કૃષ્ણની
લીલા અપરંપાર
કોઈ તને
તારણહાર કહે તો કોઈ તને જગતનો નાથ, કોઈ તને દ્વારિકાધીશ કહે તો કોઈ તને સોનાની નગરી નો રાજા..
કૃષ્ણ તારો
સાથ જો બધા સાથે હોય તો દુનિયામાં કોઈના સથવારા ની કોઈને જરૂર નથી. કૃષ્ણ તારું
નામ લેતા જ તન અને મન આનંદિત અને પ્રફુલિત થઈ જાય છે. મનમાં તથા તનમાં એક નવો જ
જુસ્સો તથા અલગ જ પ્રકારની દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ હોય એવો આભાસ તથા અહેસાસ થાય
છે.આમ તો હું આજે તારું વર્ણન કરવા માટે એક કલમ અને કાગળ લઈને બેઠી છું પણ,
તારી વાતો તો ઘણી બધી અપરંપાર છે કે એ ક્યારેય પણ ખતમ જ
નહીં થાય અને મારા આ કાગળના કાગળ પણ ટૂંકા પડશે તારું વર્ણન કરવા માટે. આમ તો ઘણા
બધા લોકો તારી ઘણી બધી રીતે સેવા, પૂજા, અર્ચના અને કેટલી બધી જાતના જાપ કરતા હોય છે. અને આમ પણ
કહેવા જઈએ તો જેવો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ,
લાગણી અને ભાવ એ પ્રમાણે તે તારી પૂજા અર્ચના અને તારી
ભક્તિ કરતા જોવા મળે છે.
શ્રીકૃષ્ણ
શરણમ મમ:
કવિયિત્રી: જાગૃતિ
ચાલને હું પાછી નાનું બાળક બની જાવ !!
ચાલને હું પાછી દુનિયાનો ડર છોડી દઉં !!
ચાલને હું પાછું મારું બાળપણ જીવી લઉં !!
ચાલને હું પાછી થોડાક તોફાન ને મસ્તી કરી લઉં !!
ચાલને હું પાછી કોઈના ખીજાવવાના ડરથી સંતાઈ - સંતાઈને થોડાક તોફાન કરી લઉં !!
ચાલો હું પાછી સવારે થોડી મોડી ઉઠી લઉં
ચાલને હું પાછી એક વાર શાળાએ લેસન ન કર્યા વગર જાવ !!
ચાલને હું પાછું મારું બાળપણ જીવી લઉં !!
ચાલને હું પાછી એકવાર શિક્ષકનો માર ખાઈ લઉ !!
ચાલને હું પાછી નાના ભૂલકાઓની જેમ રમી લઉં !!
ચાલને હું પાછી એક
વાર શિક્ષકો પ્રત્યે નો ડર મનમાં રાખી લઉં !!
એ જિંદગી તું થોડીક પાછી પાછળ ચાલને તો હું ,
મારું બાળપણ પાછું બસ એક વખત જીવી લઉં !!
કવિયિત્રી જાગૃતિ
No comments