DMCA compliant image આઝાદી અમૃત મહોત્સવ 2023 અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ - sadhuvandna

Header Ads

Breaking News

આઝાદી અમૃત મહોત્સવ 2023 અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ

 


આઝાદી અમૃત મહોત્સવ 2023 અંતર્ગત

મેરી મિટ્ટી મેરા દેશ

 

સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી ના આદેશ અનુસાર આખા દેશમાં 75 વર્ષ આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે આખા દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાય રહ્યો છે દરેક સંસ્થા ગામ શહેર અને કોર્પોરેશન સાથે નગરપાલિકા મહાનગરપાલિકાઓ આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે

 સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ ગુજરાત રાજ્યમાં એકમાત્ર દીકરીઓ માટેની સંસ્થા રહી છે ત્યારે સીતારામ કન્યા છાત્રાલય ના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત આ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા અને સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે આજરોજ તારીખ 13 8 2023 ને રવિવાર ના સવારે આઠ વાગે થી 10:00 વાગ્યા સુધી મહામંડલેશ્વર એવા સવરા મંડપ ના અજય બાપુ મેસવાણિયા પ્રોફેસર એવા પ્રવીણભાઈ દેસાણી દાતાશ્રી એવા યોગેશભાઈ હરજીવનદાસજી દુધરેજીયા સંદીપભાઈ દુધરેજીયા જનકભાઈ દાણીધારીયા મધુર યુનિયન ના મંત્રીશ્રી જુનાગઢ મુકેશભાઈ ગોંડલીયા ટ્રસ્ટી શ્રી સાથે દાતા શ્રી વિનુભાઈ ગોંડલીયા મૂળ સાતલપુર જુનાગઢ અને ધીરુબાબુ દેસાણી આ સહુ સમાજ અગ્રણીઓ ની હાજરીમાં ગુજરાતની એકમાત્ર છાત્રાલય સીતારામ કન્યા છાત્રાલય પૂજ્ય બાપુના આશીર્વાદથી અને પ્રેરણાથી દીકરીઓની છાત્રાલય એટલે આ પ્રેરણાનું પ્રતિક છે અને દીકરી એટલે તુલસીનો ક્યારો તો ખરો પણ અમારા સમાજ અને આપણા વૈષ્ણવ માર્ગે સાધુ સમાજની દીકરીઓ ની કન્યા છાત્રાલય આજે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન સાથે રાષ્ટ્રગીત તમામ દીકરીઓની હાજરી અને ઉપસ્થિતિ સાથે અર્ચના ગોંડલીયા એનસીસી કેડેટ તથા મીનાબેન દાણીધારીયા ગૃહ માતા અને અવારનવાર રજાના દિવસોમાં હાજરી આપી અમારા આર.કે બાપુ દુધરેજીયા વિદ્વાન હાજર ન હોવા છતાં પણ એમની શુભેચ્છાઓ અને એમની શિક્ષક બંધી ના પુરાવા રૂપ એવા કૌશિકભાઇ મેસવાણિયા ના માર્ગદર્શન નીચે અથાગ પ્રયત્નો સાથે અને ઉત્સાહી એવા ઇન્ચાર્જ પ્રમુખ મહેશભાઈ દુધરેજીયા ના ઉત્સાહ સાથે અને જગદીશભાઈ ગોંડલીયા અશ્વિનભાઈ દુધરેજીયા આ બધા તમામ ટ્રસ્ટીઓ ની શુભેચ્છા સાથે આ કાર્યક્રમ નો આયોજન થયેલ ખુબ સુંદર રીતે મારી મિટ્ટી મેરા દેશ અંતર્ગત હાથમાં માટી લઈ કૌશિકભાઇ મેસવાણિયાએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા બોલાવી શહીદોને યાદનો સ્મારક ની સામે રહી અગ્રણીઓ દાતાઓ મહામંડલેશ્વર અજય બાપુ બધાએ હાથમાં માટી રાખી આ પંચ પ્રાણ પ્રતિજ્ઞા સહુએ લીધી ત્યારબાદ સુંદર મજાનું ભાષણ અર્ચનાબેન ગોંડલીયા એનસીસી કેડેટ તેમજ ધોરણ નવ ની એક બાલિકાએ સુંદર મજાની શહીદો વિશે દેશભક્તિ વિશે સ્પીચ આપે અને નાની બાળાઓએ દેશભક્તિ નું અભિનય ગીત રજૂ કરી બધાને મુક્ત કરી દીધા. આપણે સીતારામ કન્યા છાત્રાલયમાં કદાચ આવો કાર્યક્રમ પ્રથમ વખત રજૂ થયેલ ખુબ જ સરસ રીતે આપણા સમાજને દીકરીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા સહુનો સહકાર અને સાથ અને શુભેચ્છાઓ થી સીતારામ કન્યા છાત્રાલય જુનાગઢ ધન્ય બની આવા કાર્યક્રમ થવાથી દીકરીઓમાં ઉત્સાહ અને પ્રેરણા નું સ્ત્રોત જાગૃત થયો અન્ય સમાજની જેમ આપણા સમાજની દીકરીઓ પ્રેરણા બને પ્રેરક સ્ત્રોત અને મોટીવેશનના ઉદાહરણો બને અને સમાજને આપણે દીકરી અરુણિમા સિંહા કલ્પના ચાવલા સુનિતા વિલિયમ અને રાણી લક્ષ્મીબાઈની પણ આપણા સમાજને જરૂર છે

