શું
આપણે ખરેખર શિક્ષિત છીએ???
શિક્ષણને
જો તમે ડિગ્રી એવું માનતા હો તો તે શિક્ષણ છે જ નહીં. વર્ષો પહેલા ભારતમાં નાલંદા
વિદ્યાલય હતું ત્યાં વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા તેવું કહેવાય છે
અને તેવું કહેવાય છે કે તેઓ ગૌરવપૂર્ણ જીવન જીવી શકતા. પણ ભારતમાં એવું શિક્ષણ
આપવામાં આવતું નથી કે જેાથી તેઓ પોતાનું રક્ષણ કરી શકે એટલે વર્ષો પહેલાં જ્યારે
વિદેશી લોકો આપણા પર આક્રમણ કરવા આવ્યા ત્યારે આપણે એક થઈને આક્રમકતાથી લડી શક્યા
નહીં.
આપણે
ત્યાં શિક્ષણમાં ટીમ બિલ્ડીંગની કોઈ તાલીમ આપવામાં આવતી નહોતી અને અત્યારે પણ
આપવામાં આવતી નથી. આજે પણ આપણી શાળાઓમાં સ્વરક્ષણની તાલીમ આપવામાં આવતી નથી.
વિદેશથી અનેક કંપનીઓ ભારતમાં આવી અને આજે પણ રાજ કરે છે. આપણા ટેલેન્ટેડ યુવાનો
વિદેશજાય છે અને આવી કંપનીઓમાં નોકરીઓ કરે છે અને આ નોકરીઓુંમાં કામ કરવામાં ગૌરવ
અનુભવે છે એટલે કે ગુલામ બનવામાં સારું લાગે છે તેમને.
આજે પણ
આ જ પ્રકારનું શિક્ષણ ચાલી રહ્યું છે. જે આપણામાં ગુલામીની માનસિકતા પેદા કરે છે.
જવાબદાર
બનીને નાનો ધંધો ન કરવો પરંતુ સારી અને મોંઘી ડિગ્રી મેળવી અને મોટી કંપનીમાં જવું
અને મોટા પગાર લેવા ત્યાર પછી કંપની ઉઠી જાય કે ગામને ઉઠાડી નાખે ત્યારે ત્યાંથી
તે કંપનીને છોડી બીજી કંપનીમાં ભાગી જવું.
હાલમાં, ભારતમાં
રહેલું શિક્ષણએ વિદેશથી આવેલું શિક્ષણ છે. તે શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં પણ ઘણો
જ ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે માટે અનેક ડિગ્રીઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ કશું જ
આવડતું નથી અરે સાચી વાત કહું તો તેઓને લખતાં , બોલતાં કે વાચતાં પણ નથી આવડતું અને તેઓને પરીક્ષામાં
તો ઘણા સારા ગુણ આવી જાય છે. એક ડીગ્રી લઇ અને તેનાથી મોટો ઈગો લઈને જીવનમાં
પ્રવેશે છે અને જીવનની પરીક્ષામાં નિષ્ફળ જાય છે.
હવે
આપણે સંપત્તિની વાત કરીએ. સૌથી શ્રેષ્ઠ સંપત્તિ છે માનસિક શાંતિ અને શારીરિક
સ્વસ્થતા.
એક
શિક્ષક તરીકે જ્યારે હું જોઉં છું કે મારી આસપાસ આવતા વિદ્યાર્થીઓ, માનસિક
રીતે બહુ જ હતાશ અને શારીરિક રીતે નબળા થઈ ચૂક્યા છે અને તેમને સમાજને આપવા માટે
કે કુટુંબને આપવા માટે કશું છે જ નહીં. તે હું રોજ જોઉં છું અને અનુભવું છે અને
મને પણ નિરાશાની લાગણી થાય છે.માનસિક રીતે તંદુરસ્ત રહીએ અને શારીરિક રીતે સ્વસ્થ
રહીએ તેવી તાલીમ શિક્ષણમાં કોઈપણ જગ્યાએ આપવામાં આવતી નથી.
મોટામાં
મોટી સંપત્તિ છે શારીરિક સ્વસ્થતા અને માનસિક તંદુરસ્તી કે જેથી તમે પ્રસન્નતાનો
અનુભવ કરી શકો અને સારી રીતે કામ કરી શકો. આ સંપત્તિ બહુ જ ઓછા લોકો પાસે છે. જો
સંપત્તિને તમે આર્થિક રીતે જોતા હો તો પણ ભારતમાં લગભગ 10 ટકા
લોકો જ આર્થિક રીતે થોડા સુખી છે.
ભારતમાં
તો શું સમગ્ર વિશ્વમાં લોકોને ખ્યાલ નથી કે સાચું શિક્ષણ શું? અને
સાચી સંપત્તિ શું?
માટે
મોટાભાગના લોકો શિક્ષણ અને સંપત્તિ બન્નેથી વંચિત છે.
ભારતીય
સંસ્કૃતિમાં શિક્ષણ આપનારી દેવીને સરસ્વતી માતા અને આર્થિક સમૃદ્ધિ આપનારી દેવીને
લક્ષ્મી માતા તરીકે ઓળખવામાં આવે છે.
આ બંને
માતાઓ છે અને આપણે તેના પુત્રો છીએ. સરસ્વતી માતા તમને સારી બિહેવિયર માટે પ્રેરિત
કરે છે અને લક્ષ્મી માતા આર્થિક રીતે સમૃદ્ધ થવા માટેની સારી બિહેવિયર માટે
પ્રેરિત કરે છે.
