DMCA compliant image સોશ્યિલ મીડિયા - sadhuvandna

Header Ads

Breaking News

સોશ્યિલ મીડિયા

 

 

                           શ્યલમીડિયા       મારી કલમે

સો   

હું જયારે જયારે શિક્ષણ નો ઉલ્લેખ કરું છું ત્યારે એક સવાલ જરૂર ઉદ્ભવે છે કે આપણે સોશ્યિલ મીડિયા ના માધ્યમ દ્વારા કોઈ આર્ટિકલ મોકલીએ છીએ ત્યારે સમાજ ને અનુલક્ષી સમાજ ઉપયોગી અને સમાજ ને અસર કરતા આર્ટિકલ લખી મુકીયે છીએ પરંતુ સોશ્યલમીડિયા લોકો વાંચે છે કે નથી વાંચતા એ આપડે નક્કી ના કરી શકીયે જયારે જે મુદ્દા ઉપરે આર્ટિકલ હોય એ વિષય ઉપર ચર્ચા શરુ થાય ત્યારે અહેસાસ થાય કે જે આર્ટિકલ લખવા નો પરિશ્રમ કરેલ એ વ્યર્થ હતો કારણ કે સોશ્યિલ મીડિયા માં ભિન્ન ભિન્ન વર્ગ ના લોકો હોય છે તેમાંથી એક વર્ગ જે ફક્ત સોશ્યિલ મીડિયા ને મનોરંજન નું માધ્યમ માની ઉપયોગ કરતા હોય છે આવા વર્ગ થી સમાજ ને  ફાયદો થશે એ એક આપડી ભૂલ ભરેલ કલ્પના છે  કેવા પ્રકાર ના મનોરંજન માનતા હોય એ એક  રિસર્ચ દ્વારા જાણીયે તો.એક વર્ગ ફક્ત સુંદર મહિલાઓ ની તસવીરો નો શોખીન હોય, આ વર્ગ માં દરેક વય ની વ્યક્તિ સામેલ હોય છે તેમાં જોવા જઇયે તો યુવા વય કરતા પુખ્ત વય ના  પુરુષો ની સંખ્યા વધારે પ્રમાણ માં જોવા મળતી હોય છે,આવા વર્ગ ના લોકો તમને પ્રત્યક્ષ નથી દર્શાતા નથી  પરંતુ તેઓ ની સોશ્યલમીડિયા ઉપર મુકેલ તસવીરો ઉપર થી જાણી શકાય.એવું એક સ્ટડી દ્વારા કહી શકાય જયારે અન્ય એક વર્ગ ઉપર પ્રકાશ પાડીયે તો તેઓ સોશ્યલમીડિયા માં બિઝનેશ ને શોધતા હોય છે ,આવા વર્ગ ની વ્યક્તિ પણ સમાજ ને ઉપયોગી નથી થતી ,અન્ય વર્ગ ઉપર નજર

                                                                                                                          

 

નાખીયે તો એકબીજા ને પરેશાન કરી પોતાનો પિશાચી આનંદ લેતા હોય છે ,આવા ઘણા પ્રકાર ના લોકો જોઈ શકાય ત્યારે મોટા મોટા સમાજ સુધારકો ને પણ થતું હશે કે અમોએ કેવા પ્રકાર ના સમાજ નું ઘડતર કરવાની પ્રેરણા લીધી હશે જે ખરેખર હાસ્યાસ્પદ લાગે છે.ટૂંક માં કહીયે તો સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી કોઈ સમાજ સુધારાઓ નથી થતા એમને માટે હંમેશા જમીની હકીકત જાણવી જરૂરી છે ,હા એટલું જરૂર થી કહી શકાય કે સોશ્યલમીડિયા થકી સમાજ ની માનસિકતા જરૂર પારખી શકાય કોઈ પણ મોટા મોટા લેખકો સમાજસુધારકો કવિઓ જે સોશ્યલમીડિયા ના માધ્યમ થી સમાજસુધાર કાર્ય સફળ થશે તો એ સ્વપ્ન અસંભવ છે કારણ કે સમાજ જે તેમની જાતને શિક્ષિત માને  છે એજ સમાજ ક્યારે કોઈ વિખ્યાત લેખકો ના લેખ ધ્યાન થી નથી વાંચતા અને જો વાંચે છે તો ક્ષણભર પૂરતું જ્ઞાન રહે છે ટૂંક માં કહીયે તો કોઈ શિક્ષિત લોકો ને વાંચન માં રુચિ નથી ફક્ત સોશ્યિલ મીડિયા માં કંઈક મેળવી લેવાની જંખના સેવી ને સોશ્યલમીડિયા નો ઉપયોગ કરે છે  જે એક દુઃસ્વપ્ન છે જે ક્યારેય ફલિત નથી થતું

અહીંયા કહેવાનો તાત્પર્ય એવો નથી કે દરેક સોશ્યલમીડિયા ધારક ને આપડે દરેક શ્રેણી માં ગણી લઇએ એક વર્ગ આધ્યાત્મિક ને પણ પ્રાધન્ય આપતો હોય છે તો એક વર્ગ શિક્ષણ ને ,તો કોયી વર્ગ સેક્સ વિષયક ઉપર પણ હોય છે.કોઈ વર્ગ વાંચન નો શોખીન હોય છે આવા અનેકો અનેક વર્ગ જોવા જાઈએ તો દૃસ્યમાન થાય પણ બશર્ત એટલી કે તમારી પારખું નજર હોવી જરૂરી છે







No comments