થી મહારાજ સાહેબે બે
આના દંડ જાહેર કર્યો. આ વાતને પુ કરશનદાસજી બાપુ એ સહજતા
થી
સ્વીકારી લીધી. ગામમાં આવતા ગોડલ સ્ટેટ ના મહારાજ ને જાણવા મળયુ કે એ બાપુ સંત
ખીમદાસ બાપુ ની જગ્યા ના છે અને પોતે સુરદાસ હોવા છતાં આજુ બાજુ ના નદી નાળામાથી
પાણી ભરી નીસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાનુ એ કાર્ય કરે છે. આથી ફરીથી મંત્રી ને
બોલાવી પાંચ રુપીયો પગાર નક્કી કરી બાપુ ની કામગીરી ને બીરદાવી કાયમી ચોખ્ખુ પાણી
ભરવા માટે એક પહાયતા ને મુકવામાં આવ્યો. જેથી કરીને બાપુ સુરદાસ હોવાના કારણે નથી
નાળા માંથી ચોખ્ખું પાણી પીવા માટે ની વ્યવસ્થા થાય. એ વાત નો પુ શામળદાસબાપુએ
સ્વીકાર કર્યો પરંતુ પગાર નો અસ્વીકાર કરી કહેણ મોકલાવ્યૂ કે મારો પગાર તો
વડવાળાદેવ ના ચોપડે નોંધાય છે પરંતુ વટે માર્ગૂને ડોરુ પાણી ન મળે તે માટેે આપે જે
કામગીરી કરી એ વંદનીય છે. આવુ હતુ ગોડલ
સ્ટેટ અને આવા હતા સાધુ સંતો.
જય સીયારામ જય વડવાળાદેવ
No comments