DMCA compliant image વૈષ્ણવ સાધુ પરંપરા - sadhuvandna

Header Ads

Breaking News

વૈષ્ણવ સાધુ પરંપરા

 

વૈષ્ણવ  સાધુ   પરંપરા

લેખન/ સંકલન- હિતેશ હરિયાણી (ત્રાકુડા)

|| જય સિયારામ ||

" સંતોષી અને સમદર્શી જેના અંતરમા નહી ભેદ

ભલુ ભાખે આખા વિશ્વનું મારો સાધુ ફરતો વેદ....

 પૂર્વભૂમિકા

આપણે સાધુ સંત પરંપરા વિષે વાત કરીએ તો આપણી વૈષ્ણવ સાધુ પરંપરા નુ મૂળ પશ્વિમ ભારતમાંથી શરુ થાય છે એટલે સૌ પ્રથમ આ માટે પૂર્વભૂમિકા મા થોડા પ્રકરણમાં સંત સાહિત્ય રજુ કરશું અને બાદમાં ચતુ: સંપ્રદાય અને તેમા રામાનુજ અને નિમ્બાર્ક પરંપરા વિશે જાણકારી મેળવશુ...  *પશ્ચિમ ભારતની સંત પરંપરા

ભારતનાં પશ્વિમ ભાગ માં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર આવેલું છે તે તેની ભૌગોલિક, પ્રાકૃતિક, રાજનૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિશિષ્ટ રહેલ છે. નર્મદા નદી ની નીચેનો ભાગ દક્ષિણ દ્રવિડિસ્તાન કહેવાય છે જયારે નર્મદા ના પૂર્વ ભાગ અને ઉતર ભારતને 'આર્યાવર્ત' કહેવાય છે ભારતનો પશ્ચિમ ભાગમાં સમુદ્ર, પર્વતો રણ અને જંગલથી ઘેરાયેલો છે તેથી તેમા વસવાટ કરતા લોકો જુદા સાંસ્કૃતિક અભિગમ વાળા છે જેમકે પશ્વિમ ભારતનો પશ્વિમ કિનારો સમુદ્ર થી જોડાયેલો છે આ દરિયાઈ માર્ગે વિદેશી પ્રજાઓ વેપારીઓ સહેલાઈથી આવતા જયારે ઉતર પૂર્વમા હિમાલય હોવાથી અન્ય પ્રજાનો સંપર્ક પ્રમાણમાં ઓછો રહેતો. પશ્વિમ ભારતમાં અખાત, ભૂશિર, બેટ વગેરે હોવાથી તેની ભૂમિનો મિજાજ અલગ હોય છે એટલે તેની સાસ્કૃતિક આબોહવા સ્વાભાવિક ફરક વાળી હોય...

ભારતમાં વેદ ધર્મ, બૌદ્ધ ધર્મ ની મુખ્ય ધારા હતી જૈન ધર્મ બિહાર માથી ઓરિસ્સા બંગાળ થઈને મદ્રાસ (ચેન્નાઈ) કેરાલા કર્ણાટક થઈને ગુજરાત રાજસ્થાન માં પ્રચલિત થયો અને સ્થાયી થયો આમ, પશ્વિમ ભારતમાં વેદ, બુધ્ધ,જૈન ત્રણેય મુખ્ય ધર્મ નો પ્રભાવ હતો આ પશ્વિમ ભારતની ભૌગોલિક સાસ્કૃતિક પરંપરા હતી.



પશ્વિમ ભારતમાં ભારતની મોટાભાગની પ્રજાનો વસવાટ છે નૃ-વંશ શાસ્ત્ર ની દ્રષ્ટિએ માનવજાતિ નુ તે પ્રતિનિધિત્વ કરે છે ભારતની સૌથી પ્રાચીન    સંસ્કૃતિ ના સ્થાનકો આ પ્રદેશમાંથી મળી આવ્યા છે એટલુ જ નહી પણ માનવજાતિ નું ઉદ્દભવસ્થાન આ વિસ્તાર સાથે જોડાયેલું છે આ પ્રદેશમાં વિદેશી પ્રજાઓ આવી તેમની સાથે સંઘર્ષ સહેજે થાય ને અંતે એ પ્રજા સાથેનો સમન્વય એ આ પ્રજાનો ગુણ છે.

સંત સાહિત્ય ની ધરોહર ભકિત આંદોલનમાં છે જે દક્ષિણ ભારતથી પ્રભાવિત છે જયારે સંતો સિંધુ અને સરસ્વતી નદી કિનારે હતા એથી વિશેષ ગંગા અને જમુના નદીના કિનારે પથરાયેલા રહયાં છે આ ભકિતનો પ્રભાવ અને સંતોનો પ્રભાવ  આ પ્રદેશોમાં ઝિલાયું છે ઘણી વખત ભક્ત અને સંત એકબીજામાં સમાઈ જતા અનુભવાય છે.

