શ્રી જૂનાગઢ માર્ગી સાધુ સમાજ જોગ.
જય સીયારામ આપણા સમાજ પરિવારોને. શ્રી નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ
નું મહત્વ વધારવા તેમજ આપણા વડીલો ને સન્માંનિત કરવા માટે નો શ્રેષ્ઠ કાર્યક્રમ
રાખ્યો છે. આ માટે આપ દરેક પરિવારો ને નવયુગ ટ્રસ્ટ હૃદય થી નિમંત્રણ આપે છે.આપણા
શહેર માં રહેતા દરેક પરિવારો ને નિમંત્રણ મળી રહે તે માટે હાલમાં કોઈ રૂબરૂ
પત્રિકા મળે તેવી વ્યવસ્થા છે નહિ. માટે આ ડિજિટલ ના માધ્યમ થી આપ શ્રી ને જાણ
કરીએ છીએ. ટ્રસ્ટ ના સભ્યો પોતાની નજીક માં રહેતા પરિવારો પહોંચાડવા શક્ય હશે
તેટલો પ્રયત્ન કરશે. આપ પણ પત્રિકા મેળવીને નજીક ના પરિવાર ને આપી શકો છો. આપ પણ સમાજ
સેવાના ભાગીદાર બનો.દરેક પરિવારો ને આ કાર્ય ની જાણ થાય અને પોતાના બાળકો તેમજ
વડીલો ને સન્માન નો લાભ મળે તેવા તમામ પ્રયત્નો અમારા હશે. આપ દરેક પરિવાર સભ્યો
ને સહકાર આપવા નમ્ર વિનંતી છે.એક નિસ્વાર્થભાવે સેવા કાર્યો શરૂ કર્યા છે તેમાં આપ
શ્રી નો સહયોગ ખૂબ જરૂરી છે.તો આપણા આ કાર્ય ને ખુબ સારી સફળતા મળશે. જૂનાગઢ સાધુ
સમાજ પરિવારને નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટના જય સીયારામ
શ્રી વૈષ્ણવ સાધુ (બા.વૈ.)
સમાજ નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ
No comments