આમ જોઈએ તો નારી તું નારાયણી અને દીકરીનો રૂપ દેવી સ્વરૂપ છે પ્રોફેસર પ્રવીણભાઈ દેસાણી જુનાગઢ એ પણ સુંદર પ્રસંગો ચિત વક્તવ્ય આપી દીકરીઓને મુક્ત બનાવી દેશમાં અને વિદેશમાં આપણા સાધુ સમાજના સંતાનો હંમેશા અવલ બને અને હરણફાળ દોડમાં શિક્ષણ હોય રમત હોય સંગીત હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આપણા સમાજના દીકરાને દીકરી કાયમ રહે આગળ એવી હનુમાનજી મહારાજ તથા રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરીએ આજના કાર્યક્રમની મીઠાઈ યોગેશભાઈ દુધરેજીયા એ આઈસ્ક્રીમ રૂપે દીકરીઓને અર્પણ કરી મીઠું મોઢું કરાવી આ પહેલા પણ એમણે છાત્રાલયમાં ફિલ્ટર તેમજ આઠ પંખાઓ ના દાતા બન્યા સાથે સાથે વિનુભાઈ ગોંડલીયા મધુરમ જુનાગઢ એમનો ઉત્સાહ પણ પ્રેરણાદાયી છે આ કાર્યક્રમમાં દીકરીઓ માટે પાંચ પંખા નું અનુદાન તેમના તરફથી મળેલ સાથે સાથે પ્રોફેસર પ્રવીણભાઈ દેસાણી દીકરીઓને રોકડ પુરસ્કાર પણ આપેલ

બસ હું એટલું જરૂર કહીશ કે મારા આર કે બાપુ દુધરેજીયા ને ગેરહાજરી પણ એમની શુભેચ્છા અને પ્રેમના સાથે કાર્યક્રમમાં મેરી મિટ્ટી મેરા દેશ તમામ વ્યવસ્થા અને દીકરીઓને તૈયાર કરવા માટે શ્રી કૌશિકભાઇ મેસવાણિયા હાઇસ્કુલ રાણા વડવાળા જુનાગઢ રહેવાસી હાલ દીકરીઓમાં ઉત્સાહ પૂરો પાડી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ તમામ ના સાથે કાર્યક્રમ ધન્ય બન્યો મા ભોમ અને અંગ્રેજો ની ગુલામી અને લાચારી માંથી બહાર કાઢનારા નરબંકા એવા આપણા શહીદ વીરો સ્વતંત્ર સેનાનીઓને વંદન કરીએ કોટી કોટી વંદન કરીએ અને આજે જે આઝાદીની સુવાળ લઇ રહ્યા છે મંગળ પાંડેથી માંડી ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી જેવા અનેક શહીદો ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સુખદેવ રાજગુરુ ની બલિદાની અમે યાદ કરી હરિયાળી ધરતીનું ભારત હંમેશને માટે કાયમ પ્રગતિ કરતું રહે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને તમામ દેશવાસીઓનું સ્વપ્ન ભારત આપણો દેશ વિશ્વકક્ષાએ અવલંબને અને આ માટીની સુગંધાખા વિશ્વમાં ફેલાય એવું પ્રેરક ભાષણ કૌશિકભાઇ મેસવાણિયાએ આપી આ કાર્યક્રમને ધન્ય બનાવો પ્રયત્ન કરી આજના કાર્યક્રમ નો જય હો સીતારામ કન્યા છાત્રાલયનો જય હો વૈષ્ણવ સાધુ સમાજ ની દીકરીઓનો જય હો અને સમાજનો જય હો

પૂજ્ય બાપુ એવા મોરારીબાપુ નું સાર્થક સપનો પૂજ્ય બાપુના પ્રેરક મિશ્રા માં દીકરીઓ ધન્ય બને આગળ વધે અને અવલબને એવી આપણા સમાજની સેવના ને સાર્થક બનાવવા આવા કાર્યક્રમો થતા રહે તો જરૂર આપણે દીકરીઓ અને દીકરાઓ વિશ્વ કક્ષાએ સાધુ સમાજનું નામ રોશન કરતા રહે અન્ય સમાજને પ્રેરણા આપતા રહે જય હિન્દ જય ભારત આઝાદી અમર રહો વંદે માતરમ ઈન્કલાબ જિંદાબાદ અને ભારત માતાકી જય ના ઘોશ નારા સાથે કાર્યક્રમ શુભ અને સફળ રહ્યો તમામ ટ્રસ્ટીઓએ વાહ વાહ અને શુભેચ્છા ને વરસાદ વરસાવી અમેરિકામાં હાલ હરેશભાઈ દુધરેજીયા જે પ્રમુખ હોય તેમ જ અમારા ખૂબ જ ઉત્સાહી ઇન્ચાર્જ પ્રમુખ મહેશભાઈ દુધરેજીયા પણ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપે આ કાર્યક્રમને સફળ બનાવવા સહુનો પ્રયત્ન ઉગમ પરિશ્રમ અને સખત મહેનત સાથે કાર્યક્રમ ધન્ય બન્યો

સાંજના સમયે રાષ્ટ્રગીત બોલી સાંજના છ વાગે કન્યા છાત્રાલય જુનાગઢ ની મુલાકાત તે આવેલ પ્રફુલભાઈ દુધરેજીયા હરિદાસ બાપુ દુધરેજીયા સેલ મિડીયા રાજકોટ તુલસીદાસ બાપુ ગોંડલીયા તથા ની હાજરી પ્રેરણા સાથે આ કાર્યક્રમ સંધ્યા ટાઇમે શુભેચ્છા આપવા આવેલ જય હો ધન્ય હો સમાજના દીકરા અને દીકરીઓ નવલ બને અને જરૂર બનશે

 

અહેવાલ:કૌશિકભાઈ મેસવાણીયા જૂનાગઢ


No comments