પશ્વિમ ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર નો કેટલોક પ્રદેશ અને આજના પાકિસ્તાન ના કેટલાક ભાગનો સમાવેશ થાય છે હવે આ પ્રદેશ ને તેના આંતર પ્રદેશો ને તેની આંતર ઓળખવાળા અલગ ભૂ-ભાગ છે જેમકે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર રાજસ્થાન માં મારવાડ, મેવાડના જુદા ઈલાકા છે મહારાષ્ટ્ર માં જુનુ દંડકારણ્ય ને વિદ્રર્ભ છે આવી વિવિધતા ને વિશાળ પ્રદેશ તેમજ તેમા રહેતી વિવિધ માનવજાતિ ઓ તેમની વિવિધ વિચારધારા ભાષા સંસ્કૃતિ સમ્રુદ્ધ છે અને તેથી તેનાં દરેક ના રંગ અલગ દેખાશે દરેક પ્રદેશમાં તેની નાના મોટી સંત-પંથ પરંપરા ઓ પણ ઼રહી છે મુસ્લિમ સતાને  કારણે ઈસ્લામ ધર્મ પણ આવ્યો. સુફી સંત પરંપરા ને પીર પરંપરા આવી તેની સાથે જ ભારતના દરેક પ્રદેશને  તેનુ ભક્તિ ને સંત સાહિત્ય રહયુ છે.

ભક્તિ અને સંત સાહિત્ય નો ઉદભવ કયારથી? તે સમય નક્કી કરવો કઠીન છે કારણકે ભકિત એ ભાવ સાથે જોડાયેલી છે સંત ભુમિકા માનવીના ચિતમા પડેલી છે ને તે  આત્મા ના ઓળખની એક પ્રક્રિયા છે તેનો સમય કેમ જાણવો? એટલુ કહી શકાય કે માનવમાં જે કાળે ભક્તિ ભાવ પ્રગટ્યો ત્યારથી ભકિત ને સંત સાહિત્ય નો જન્મ થયો તેના મુ ળ અને કુળ જાણવાની મથામણ ને વેદ અને ઉપનિષદ સુધી પહોચાડે છે.

ભારતનાં સાંસ્કૃતિક અને ધાર્મિક જનજીવનમાં જયો્તિ્રમય નક્ષત્રનો ઉદય ચૌદમી સદીમાં સ્વામી રામાનંદ સ્વરૂપે થયો સ્વામી રામાનંદે ભારતની ધર્મ સાધના અને ભક્તિ ધારાને એક નવો જ વળાંક આપ્યો ખાસ કરીને જ્ઞાન માર્ગી ભકિત ની અનોખી ધારાને એક નવો વળાંક આપ્યો ખાસ કરીને તેમણે જ્ઞાન માર્ગી  ભકિત ની અનોખી ધારા વહેતી મુકી આ ચૌદમી સદીમાં મુસ્લિમ આક્રમણ કારો સતાધીશ થયા હતા મુસ્લિમ સતાની સાથે ઈસ્લામ ધર્મ નો પણ પ્રચાર-પ્રસાર પણ થાય છે મુસ્લિમ ધર્મઝનુની કટ્ટર વાદ પણ આવ્યો સાથે મસ્ત ફકીરી હાલ દર્શાવતી સુફી સંત પરંપરા પણ આવી તે સમયે ભારતીય વૈદિક ધર્મ ના રક્ષણ માટેના પ્રયત્નો પણ થયા તેમા બ્રાહમણ વાદી કર્મકાંડ ધર્મના નામે વિસ્તર્યો અનેક દેવી દેવતા આવ્યા તેમનું પૂજન અર્ચન વ્રત તીર્થયાત્રા હોમ હવન ક્રિયા વિધિ આવી ને જો તેમ નહી કરો તો?? લોક સમાજમા ધર્મના નામે ભય પણ આવ્યો વર્ણવાદ  જ્ઞાતિવાદ માં પલટાયો વરવી અસ્પૃશ્યતા આવી ઉંચ નિચ ના ખ્યાલો જડ બન્યા તેવા સમયે ભારત મા રામાનંદ અને તેના સમર્થ શિષ્યો જેવાકે કબીર રૈદાસ વિગેરે એ ભકિત સંત સાધના ને વિસ્તારી......

