જાણવા જેવું
ભારતના ઉત્તર પ્રદેશ રાજયનું વિશ્ર્વવિખ્યાત અવિસ્મરણીય સિટી ‘ઝાંસી’નો ઇન્ટરેસ્ટિંગ ઝાંસીનો કિલ્લો ભવ્યતાતિભવ્ય અને ઐતિહાસિક વિરાસતથી તરબતર પાર્શ્ર્વભૂમિ પ્રેરણાત્મક ગતિવિધિઓનું ગુરુત્વાકર્ષણને વિરતાની યશગાથા અહીં ઢબૂરાયેલી છે. તો ઝાંસીનો કિલ્લો જોતા તેની અનુપમ સુરક્ષાનો નઝારો બરકરાર છે…! પ્રાચીનતમ કિલ્લાની કથા સંગાથે તસવીરી વિહંગાવલોકન કરીએ. ઝાંસીનો કિલ્લો ઉત્તર પ્રદેશનો નહીં ભારતના સૌથી બહેતરીન કિલ્લામાંનો એક છે….! ઓરછાના રાજા વિરસિંહ દેવે આ કિલ્લાને ઇ. સ. ૧૬૧૩માં બનાવવામાં આવ્યો. આ કિલ્લાને બંગરા નામના ઊંચા પહાડ પર બનાવેલ છે.
વિરાટકાય કિલ્લામાં પ્રવેશવા માટે દશ તો દરવાજા મૂકવામાં આવેલા છે…! આ દરવાજાના નામ ખન્દેરો, દતિયા, ઉન્નાવ, ઝરણા, લક્ષ્મી, સાગર, ઓરછા, સૈનવર અને ચાંદ દરવાજાનાં નામો છે. વિરાટ કિલ્લાની અંદર લીલોછમ રંગબેરંગી પુષ્પો, વૃક્ષોવાળો ગાર્ડન છે. તો હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર શિવમંદિર છે અને ગુલામ ગૌસખાન, મોતીબાઇ, ને ખુદા બકશની મજાર પણ છે, આ કિલ્લો પ્રાચીનને
વૈભવી સાથે પરાક્રમ માટે જીવતો જાગતો દસ્તાવેજ છે.
૧૭મી (સતરમી) શતાબ્દીમાં બુંદેલા રાજા છત્રસાલે સન ૧૭૩૨માં મરાઠા સામ્રાજય પાસે મદદ માગી મરાઠાઓ મદદ માટે આગળ આવ્યા અને સન ૧૭૩૪માં રાજા છત્રસાલનું મૃત્યુ થયુ તેના મૃત્યુ બાદ એકનો ત્રીજો ભાગ મરાઠાને આપવામાં આવેલ મરાઠાઓ આ સિટીનો વિકાસ કરેલ ને ઓરછાથી માણસોને લાવીને વસવાટ કરાવેલ. સન ૧૮૦૬માં મરાઠાની શક્તિ કમજોર પડતા બ્રિટિશને રાજ અને મરાઠાઓ વચ્ચે સમજૂતી થઇ જેમાં બ્રિટિશ સામ્રાજયનું પ્રભુત્વ સ્વીકારી લીધું. સન ૧૮૧૭માં પુણેમાં બૂંદેલ ખંડ ક્ષેત્રના તમામ અધિકાર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધા. સન ૧૮૫૩માં ઝાંસીના રાજા ગંગાધર રાવનું મૃત્યુ થતા તત્કાલીન ગવર્નર જનરલે બધી રીતે પોતાના અધિકારમાં લઇ લીધું. રાજા ગંગાધર રાવના વિધવા રાણી લક્ષ્મીબાઇએ તેનો વિરોધ કર્યો અને કીધું કે રાજા ગંગાધર રાવના દત્તક પુત્રને તેનો ઉત્તરાધિકારી માનવો જોઇએ, પરંતુ બ્રિટિશ રાજે આ માનવાનો ઇન્કાર કર્યો. આ પરિસ્થિતિએ ઝાંસીમાં સન ૧૮૫૭નો સંગ્રામ થયો તે આઝાદીનો પાયો નાખવાનો સાબિત થયો. જૂન ૧૮૫૭માં ૧૨મી પૈદલ સેનાએ કિલ્લા પર કબજો કરી લીધો. અને કિલ્લામાં રહેલ બ્રિટિશ ઓફિસરોને મારી નાખવામાં આવેલ.૪ જૂન ૧૮૫૭માં ભારતીય સૈનિકોએ અંગ્રેજો સાથે ખેલાડી યુદ્ધ કરેલ. ૯ જૂને રાણી લક્ષ્મીબાઇને ઝાંસી સોપેલ. ૧ જૂન ૧૮૫૭ના દત્તક પુત્ર દામોદર રાવ નેવાલકરના નામ સાથે મહારાણી લક્ષ્મીબાઇનો રાજ્યાભિષેક થયો અને સમગ્ર બુંદેલ ખંડની સામ્રાજ્ઞી બની ગઇ. રાજામાતા બનતા જ તેમણે પ્રજાના હિતાના અસંખ્ય નિર્ણયો લીધા. અને બુંદેલ ખંડના કિશાનોની જકાત નાબૂદ કરી અને મહારાણી લક્ષ્મીબાઇનો સુવર્ણ રાજકાળ પ્રથમ ૨૧ નવેમ્બર ૧૮૫૩થી ૧૦ માર્ચ ૧૮૫૪ અને રાજકાળ બીજો ૪ જૂન ૧૮૫૭થી ૪ એપ્રિલ ૧૮૫૮ સુધી રાજ કરેલ. ભારતના ઇતિહાસમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું નામ સુવર્ણ અક્ષરે અંક્તિ થયેલ છે તેનો ઝાંસીનો કિલ્લો એકવાર જોવા અચૂક આવજો.
No comments