સ્પોર્ટ્સ
1677 દિવસ પછી વિરાટે ફટકારી સદી, નોંધાવ્યા આટલા રેકોર્ડ
પોર્ટ ઓફ સ્પેનઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટસમેન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે, પરંતુ એ પણ 1677 દિવસ પછી. કોહલીએ બીજા દિવસે શેનન ગેબ્રિયલના બોલમાં ચોક્કો મારીને સદી પૂરી કરી હતી. સદી ફટકારવાની સાથે વિરાટે બીજા રેકોર્ડ પણ નોંધાવ્યા છે, જ્યારે ડોન બ્રેડમેનની બરોબરી કરી છે.
10 ચોગ્ગાની મદદથી 180 બોલમાં સદી મારી હતી. જોકે, એનાથી આગળ બેટિંગમાં રમતા 121 રને રન આઉટ થયો હતો, જેમાં 206 બોલમાં 121 રન ફટકાર્યા છે. જોકે, ટેસ્ટ કારર્કિદીમાં કોહલીની 29મી સદી ફટકારી છે. આ સદીની સાથે વિરાટ કોહલીની ઈન્ટરનેશનલ સદીની સંખ્યા 76 થઈ છે. વિદેશમાં બહુ લાંબા સમયગાળા બાદ વિદેશની ધરતી પર અનેક સદી ફટકારી છે, પરંતુ આ સદી અને છેલ્લી સદી વચ્ચે બહુ મોટું અંતર છે. 16 ડિસેમ્બર, 2018માં ઓસ્ટ્રેલિયામાં કોહલીએ સદી કરી હતી.
એક અંદાજ પ્રમાણે લગભગ 1,677 દિવસ અને 31 બેટિંગ પછી વિદેશની ધરતી પર સદી ફટકારી છે. કોહલીની વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ટેસ્ટની સદી છે, જેમાં અગાઉ નોર્થસાઉન્ડ 200 અને રાજકોટ ટેસ્ટમાં 139 રન માર્યા હતા.
કોહલીએ હવે ટેસ્ટની સદીમાં ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેનની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ આ વર્ષે બીજી સદી કરી છે. આ અગાઉ તેને માર્ચ મહિનામાં ઓસ્ટ્રિલયાની સામે અમદાવાદ ટેસ્ટ મેચમાં 186 રનની ઈનિંગ રમ્યો હતો. કોહલીથી વધારે ટેસ્ટમાં સદી સ્ટીવ સ્મિથ (32) અને જો રુટ (28)ના નામ છે, જ્યારે કેન વિલિયમ્સન (28)ને પાછળ રાખી દીધા છે.
વિરાટ કોહલીની કારર્કિદીની આ 500મી ઈન્ટરનેશનલ મેચ છે, જેમાં શાનદાર રમત રમીને આ ઈનિંગને યાદગાર બનાવી લીધી છે. આ અગાઉ કોઈ પણ બેટસમેન પોતાની 500મી મેચમાં 50 રન પણ બનાવી શક્યો નથી. આ અગાઉ 500મી મેચમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ કુમાર સંગકારાના નામે છે.
કુમાર સાંગકારાએ 500મી મેચમાં 48 રન કર્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમતા જેક્સ કાલીસને પાછળ રાખીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવા મુદ્દે પાંચમા ક્રમે આવ્યો છે. વિરાટે નોંધપાત્ર ઈનિંગ રમીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 2000 રન પૂરા કર્યા હતા. વિરાટના સિવાય ભારતીય બેટ્સમેનમાં રોહિત શર્મા જ આવું કરી શક્યો છે
No comments