DMCA compliant image મારાવિચારો મારી કલમે - sadhuvandna

Header Ads

Breaking News

મારાવિચારો મારી કલમે

 

મારાવિચારો મારી કલમે

 સમય સાથે સાવચેતી 

 (હેમાલી એ…આત્માનંદી )

    આજનો યુગ એટલે આધુનિક યુગ, અને ઝડપી વિકાસનો સમયગાળો. કારણ કે આ સમયમાં વ્યક્તિને બધીજ ચીજ વસ્તુઓ ઝડપી જોઈએ છે. જેમ કે પૈસા કમાવવાનો ટુંકો રસ્તો કયો છે? ઓછી મહેનતે કયા કામમાં ફાયદો થાય? બસ હંમેશાં કઈ વસ્તુને ઝડપથી પામી શકાય એ જ મહત્વનું માને છે, પછી આવી વસ્તુઓ મેળવવા વ્યક્તિ ક્યારેક ન કરવાના કૃત્યો કરી બેસતા હોય છે. એ પછી ચોરી, બળાત્કાર, ડ્રગ્સ - દારૂના ધંધા. કેમ કે તેનામાં સમય સાથે સમજણનો અભાવ હોય છે. અને ધીરજ પૂર્વક કાર્ય કરવાની તો આજે વાત જ ન થાય. એક ફોટો ડાઉનલોડ થવામાં થોડો સમય વાર લાગે તો પણ ગુસ્સે થઈ જવાય છે. લોકોમાં ધીરજ અને સહનશક્તિ આજે ઠબ થઈ ગયા છે.

 

                  આજે સમસ્યાઓ ક્યાંથી ઉદભવે છે? એ પ્રશ્ન આપણા સૌને માટે મૂંઝવણ ભર્યો છે. જ્યારે આપણે કોઈ મુશ્કેલી આવે ત્યારે જ આપણે કઈ રીતે ઉકેલી શકાય તે વિચારતા હોય છે. પરંતુ સમસ્યા ઉદભવે જ નહીં એની માટે પહેલેથી નથી વિચારતા સાચું ને? જેમ કે દિકરી ભાગી જાય છે પછી જ આપણે એ સમસ્યાને ઉકેલવાના પ્રયત્નો કરતા હોય છે પણ તમારી દિકરીનું વર્તન કેવું છે? ક્યાં જાય છે? મોબાઈલમાં શું કરે છે? એ બધી પહેલેથી જ તપાસ કરીને તકેદારી રાખી હોય તો આ સમસ્યા આવે જ નહિ ભાઈ.. પણ આપણે એવો વિચાર જ નથી કરતા ક્યારેય અને એ જ આપણી સમસ્યા છે.

 

                  સમયની સાથે સમજણ તો હોય જ છે પણ સાવચેતી ની વાત આવે ત્યાં આપણે બે ડગ પાછળ જ હોય. આજનો યુવાવર્ગે વોટ્સએપમાં વિઘરયેલો, ટેલિમાં ટિંગાયેલો, ફેસબુકમાં ફસાયેલો અને ઇન્સ્ટામાં અટકાયેલો જોવા મળે છે.  અને મોટા ભાગે

 

 આ સોશિયલ મીડિયામાં જ છેતરામણીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે મને કહેતા દુઃખ થાય કે અમુક દીકરા દીકરીઓ એવાં પરાક્રમો કરે છે ત્યારે માવતરને એ જીવતાં લાશ સમાન બનાવી દે છે. બસ કોઈ કારણ ન હોય અને ફાલતુ ચેટમાં સમય બરબાદ કરે જે તે ફોટાઓ મોકલી જેવી તેવી વાતો કરે અને થોડા દિવસમાં તો ઓડકાર આવે


વાત એક કૃષ્ણની ... 

(હેમાલી એ.)

(આત્માનંદી )

      

કહેતા કૃષ્ણ કૃષ્ણ હવે તો, હોઠ સુકાય મારા જીવન મારું કર્યું સમર્પિત, 'કાન' ચરણે તારા

રાધાના હૃદયમાં વહેતી, સદા કૃષ્ણ નામની ધારા

કૃપા કરજો અમ પર સદા, હે દેવકી ના દુલારા

રાખી લાજ અર્જુનની તમે, બન્યા રથ હાકનારા

ભક્તોના ભાવમાં રહેતા, મુકુટ ધારણ કરનારા


નથી એક પક્ષમાં કૃષ્ણ, એ સૌનું હિત ઈચ્છનારા

વારે આવી પ્રભુ પલ ભરમાં,બધા જ કષ્ટ હરનારા

હોય જયાં વાસ સત્યનો, ત્યાં તમો પ્રગટ થનારા

કરે કાયમ લીલા નીત-નવીન, એ ગોપીઓના પ્યારા

અરજ કરે 'આત્માનંદી' પી જજો, મારા દુઃખ ના કટોરા નમું તમને વારંવાર, હે સૃષ્ટિના કણે કણમાં વસનારા

No comments