DMCA compliant image સમાધિસ્થ સાધુ - sadhuvandna

Header Ads

Breaking News

સમાધિસ્થ સાધુ

 

માધિસ્થ સાધુ

શ્રી ગંગારામબાપુ હરિયાણીના દેવ લોકગમન, સરંભડા પ્રાથમિક

શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક અને કાલાવડ મંડળના મહંત

સરંભડા ગામની તેમની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સેવકો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો

તેઓ આજીવન શિક્ષક અને મૌન લોકસેવક હતા. તેમણે બોરડી, બાબાપુર સરંભડાસહિત અનેક ગામોમાં સમર્પિત શિક્ષક તરીકે સેવા આપી હતી. તેઓ જીવનભર બાબાપુર સર્વોદય સંસ્થા સાથે જોડાયેલા રહ્યા. સર્વોદયના અનુષ્ઠાનમાં લીન થઈને તેમણે એ લોકોને સત્ય, પ્રેમ, કરુણાનો પાઠ ભણાવ્યો.

 અમરેલી, સરંભડા  પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને કાલાવડ (વિસાવદર) વૈષ્ણવ સાધુ માર્ગી  સમાજના મહંત શ્રી ગંગારામબાપુ હરિયાણી (98)વર્ષ  ની વયે એ દેવલોક પામતા સમસ્ત ગામ શોકમય બની ગયું હતું

તેઓએ  સમાજને રોજબરોજ સશક્ત બનાવવાનું જીવનભરનું કાર્ય કર્યું હતું .અને સમાજ ને સંસ્કત



 બનાવવા ના જીવન પર્યંત પ્રયત્નો કર્યા  હતા.

પૂજ્ય શ્રી  મોરારીબાપુ ગત સમયે તેમના

ક્ષેમકુશળ  સમાચાર પૂછવા આવ્યા હતા. તેઓ  પૂજ્ય શ્રી મોરારીબાપુના બિલકુલ નજીકના સાથી હતા. માનવ મંદિરના પૂ.ભક્તિરામબાપુ સહિત અનેક સંતો મહંતો તેઓ જયારે માંદગીમાં હતા ત્યારે તેમના ક્ષેમકુશળ  પૂછવા માટે આવ્યા હતા.

આજે અચાનક તેઓ સમાધિસ્થ  થતાં ગામમાં અને વૈષ્ણવ સાધુ સમાજમાં ફરી એક વખત શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ તકે  શ્રી હરિદાસબાપુહરિયાણી (કાલસારી), મગનબાપુ દુધરેજીયા (રાવણી) મથુરદાસબાપુ (હાથીજણ) પ્રવિણબાપુ ગોંડલીયા, રૂજુલભાઈ ગોંડલીયા, અશ્વિનભાઈ દુધરેજીયા (વિસાવદર) તેઓની પાલખી નિમિત્તે પ્રેમદાસભાઈ ગોંડલીયા (દેવગામ), મોતાભાઈ રાજુભાઈ, કાળુભાઈ રાજુભાઈ, કાળુભાઈ, કાળુભાઈ, કાકાભાઈ, કાકાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખૂબભાઈ માંજરીયા ભીખુભાઈ દુધાત, ભીમજીભાઈ કાનપરીયા, બહાદુરભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:શૈલેષ.બી.કાપડી રાજકોટ


No comments