DMCA compliant image શ્રી સીતારામ કન્યા છાત્રાલય માં રંગરંગ આઝાદી દિન - sadhuvandna

Header Ads

Breaking News

શ્રી સીતારામ કન્યા છાત્રાલય માં રંગરંગ આઝાદી દિન

 

જ્ઞાતિ વંદના

 


વિશ્વવંદનીય પૂજાય શ્રી મોરારી બાપુ પ્રેરિત અને તેમની નિશ્રા માં ચાલતી શ્રી સીતારામ કન્યા છાત્રાલય માં રંગરંગ આઝાદી દિન રંગારંગ કાર્યક્રમ રાત્રી ના 8 થી 11 સંધ્યાકાળ દરમિયાન ગતરોજ 15 મી ઓગષ્ટ ના રોજ યોજાય ગયો


આ તકે મુખ્ય અતિથિ તરીકે dysp સાહેબશ્રી હિતેશભાઇ ધાંધલિયા ના અધ્યક્ષ સ્થાને અને ઉપાધ્યક્ષ શ્રી મહામંડલેશ્વર અજયબાપુ મેશવાણીયા.તેમજ દાતાશ્રી યોગેશભાઈ દુધરેજીયા.તથા મોડેલ એવા સમાજના શ્રેષ્ઠ ડૉક્ટર એવા યોગેશભાઈ મેશવાણીયા તેમજ ડોક્ટરશ્રી આનંદભાઈ રામદેવપુત્રા,ડૉક્ટર શ્રી અવનીબેન ગોંડલીયા,પ્રો.વિપુલભાઈ ગોંડલીયા,પ્રો.સમીરભાઈ ગોંડલીયા,તારલા જેવા મોડેલ જેમાં ગોલ્ડ મેડાલીસ્ટ શ્રી ધારાબેન દેશાણી,IT એન્જિનિયર રાજભાઈ ગોંડલીયા,અને રાધિકા એવી જહાન્વિબેન મેશવાણીયા,પ્રેશ રીપોર્ટર  નીતિનભાઈ હરીયાણી,સાથે સાથે સમાજના દાતા શ્રી વિનુભાઈ ગોંડલીયા,ધીરુભાઈ દેશાણી,મનોજભાઈ સરપદડીયા,તેમજ સંદીપભાઈ દુધરેજીયા ની મહેમાનો તરીકે હાજરી રહી રંગારંગ મહોત્સવ  ને  ખાશ કરી બિરદાવ્યો હતો.કંકુભાઇ મેશવાણીયા પોતાની આગવી કળા એ વીડિયોગ્રાફી ની સેવા પ્રદાન કરી હતી,ડૉ.યોગેશભાઈ તેમજ વિનુભાઈ ગોંડલીયા,અને મનોજભાઈ સરપદડીયા તરફ થી દીકરીઓ ને પ્રોત્સાહન રૂપે આઈસ્ક્રીમ,તેમજ બોલપેન અને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.

 


દીપ પ્રાગટ્ય D Y S P સાહેબશ્રી હિતેષભાઇ ધાંધલિયા તેમજ મહામંડલેશ્વર શ્રી અજયબાપુ મેશવાણીયા,અને મોડેલ ડોક્ટરો,પ્રોફેસરો,તેમજ કલાપ્રેમીઓએ કરેલ,આ દરમિયાન D Y S P સાહેબે આઝાદી રંગારંગ મહોત્સવ ને ખુબજ બિરદાવ્યો હતો અને  યુવાઓ,વિદ્યાર્થીઓ ને પ્રેરકબળ ભાષણ આપ્યું હતું અને વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મોરારીબાપુ ને આ ક્ષણે યાદ કર્યા હતા.અને તેઓની હાજરી ની તક આપવા બદલ ખુબજ આભારની અભિવ્યક્તિ કરી હતી.

આ દરમિયાન પ્રોફેસર અને સમાજના રોલ મોડેલ એવા ધારાબેન દેશાણી એ પોતાની આગવી છટા માં અંગ્રેજી માં સુંદર સ્પીચ આપી હતી,તેમજ સંસ્થાની દીકરીઓએ પણ પ્રાથમિક પ્રવોચન કરેલ

આ કાર્યક્રમ  દરમિયાન રંગ રંગ આઝાદી મહોત્સવ,તેમજ દેશભક્તિ ગીતો,પિરામિડ,તેમજ શહીદોના સુંદર મજાના નાટક દ્વારા સર્વો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા,કૌસલ્ય અને કૌવત દાખવી શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર અને શ્રી સીતારામ કન્યા છાત્રાલય ને આઝાદી દિનની ઉજવણી તેમજ રંગા રંગ કાર્યક્રમ દ્વારા ગૌરવ અપાવ્યું હતું.

 

આ રંગા રંગ કાર્યક્રમ નો સંપૂર્ણ શ્રેય અમારી છાત્રાલય ના ઇન્ચાર્જ પ્રમુખ એવા શ્રી મહેશભાઈ દુધરેજીયા ને શિરે જાય છે તેમજ મહામંડલેશ્વર શ્રી અજયબાપુ મેશવાણીયા,અને ટ્રષ્ટમંડળ ના શિરે પણ જાય છે.તેમજ સત્તત હાજર રહેતા,પણ ગેરહાજર રહેતા વિદ્વાન શ્રી R.K.દુધરેજીયા સાહેબ એ બધાની શુભેચ્છા અને શુભકામનાઓ ના પણ આભારી છે.ખાસ કરીને ગૃહમાતા એવા મીરાબેન દાણીધારીયા,અને સંસ્થાની દીકરીઓ ની મહેનતે રંગ લાવ્યો હતો.ખુબજ ઓછા સમય માં ઉક્ત કાર્યક્રમ કરી છાત્રાલય ને ગૌરવ અપાવ્યું હતું એટલું તો જરૂર કહી શકાશે,સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા કોશિકભાઈ મેશવાણીયા એ સંસ્થાની દીકરીઓ માં પડેલી પ્રતિભાઓ બહાર લાવવા,અને બહુર્મુખી મોડેલ બનાવવા આ કાર્યક્રમ રંગારંગ આઝાદી મહોત્સવ,દ્વારા સાબિત કરિ બતાવ્યું  હતું

ત્યારે એટલુંતો ગૌરવ લઇ શકાય કે અમારી સીતારામ કન્યા છાત્રાલય ની દીકરીઓ કોઈપણ ક્ષેત્ર માં આગળ વધી ગૌરવ અપાવે એવી દીકરીઓને ધન્યવાદ છે બીજું આ તકે મહામંડલેશ્વર શ્રી જગજીવન બાપુ એ દીકરીઓને બોલપેન તેમજ નોટબુક વિતરણ કરી આ તકે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું

આઝાદી દિન ધન્ય હો, જય હો ભારતમાતા કી

અહેવાલ:શ્રી કૌશિકભાઈ મેશવાણીયા જૂનાગઢ


No comments