પ્રાંગણ ના પુષ્પો
સમી સાંજના સમણા
ઢળતી સંધ્યાએ જ્યારે ધરતી પર આમ ઝંપલાવ્યું ત્યારે એના કિરણો સાથે રહેલા તેના વિશ્રંગી રંગ રૂપ ને નિહાળવાનો આનંદ આમ જ સમાઈ ગયો કે તેના આ રંગોને સ્મૃતિ પટલ ઉપર કેન્દ્રિત એવું કરવું છે કે તે બસ આમ જ આંખના દ્રષ્ટિકોણમાં આવી રહે અને તેને આમ જ બસ જોઈ લેવાનો આનંદ મનની મનસ્થીતિને મળતો રહે છે .એ સાંજની ઢળતીસંધ્યામાં જ્યારે રંગમયી સુશોભિત પેલું કિરણ ડૂબકી લગાવે ત્યારે બસ એને આમ આંખોમાં કેન્દ્રિત કરી રાખવાનું મન થાય છે.
તીણા એવા તેના તડકાને છેલ્લે સુધી આમ મનમાં ભરીને બસ સતત તેના આ રૂપને મન પર
અને માનસ પર રાખી લેવાનું જોર થાય છે મનમાં બસ પ્રકૃતિના આવાજ ચિત્રોને વાગોળી
લેવાનું અને મનમાં ભરી લેવાની ઈચ્છા થાય છે
એ જ તેનો તડકો સૂર્ય, કિરણો,હવા, અને રંગભેદની જ્યારે બસ અંતિમ અવસ્થામાં હોય
ત્યારે બસ એને છેલ્લે સુધી બસ તાક્યા રાખવાનું જ મન થાય છે. અને મન ભરી લેવાનું
થાય છે. બસ, હવે તે આમ જ થઈ જશે
હવે ,જ્યારે તે આમ
ડૂબીયા કરશે ત્યારે તેના એ સ્વરૂપ પછી એક નવું સ્વરૂપ જ આપણે જોવા મળશે.અને આંખની
દ્રષ્ટિ સમક્ષ રજૂ થશે.
એ છે સાંજનું એ સપનું જે આકાશમાં ચોતરફ આમ બસ ફેલાઈ રહેશે. અને તેને બસ
અનુભવવાનું જ મન રહેશે એ છે નભની એ ચાંદની જે રાત્રી સમયે બસ આમ જ ઊગી ઊઠવાની કે
પ્રકૃતિને આમ એક નવીનીકરણ કરી અને તેને એક નવું સ્વરૂપ આપશે.
રાત્રિના એ આકાશમાં જ્યારે તારાઓ ટમકવા લાગશે ત્યારે બસ બધી જ દિશાઓ દોડી આવશે
અને બસ તારાઓની સાથે આમ જ ભરીજશે એ તારાઓ જ્યારે એક પછી એક આવશે અથવા તો તેનું
આમ પ્રારંભ થશે ત્યારે બસ વાદળોને સાથે એ સંતાવાની રમત રમવા લાગશે એ વાદળો પણ
તારાની સાથે મળી જવાનું એક સ્વપ્ન નિહાળી તેની સાથે બસ આમ જ ભળી જશે તેનામાં બસ આમ
જ સમાઈ અને ખોવાઈ જશે.
No comments