મહાસિદ્ધ લોહલંગરી દુધરેજ તરફ હરણા સજીવન કરે છે
એક સમયે મહાત્મા લોહ લંગરી પોતાની સમાજ સાથે તીર્થટન કરતા કરતા દુધરેજ ગામની પાદર આવે છે. દુધરેજમાં આ સમયે મહંત સંત પુરુષ રૂગ્નાથપુરી ગાદી ઉપર હોય મહાન સંતો એ સમયે પ્રભુના ગુણગાન ગાવા પગે ચાલીને એકબીજાના સ્થાન ઉપર જતા હોય છે.આ મહાન સંત રૂપનાથપુરીની સંતરૂપી કીર્તિ સાંભળી મહાત્મા લોહલંગરી દુધરેજ ગામને પાદર પોતાના વિશાડ શિષ્ય સમુદાય સાથે પડાવ નાખે છે.
આ સમયે સૂરો નામનો કોળી અને ભીમજી નામનો રબારી બંને પંચાંડ તરફના ગામના વતની
હોય છે અને મહાત્મા લોહંગ નો પડાવ જ્યાં હોયછે ત્યાંથી થોડે દુર જ આ લોકોને હરણનો
શિકાર કર્યો હોય છે. શિકારીઓને થયું કે આ મહાત્મા નેજો ખબર પડશે તો શ્રાપ જ આપશે
જેથી હરણ ઉપર કપડું ઢાંકી દીધું.
મહાત્મા લોહલંગરી નેતે ઉપર થોડી શંકા આવવાથી તેની પાસે જાય છે અને શિકારીઓને
કહે છે ભાઈઓ તમો અત્યારે શું પ્રવૃત્તિમાં પડ્યા છો અને આ કપડું શેની ઉપર ઢાંક્યું
છે
ત્યારે શિકારીઓ કહેવા લાગ્યા કે મહાત્માજી કપડું તો અમસ્તું ઢાંક્યું છે પરંતુ
આ તો સિદ્ધ પૂરું હતા જેથી તેને દરેક બાબતનો ખ્યાલ આવી ગયો હતો. જેને દુનિયાની
મોહમાયા મૂકી હોય અને જેને હૃદયમાં માત્ર ભક્તિ રુપી શક્તિ જ ઉતારી હોય તેવા
મહાપુરુષોને આ વસ્ત્ર નીચે શું ઢાંક્યું છે તે કેમ ખબર ન હોય.
મહાત્મા લોહ લંગરીએ વસ્ત્ર દૂર કર્યો અને જોયું ત્યાં તો મુખમાંથી કર્ણ ઉદગારો
નીકળી પડ્યા અરે રે ભાઈઓ તમે આ શું કર્યું ને શું આવા હલકા કામ કરવા માણસ બન્યા આ
નિર્દોષ હરણનો શિકાર કરતા તમને જરાય વિચાર ન આવ્યો.
"જો સુનિ
સમઝુ અનિતી રત જાગત રહે જુ સોઈ
ઉપદે સિબો જગાઈબો તુલસી ઉચિત ન હોય"
તુલસીદાસજી કહે છે કે જે જાણી જોઈને આ જગતમાં પાપ અને અનીતિ આચરે છે તેને
ઉપદેશ દેવોનો કામો છે
એ શિકારીઓ તમે જે શિકાર કરી જે જીવ હિંસા કરી છે તેના માટે મારે તમને શું
શિખામણ દેવી? આવા ઘોર
ત્યારે સૂરો અને ભીમજી બંને શિકારીઓનો પશ્ચાતાપ નો વારો આવ્યો તેઓ મહાત્માજી
ચરણે પડી ગયા અને કહ્યું કે મહાત્માથજીતમો તો મહાપુરુષો અમારી ભૂલ થઈ ગઈ અમો પાપીઓ
છીએ અમે આ આ જીવનમાં ઘણું પાપ કર્યું છે મહાત્માજી અમોને ક્ષમા આપો માફ કરો. અમો
આજથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે હવે પછી નિર્દોષ પ્રાણીનો શિકાર નહીં કરીએ.
મહાત્મા લોહલંગરીજી જળ લઈ તે હરનાં પર છાટે છે હરણ સજીવન થઈ ગયુ
લેખક:અંજના ગોંડલીયા
No comments