રામાનંદ શ્રી સંપ્રદાય ના સ્વામી રાઘવાનંદ ને પોતાના ગુરુ માનતા હતા તેઓ એ રામાવત સંપ્રદાય નું સ્થાપન કર્યુ શ્રી સંપ્રદાય મા બે શાખાઓ શરૂ થઈ પહેલી શ્રી સંપ્રદાય 'બડકલૈ ' અને બીજી  શ્રી સંપ્રદાય 'તૈન્કલૈ' એમા બડકલૈ શાખા છે એ સંસ્કૃત ભાષા ને મહત્વ આપે છે તેમાં  નિમ્ન જાતિઓના લોકોને બ્રાહ્મણ થી નિચા ગણી સ્થાન આપવામાં આવતું નથી જયારે  તૈન્કલૈ સંપ્રદાય મા લોક ભાષાનો સ્વિકાર કરી ને નિમ્ન જાતિને સંપ્રદાય માં સમાન સ્થાન આપવામાં આવ્યું રામાનંદ નુ સુત્ર હતું..

'જાતિ-પાતિ પૂછે નહી કોઈ,

હરિકો ભજે સો હરિ કા હોઈ. '

તેથી રામાનંદના બાર શિષ્યો કબીર (વણકર), રૈદાસ (ચમાર) ધન્ના (જાટ) ,સેના (વાણંદ), પીપા (રાજપૂત), અનંતાનંદ સુખા (નંદ), સુરાસુર (સુરાનંદ), સુરા ની પત્ની પદ્માવતી, નરહરિ- આ સૌ કોઇ લોક ભાષાના માધ્યમ વડે ભક્તિ આંદોલન ચલાવી ને લોકોના હૈયામાં સ્થાન પામ્યા રામાનંદે સગુણ આકાર રામને સ્થાને નિર્ગુણ રામ અગમ અગોચર બ્રહ્મ સ્વરૂપ રામને આરાધ્ય સ્થાને સ્થાપિત કર્યા છે.

રાજસ્થાન માં આ જ્ઞાન ભકિત ની ક્રાંતિકારી ધારા પ્રચાર પામે છે સંત પીપાજી  રચિત 'પીપા પરચી' માં નોંધ્યું છે કે સ્વયં રામાનંદ રાજસ્થાનના ગાગરોન  કસબામાં  આવ્યા હતા ને કેટલોક સમય રોકાણ કર્યું હતું તેઓ દ્વારકા જવા નિકળ્યા ત્યારે રાજસ્થાન માં રામાનંદી વિચારધારા ના અનેક કેન્દ્રો ઊભા થયા અને તેમા મુખ્ય હતા ક્રૃષ્ણદાસ પયહારી ((ગલતા- જયપુર) અગ્ર દાસ (રેવાસા-જયપુર) રાજસ્થાન માં સંત સાહેબની સંત પરંપરા ના સમર્થ સંતો થયા તેમા સંત દાદુદયાલ ,દરિયાવજી, સુંદરદાસ  મુખ્ય છે.

રાજસ્થાન માં ઘણીસંપ્રદાય વિસ્તરેલી જોવા મળે છે તેમા  રામાનુજ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, નાથ સંપ્રદાય, ગૌડીય સંપ્રદાય, પાશુપત સંપ્રદાય, નિષ્કલંક સંપ્રદાય, ચરણ દાસી સંપ્રદાય, મીરા દાસી સંપ્રદાય.. આ બધી સગુણ સંપ્રદાય અને વિશ્નોઈ  સંપ્રદાય, જસનાથી સંપ્રદાય, દાદુ સંપ્રદાય, રામ સ્નેહી સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, નિરંજની સંપ્રદાય, કબીરપંથી સંપ્રદાય, લાલદાસી સંપ્રદાય.. આ બધી નિર્ગુણ સંપ્રદાય.. તેમજ અલખીયા સંપ્રદાય, નવલ સંપ્રદાય, ગુદડ(ગોદડીયા ) સંપ્રદાય, તેરાપંથી વિગેરે સંપ્રદાયો અને  લોક દેવતા રામદેવજી અને મહા પંથ પણ સંપ્રદાય રુપે સ્થાપિત છે.. આ બધી જ સંપ્રદાય વિશે વિશેષ લખીએ તો વિસ્તાર વધી જાય માટે માત્ર ઉલ્લેખ કર્યો છે તમામ સંપ્રદાયો ને તેમના આચાર્યો, મહંતો, અનુયાયીઓ ભકિત ધારાને સદૈવ પ્રવાહિત કરતા રહ્યા છે આપણી વૈષ્ણવ સાધુ  પરંપરા ના મહત્વ ના સ્થાનો ગલતા (જયપુર), નિમ્બાર્ક પીઠ (સલેમાબાદ), વલ્લભ સંપ્રદાય નુ સ્થાન (નાથદ્વારા) રાજસ્થાન મા જ આવેલુ છે..

આમ, સંત પરંપરા રાજસ્થાન મા વિસ્તાર પામી હવે આપણે આગળ આ પરંપરા નાે પ્રવાહ ગુજરાત સૌરાષ્ટ્ર તરફ  કઈ રીતે પ્રવાહિત થયો તે જાણશુ..

સંદર્ભ-લોકગુર્જરી_૨૦૧૫

No comments