જો તમે
તમારી બિહેવીયરને જુઓ ,તેમાંથી ભૂલો સુધારો અને સારી બિહેવિયરનો વિકાસ કરો
તો તમે શિક્ષિત છો એવું કહેવાય. જો શિક્ષણની આવી વ્યાખ્યા આપવામાં આવે તો જેમ જેમ
તમે શિક્ષિત થતા જશો તેમ તેમ તમારી આર્થિક બિહેવિયર પણ સુધરતી જશે અને તમે વધુ અને
વધુ સમૃદ્ધ થતા જશો.
શિક્ષિત
એટલે એવો માણસ કે જે પોતાની ભૂલોમાંથી શીખે છે અને તે ભૂલોને વારેવારે પુનરાવર્તિત
કરતો નથી અને વધુ વિકસિત થવાની સાથે નવી ભૂલો પણ કરે છે પણ વધુને વધુ પોતાની જાતનો
સુધાર કરતા કરતા પોતાને શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે.
પણ
આપણે ત્યાં તો તાલ સાવ જુદો જ છે.
કોરોના
પછી લોકો મોબાઈલ સાથે જોડાઈ ગયા છે.
માણસો, માણસો
સાથેના સંબંધો ઓછા થઈ ચૂક્યા છે અને માણસો અને મશીન સાથે સંબંધો વધ્યા છે એટલે કે
મોબાઈલ સાથે સંબંધો વધ્યા છે.
લોકો
શિક્ષણ, સારું
શિક્ષણ મેળવી શકતા નથી. તેઓ મોબાઈલ પર જીવન પસાર કરી રહ્યા છે. યુવાનોને મોબાઈલ ની
આદત પડી ચૂકી છે માટે તેઓ આવક પણ મેળવી શકતા નથી…
ઓનલાઇન
શિક્ષણ બહુ સફળ રહ્યું નથી.
શિક્ષણ
અને સંપત્તિની સમસ્યા વધતી જાય છે.
શિક્ષણનો
હેતુ મુખ્યત્વે સામાજિક, આર્થિક વગેરે બાબતો માટે વિવેક પૂર્ણ દ્રષ્ટિ કેળવી
સમાજને પ્રગતિશીલ બનાવવાનો છે. સમાજ સતત પરિવર્તનશીલ છે. તે સતત નવી બાબતો અપનાવી
પ્રગતિ કરે છે આ નવી બાબતોની જાણકારી માણસને શિક્ષણ આપે છે. ટૂંકમાં શિક્ષણ નો
હેતુ પ્રગતિશીલ સમાજ નિર્માણનો છે.પણ યોગ્ય શિક્ષણ મળે એ પણ જરૂરી છે.
આજકાલ
સમાજ માં ખાનગી સ્કૂલ માં બાળકો માં ભણવા બેસાડવા એ પણ એક સ્ટેટ્સ છે.જેટલી વધારે
ફી એટલું શિક્ષણ સારું એવી એક વિચારસરણી પનપી રહી છે.પ્રચાર ના માધ્યમ થી સ્કૂલો
ના નામ વિશાળ હોય છે.પણ યોગ્ય શિક્ષણ મળે છે કે નહિ એવું સમાજ કદી નથી વિચારતા.
ખેર શિક્ષણ એક વ્યાપાર નું માધ્યમ બની ગયું એવું દર્સાય રહ્યું છે.
અહીંયા
કહેવાનો તાત્પર્ય દરેક ખાનગી સ્કૂલો ને વખોડવા બાબત નથી અમુક સ્કૂલો અપવાદ રૂપ પણ
હોય છે.
શિક્ષિત
સમાજ ના વિકાસ પાયા બહુ મજબૂત હોય છે.શિક્ષિત સમાજ હંમેશા લોકો નું સાંભળતો હોય
છે.શિક્ષિત સમાજ માં એકબીજા ને મદદરૂપ થઇ સમાજ કેવી રીતે આગળ આવે હંમેશા એવા
પ્રયત્નો માં હોય શિક્ષિત સમાજ માં કોઈ વ્યકિત સમાજ તરફ થી મળેલ વિશિષ્ઠ પદ નો
ક્યારેય દૂર ઉપયોગ નથી કરતો.પણ પદ ની મર્યાદા માં રહી સમાજ કેમ વિકસિત થાય હંમેશા
એવા પ્રયત્નો માં હોય છે.શિક્ષિત સમાજ ને પોતાનું અલગ ભંડોળ હોય છે જેથી કરી એ
ભંડોળ નો સમાજ વિકાસ પાછળ ખર્ચી સકાય.
હવે
સવાલ આપણા સમાજ નો આવે ત્યારે ઉપરોક્ત બાબતે આપણે કેટલી પ્રગતિ કરી એ જરા વિચારવું
રહ્યું અને આપણે હંમેશા વિચરતા જ રહીશું..કારણ કે આપણા સમાજને જાણે વિકાસ બાબતે
કોઈ રુચિ નથી કદાચ એવું પણ કહી સકાય. તથ્યો ના આધારે જોવા જયિયે તો ઘણી ત્રુટીઓ
આપણે શોધી સકીયે. પણ કોઈને તથ્ય ઉપર ધ્યાન નથી આપવું. બસ પોતાના માલેતોજાર માં
વ્યસ્ત રહેવું છે ને. પ્રતિષ્ઠા જાળવી રાખવી છે.
દેખાવ
પૂરતું શુદ્ધ ગુજરાતી માં ભાષણ આપવું. પોતાને સમાજ થી ઉપર શિક્ષિત હોવાનો દંભ
રાખવો અને લઘુ લોકો પ્રત્યે અરુચિ રાખવી. આવી મનોદશા છે..તેવા માં સમાજ શું વિકાસ તરફ પગરણ ભરસે..????વિચારવા
યોગ્ય તો ખરું
શૈલેષ.બી.કાપડી.(સંપાદક:સાધુવંદના) રાજકોટ
No comments