સ્મૃતિનાં તાંતણે બંધાયેલો જીવ...
લેખક - અંજના ગોંડલીયા
"સ્મૃતિઓ
કાંઈક એવી છે તારી
આંખોને ઠંડક આપે છે મારી"
સ્મૃતિઓ તારી આમ વગોડવી મુશ્કેલ બની ગઈ છે. જીવમાં પણ જીવ નથી રહેતો જ્યારે
જીવની સ્મૃતિ ની ઝલક જોઉં છું ત્યારે આંખોના એ પલકારામાં આ હૃદયનું જોડાણ
ગોઠવાયેલું છે જીવના સ્મરણોને ફળોની યાદી છે જીવ આ હૃદયમાં આમ પ્રતિબિંબ થયો છે કે
ચહેરો એ અરીસાને અડગું કરવા માગતો નથી.
જીવ એટલો ગહેરાઈ થી પોતાના શ્વાસની તકલીફ જાણી જાય છે અને શ્વાસને પણ ખબર નથી
રહેતી કે મારા મનને મારા દિલને મારા કરતા પણ આ જીવ વધારે જાણે છે. આમ જીવ અને
શ્વાસ એકબીજાના એવા સમાનાર્થી બની ગયા છે કે તેને એકબીજાની ધડકન થી તે તેના દુઃખને
જાણી જાય છે.
ખરેખર આ જીવન શ્વાસનો જે સ્નેહ છે તે સ્મૃતિના તાંતણે એવો બંધાઈ ગયો છે કે
એકમેક નાં સ્મરણો આમ આજીવન પોતાના સ્મૃતિ પટલમાં કેદ કરી બેસવાના છે. સમય ચાલતો
રહેવાનો છે એને કોઈ જાતની પાબંદી નથી. પણ આ જીવને શ્વાસ આમ જ એકબીજાને અકડી ને
બેસી રહેવાના છે.
આ જીવને અને શ્વાસ ને એવો સંબંધ બંધાઈ ગયો છે કે એને કોઈ વીજળીના ચમકારા પણ
અસર નહીં કરે કે નહીં અસર કરે કે પહેલા રીમઝીમ વરસાદના બુંદો .એ તો બસ એના એક મેક
માં ખોવાઈ જવાના સપનાઓ આમ હકીકતમાં સાબિત કરી અને
જીવવાના છે જીવ અને સ્વાસ્થ જિંદગીની એક દોરીમાં બંધાય ચૂક્યા છે.
આમ, મારા સ્મૃતિપટલ
માં આજીવન અને શ્વાસની આવી વસ્તુ કથા એવી ઉપસી આવી છે કે તેને બસ આમ વાગોડીયા કરું
એનો પ્રેમ આ સ્મૃતિ માં એવો બંધાયેલો છે કે તેને હરદમ બસ ,આમ
જ ઉલ્લેખ્યા કરવાનું મન થતું રહે છે.
No comments