DMCA compliant image હું તો કહીશ - sadhuvandna

Header Ads

Breaking News

હું તો કહીશ

 


હું તો કહીશ

 શું આપણા સમાજ ની દીકરી ને ભણવાં માટે આપણે કશું ના કરી શકીએ?

આપડે સમાજ ને સૂત્ર આપીએ છીએ કે દીકરી ભણાવો સરકારે પણ સૂત્ર આપ્યું બેટી બચાવો બેટી પઢાઓ. સુ આપડે ઉપર મુજબ ના સૂત્ર ને સાર્થક કરીએ છીએ? આપણા સમાજ નું એક પૃષ્ઠ બિંદુ જોવા જઈએ તો સમાજ ની દીકરી" ના" ભણે એવું ઘણો ખરો સમાજ વિચારી રહ્યો છે. આની પાછળ તર્ક એવો છે.કે  ભણેલ ગણેલ દીકરી ની સંખ્યા માં પ્રમાણ માં દીકરા ભણેલ ગણેલ નથી એટલે દીકરાઓ અવિવાહિત રહી ગયા છે.ફક્ત નીજી સ્વાર્થ થકી કેટલું મોટું જધન્ય પાપ કરી રહ્યા છે સમાજ એ બિંદુ તરફ જરા વિચારવું રહ્યું. ઘણા ખરા સમીકરણો જોતા ઉપર મુજબ વાસ્તવિકતા સ્પષ્ટ થઇ જાય છે.

જો ખરેખર સમાજ ને સમાજ ની દીકરી પ્રત્યે લાગણી હોત તો આજ જે જુનાગઢ ની કન્યા છાત્રાલય ની જે દુર્દશા છે એ ના હોત સમાજ નો અમુક વર્ગ એવું વિચારે છે કે અમારી દીકરી ક્યાં છાત્રાલય માં ભણે છે.અમારે સુ છાત્રાલય સાથે સુ લેવાદેવા. આજ કોઈક ની દીકરી છે કાલે તમારી પણ દીકરી હસે ત્યારે આપણે સુ આવું વિચારીશું?

સમાજ માં બની બેઠેલા પ્રમુખો આગેવાનો મંચો ઉપર થી મોટા મોટા પ્રવચનો આપે છે.સાલો ઓઢે છે સન્માનો મેળવે છે.પણ કોઈ દિવસ આપડા સમાજ ની દીકરી જ્યાં ભણી રહી છે ત્યાં કોઈ દિવસ પ્રત્યક્ષ જઇ દીકરી ની વ્યથા જાણી છે?જ્યારે છાત્રાલય ના નવીનીકરણ માટે  જુનાગઢ ખાતે મિટિંગ થઈ ત્યારે સૌરાષ્ટ્ર ના કહેવાતા કેટલા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા?શું કન્યા છાત્રાલય જુનાગઢ સ્થિત છે એટલે ફક્ત સ્થાનિક લોકો નિજ જવાબદારી છે??? નહિ સમગ્ર સૌરાષ્ટ્ર ના દરેક આગેવાનો પ્રમુખો  ની જવાબદારી છે.અને જો તમો આવી જવાબદારી નિભાવ વા સક્ષમ નથી તો તમે પ્રમુખ પદ માટે શોભયમાન નથી

રહી વાત જુનાગઢ કન્યા છાત્રાલય ની તો જાણકારો દ્વારા જાણવા મળેલ વિગત મુજબ.ત્યાં ફક્ત માન સન્માન ની હોડ માં  વર્ચસ્વ ની લડાઈ ચાલી રહી છે. અરે બીજી આશ્ચર્ય ની વાત તો એ છે છે કે ટ્રસ્ટીઓ ને એક બીજા ટ્રસ્ટીઓ ઉપર વિશ્વાસ નથી ("ટ્રસ્ટ"ઇંગ્લિશ શબ્દ છે એનો ગુજરાતી અર્થઘટન કરીએ તો "વિશ્વાસ") બોલો.ટ્રસ્ટ મંડળ માં બે વિભાગો બની ગયા છે.પક્ષ અને પ્રતિપક્ષ.બંને ની આંતરિક લડાઈ માં દીકરીયું ભવિષ્ય બગડી રહ્યું છે.એથી વિશેષ જ્યારે છાત્રાલય ખાતે મિટિંગ દરમિયાન એકબીજા ઉપર દોસા રોપણ અને ત્યાં સુધી અપશબ્દો નો પણ પ્રયોગ કરી મિટિંગ ના મૂળ હેતુ ને સાર્થક નથી કર્યો. બાપુ જ્યારે શિવરાત્રી ઉપર છાત્રાલય આવેલ ત્યારે રૂપિયા અગિયાર લાખ છાત્રાલય ના નવીનીકરણ માટે આપેલ પણ આજ દિન સુધી કોઈ કાર્ય નથી થયું.જ્યારે સમાજ તરફ થી સવાલો કરવા માં આવે ત્યારે અવનવા તર્કો આપી સમય વ્યતીત કરી રહ્યા છે.

