✨ પ્રભાત નો પગરવ ✨
લેખક -
અંજના ગોંડલિયા
✨પરોઢિયે જ્યારે પંખીઓનો
કિલકિલાટ સાંભળું છું ત્યારે મન ખિલી ઊઠે છે.હૃદયના દરેક ખૂણામાં એ સુરમય સંગીત
રેલાય છે.મન ખુશીઓમાં થનગનાટ કરવા લાગે છે.ઈચ્છા થાય છે કે આ સંગીતનો સુરમય આનંદ
માણતી રહું ,જ્યારે આ પંખી ઓ
પ્રભાતમાં આવે સરસ માહોલ ઊભો કરે છે, ત્યારે લાગે છે કે બસ આ
મહેફિલને આમ જ નિહાળતી રહું. મને એ દ્રશ્ય આમ જ નિહાળતી રહું. મને એ દ્રશ્યને વાગોળવાની ખૂબ જ ઈચ્છા થયા રાખે છે.
✨આ રમ્ય સ્વરૂપને હું મારી નજર
સમક્ષથી દૂર ના કરું,તેને જોયા જ
કરું કે પંખીઓનું આકાશ એનો કિલકિલાટ અવાજ સુંદર અને માધુરી થી ભરેલા અવાજ મારા
મનને હિલોળે ચડાવી દે છે. જ્યારે એને
સ્વતંત્ર રીતે આમ આકાશમાં ફરતા ત્યારે તેની સાથે હું મારી જાતને પણ ત્યાં ખોઈ
બેસું છું.
✨પ્રભાતમાં પંખીનો પગરવ માં
પહેલા એ કેસરિયા સુરજ નું મુખ જોઉં ત્યારે, તો બસ એમાં ખોવાઈ જવાનું મન થાય છે.એ સૂરજનો સવારમાં ઉગવું
અને મારા સ્મૃતિ પટલ પર પડવું એવું આકસ્મિક બની રહે છે કે અમારી આ રોજની ક્રિયા
એકસરખી બનતી હોય એવું લાગે છે.
✨ મને એને જોવાનું
અને તે સુરજ ને મારી તરફ જોવું એ એક પ્રેમ ભરી લાગણી હોય તેવું લાગે છે. કે દરરોજ
એના મુખડાને જોઈને મારી સવારની શરૂઆત કરો મને લાગે છે ,એને
બસ આમ જ દરરોજ નિહાળતી રહું .
✨ જ્યારે પ્રભાત
ની વાત ઉછળે છે ત્યારે બસ
રોમ રોમમાં તાજગી ખીલી ઉઠે છે. આ પ્રકારના દ્રશ્યો અને તેની કળા ઓ આમ, અચાનક મનન
ભીતર આવી ચડે છે .ત્યારે બસ આ આવરણને મં માં સમાવી લેવાનું મન થાય છે.
✨ પ્રભાતે જ્યારે
હું ઉઠી અને કુદરતના આવા રોમ્ય સ્વરૂપે જોઉં છું ત્યારે આ મનના દ્વારમાં કંઈક હલચલ
માંથી ઊઠે છે.એ પ્રભાતે જ્યારે પહેલો મોરલિયો તે ટહુકારા સંભળાવે છે ત્યારે તો આ
મન તેના ટહુકારાના નાદે નાચી ઉઠે છે. મને એનો ટહુકાર બહુ વ્હાલો લાગે છે .જાણે એને
મનની અંદર એવું કેદ કરી લઉં કે એને બસ વાગોળતી રહું.
✨ પ્રભાત નો પગરવ
પરોઢિયે થતો જોઈને મારા નયનમાં ઠંડક મળે છે.તે મારા નયનને શાંતિ અપાવે છે .તેના આ
રૂપને બસ ,આમ જ નિહાળવો ગમે છે આ સમયે જ્યારે હું ધેનુ ને
તેના ગૌચરએ કુદતા જતી જોઉં છું ત્યારે લાગે છે આ બધી જ ધેનું નો મેળો જમ્યો હોય
છે. એ એના નાના નાના વાછરું સાથે મસગુલ થતી હોય છે અને એ નાનું વાછરુ બસ દુનિયામાં
એક વસ્તુને જાણતો હોય છે તે છે તેની માતા.આ દ્રશ્ય જોઈને મને માતૃત્વનો અને મમતા
નો ભાવ દેખાય
No comments