લાગણીના વૃંદાવનમાં
લેખક- અંજના ગોંડલિયા
લાગણી શબ્દ જેવો રહ્યો છે
જે વ્યક્તિના અંતર ભાવોને પ્રગટ કરે છે.વ્યક્તિમાં રહેલા વિચારો કલ્પનાઓને સમજણ
શક્તિનો અરીસો એ તેના લાગણીભર્યા સ્વભાવ માં ઊભરી આવે છે. વ્યક્તિના વ્યક્તિત્વને
જો કોઈ અંશ બહાર આવતો હોય તો એ છે વ્યક્તિની લાગણી.
ક્યારેક આ લાગણી કોઈ
પ્રત્યે અહોભાવ દર્શાવે છે તો ક્યારેક એ જ લાગણીને ઓછોપ વર્તાય છે. જેવા વ્યક્તિના
લાગણી ઓ જો વધુ પ્રમાણમાં
રાખવામાં આવે ત્યારે તે વ્યક્તિને કંઈક
વધારાનો અનુભવ મળી રહે છે.કારણ કે જેના માટે એ કલ્પના કરવામાં આવી છે એના દ્વારા જ
જો દુઃખ મળે ત્યારે લાગણીઓ ઓલવાઈ જાય છે. લાગણીઓની ખપ થતી જણાય છે.
વ્યક્તિઓ વ્યક્તિ ઓ વચ્ચે અનોખી લાગણી જોવા મળતી હોય છે.
એ લાગણી ઓ એના સ્વભાવ પર નિર્ભર કરે છે.જેવો વ્યક્તિ નો સ્વભાવ એવીજ એની લાગણી એ
પણ એક અલગ પ્રકારની ઓળખ છે.કોઈ વ્યકિત માં એનું પ્રમાણ વધુ પ્રમાણમાં રહેલું હોય
તો કોઈકમાં એ ઓછું એ વ્યક્તિ પર નિર્ભર કરે છે.
જ્યારે કોઈ વ્યક્તિમાં આ
ગુણ વધારે પ્રમાણમાં આવી જાય ત્યારે એ ખુબ ખુશ તો રહે છે.સાથે સાથે આજુબાજુના જે
વાતાવરણ છે કે જે તેમાંજીવી રહ્યો છે તે પણ તેને સુખદાયી લાગે છે.
પરંતુ આ ભાવ જ તેને
ક્યારેક ઉદાસ કરી દે છે. કારણ કે તેની પણ કંઈક અપેક્ષા રહેલી હોય છે. કે જે ભાવ તે
સામેની વ્યક્તિ માટે રહેલો છે એટલો જ ભાવ જો એને સામેથી ના મળી રહે ત્યારે તે ખૂબ
જ ઉદાસ થઈ જાય છે.
આવી લાગણી રાખવાથી તે
અંદરો અંદર દુઃખી થવા લાગે છે. અને પોતાની જાતને એકલા વિચારોમાં કોઈ બેસે છે.
પરંતુ આ એકલતા જ એને કંઈક નવું શીખવાડતી રહે છે.
No comments