બીજું એથી વિશેષ કરી ને કે કન્યા છાત્રાલય ના નવીનીકરણ માટે પૈસા ની જવાબદારી ફક્ત પૂજ્ય બાપુ નાજ શિરે છે???શું સમાજ ની દીકરી પ્રત્યે કોઈ ની જવાબદારી નથી બનતી સૌરાષ્ટ્ર માં સમૂહલગ્નો સમિતિઓ ઘણી છે ક્યારેક દીકરી ની સંસ્થા માં પણ થોડી રકમ દેવાની એમની ફરજ માં નથી આવતું?શું દરેક કાર્યો પૂજ્ય બાપુજ કરશે?

શું કન્યા છાત્રાલય સમગ્ર સૌરાષ્ટ્ર ના સાધુ સમાજ ની નથી???કોઈ વ્યક્તિ આમનો ઉત્તર આપો ચાલો. શું જુનાગઢ સિવાય ના કોઈ જિલ્લા ના સાધુ સમાજ ના બની બેઠેલા પ્રમુખો ક્યારેય જુનાગઢ કન્યા છાત્રાલય ની મુલાકાત લીધી છે ખરી?ખરેખર તમે જો સમાજ સેવા કરતા હોવ તો સમાજ ની દીકરી પણ સમાજ નો હિસ્સો છે. શું ક્યારેય એ તરફ ધ્યાન દોર્યું છે. આજ સમગ્ર સૌરાષ્ટ્ર  માં જિલ્લે જિલ્લે હું ફલાણી સમિતિ ના પ્રમુખ છુ.. હુ ઢીકડી સમિતિ ના પ્રમુખ છુ એવો અહમ દેખાડે છે પણ કોઈ ને આપડા સમાજ ની દીકરી ની દરકાર નથી કોઈ પ્રમુખ ની પાસે સમાજ ની દીકરી પ્રત્યે સમાજ ની દીકરી ના ભાવિ ભવિષ્ય પ્રત્યે સારું કરવાનો સમય નથી. હા એટલું કડવું જરૂર થી કહીશ જ્યાં પણ સ્ટેજ ઉપર થી સન્માન મળશે ત્યાં જરૂરથી જશે અને મોટા મોટા સાચા સમાજ સેવક છીએ એવા પ્રપંચો કરશે. આ એક નરી વાસ્તવિકતા છે..પ્રથમ તો આવી માનસિકતા માંથી બહાર નીકળવું પડશે ત્યારેજ પૂજ્ય બાપુ ના સપના ઓ સાર્થક થશે...

આજ જ્યારે  (સાધુવંદના ડિજિટલ ઈ બૂક) સમાજ પ્રત્યે ની અમારી ફરજ સમજી દીકરીયું ની સમસ્યા જાણવા નો પ્રયત્ન કર્યો ત્યારે ઘણા ઘટસ્પોટ થયા.

અમારા સાધુવંદના સંપાદક:અંજનાબેન ગોંડલિયા જેઓ પ્રત્યક્ષ કન્યા છાત્રાલય રૂબરૂ જઇ દીકરીયુ સમસ્યા જાણવા નો પ્રયત્ન કર્યો ત્યારે કન્યા છાત્રાલય માં  સુરક્ષા ની કોઈ વ્યવસ્થા નથી,બેડ ની વ્યસ્થા નથી બારીઓ માં આવરણ (કાચ)નથી.ટોઇલેટ ની વ્યવસ્થા નથી.કોલેજ ની દીકરી કોલેજ થી આવી રસોઈ બનાવે છે.ટૂંક માં  કહીએ તો રસોઈયા ની કોઈ વ્યવસ્થા નથી, બાડીબોડી નું ખેતર હોય તેમ કોઈપણ વ્યક્તિ કન્યા છાત્રાલય માં ઘુસી જાય અંજના બેન આગળ જણાવે છે કે છાત્રાલય માં અભ્યાસ અર્થે રહેતી દીકરી સમસ્યા વિશે કઈ પણ કહેવા તૈયાર નથી એટલો  સંચાલકો તરફ થી ભય નો માહોલ છે.

શું સંચાલકો કન્યાછાત્રાલય માં કોઈ અજુગતી ઘટના બનવાની રાહ જોઈ ને બેઠા છે? 

જ્યારે ઘોડા છૂટી જાય ત્યારબાદ તબેલા માં તાળા મારવાનો શું અર્થ?

શૈલેશ.બી.કાપડી (સંપાદક:સાધુવંદના ડિજિટલ બૂક) રાજકોટ

 

 શૈલેષ કાપડી રાજકોટ


No comments