જ્ઞાતિ સમાચાર
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય
સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ ના પુજ્ય મહંત શ્રી ભરતબાપુ ના પ્રપોત્ર બાળ
ઠાકર શીવાસ બાપુ (ટુગલી) ના ચૌલકર્મ સંસ્કાર (ચુડા કરમ) વિધી કરવામાં આવી હતી. આ
સમગ્ર ધાર્મિક મહોત્સવ નું આયોજન અને સંચાલન પુજ્ય અલ્પેશ બાપુ ના માર્ગદર્શન હેઠળ
કરવામાં આવ્યું હતું. ચૌલ સંસ્કારને ચૂડાકરમ સંસ્કાર પણ કહે છે. ચૂડા એટલે માથાના
વાળનો સમૂહ. બાળકના જન્મ પછી માથાના બધા વાળ પ્રથમ વખત દૂર કરવામાં આવે છે. આ રીતે
મુંડન કરવાની પ્રક્રિયાને ચૌલ સંસ્કાર કહે છે. આયુર્વેદ મતાનુસાર આ સંસ્કાર ત્રીજા
વર્ષે કરવામાં આવે છે. વર્તમાનમાં પણ આ સંસ્કાર પ્રચલિત છે. એ માટે મુંડન કરાવવું
કે વાળ ઉતારવા જેવા શબ્દો પ્રચલિત છે. ચૌલકર્મ એ ભારતીય સંસ્કૃતિ ના સોડ સંસ્કાર
માં આઠ નંબર નો આ સંસ્કાર છે. આ પ્રસંગે અનેક કુંવારીકા બાળાઓ ને ભોજન પ્રસાદ ની
વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ લાણી આપવામાં આવી હતી. તેમજ રાંદલ માતાજીના લોટા
તેડવામા આવ્યા હતા.
અમદાવાદ ઠાકોરભાઇ દેસાઇ હોલ
ખાતે ઓમરુષી દ્વારા વેદાંત ભાસ્ય પુસ્તક નું
વિમોચન પ્રસંગે પુજનીય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પુજનીય
સંતો મહંતો નું કર્ણાવતીઓ એ રહ્દય ના ભાવથી સ્વાગત સન્માન કર્યુહતું. આ પ્રસંગે
મને નીરંજનભાઇ રાજ્યગુરુ એ કહેલી વાત ખાસ યાદ આવે છે.
યતો ધર્મ સ્તતો જય...
ધર્મ એ વ્યવસ્થા છે અને
અધ્યાત્મ એ અવસ્થા છે. આપણી પ્રજા પાસે બૌદ્ધિક સંપતી અઢળક છે, સ્થુલ રાજસીક સંપત્તિ પણ છે માત્ર સાત્વિક એવી
આધ્યાત્મિક સંપત્તિ ની આજે ઉણપ વરતાય છે. અને એ માટે તમામ ધર્મ પંથ સંપ્રદાયોના
અધિપતિઓ એ સંકુચિત મનોદશા છોડીને એકજ મંચ ઉપર પોતાની એકતા અને દેશભક્તિ સીધ્ધ કરવી
પડસે... સનાતન ધર્મ અને વેદ ઉપનિષદ ની રુચાઓ ને મજબુત કરવા માટે પુજનીય સંતો 24કલાક જાગૃત જ હોય છે. પરંતુ જૈન પરિવાર માં જન્મેલા
છતાં પણ સનાતન ધર્મ પ્રત્યે અવસ્મરણીય લગાવ ને સમર્પણ અને સ્વિકાર ની ભાવના સાથે
ઓમ રુષી દ્વારા આયોજીત વેદાંત ભાસ્ય પુસ્તક વિમોચન પ્રસંગે પુજનીય સંતો ને માન આપી
આમંત્રીત કરી સન્માનિત કર્યા એ બદલ અને આ
સનાતન ધર્મ ના સત્કાર્ય ની અંદર આહુતિ આપનાર અરવિંદભાઇ બ્રહ્મભટ્ટ અને કૌશિકભાઇ
મહેતા અને સમગ્ર વ્યવસ્થા સમીતી ના તમામ સભ્યો ને સાદર સહ્રદયી આભાર સહ સાધુવાદ...
ઠાકર અને ભગવાન શ્રી વડવાળા દેવ ના આશીર્વાદ આપ સૌ પર વરસતા રહે એજ અભ્યર્થના....
No comments