જ્ઞાતિ સમાચાર
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામમાં ગુરુ પૂર્ણિમા ના મહોત્સવ માં
ભક્તોએ વરસતા વરસાદમાં ધર્મોત્સવ માં ડુબકી લગાવી હતી. વરસતા વરસાદમાં હજારો
ભક્તોએ સમાધિના દર્શન કરી પુણ્ય નું ભાથુ બાંધીને ધન્યતા અનુભવી હતી. પુજ્ય મહંત
શ્રી ભરતબાપુ અને અલ્પેશબાપુના સાનિધ્ય માં ગુરુ પુજન ચૈતન્ય સમાધિ ની ચરણપાદુકા
નું પુજન,ગુરુ ધારણ, કંઠી પેહરામણી, ભોજન મહાપ્રસાદ, આરતી વગેરે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું
હતું. વરસતા વરસાદમાં હજારો ની સંખ્યા માં ભક્તોએ ગુરુ પૂર્ણિમા નો ભોજન પ્રસાદ
લીધો હતો.તેમજ મોવિયા ગામ ના તમામ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. પુ.
અલ્પેશ બાપુ એ રાત્રી ના સત્સંગ ધર્મસભામાં ગુરુ મહીમા નું રસપાન કરાવ્યું હતું.
તેમજ એશીયાટીક કોલેજ ના ગોપાલ ભાઇ ભુવા એ વીશેષ પુજન અર્ચન ગુરુ વંદના કરી હતી.
માણસના ચિતમાં રહેલો કર્તાભાવ, ભોકતાભાવ, અંહંકારભાવ, વાસનાભાવ અને અસત્યભાવ આ પાંચ ભાવથી મુકત થયને જીવન
જીવવું એજ સત્ય ધર્મ નું અનુસરણ અને આચરણ બને છે. સાચો ધર્મ એટલે પોતાની જ પરમ
ચેતના માં સ્થિર થયને જાગૃતા પુર્વક પ્રસન્ન ચીતે આ પાંચ ધાતુ થી મુક્ત થયને
પોતાનાજ આત્મા ના સત્ય અનુસાર આચરણ કરવું
તેજ સાચો ધર્મ બને છે. વિશ્વ હિન્દુ પરિષદ
અને બજરંગદળ ના કાર્યકર્તાઓ એ તેમજ જગ્યા ના સેવક ગણ દ્વારા ગાદીપતિ પૂજ્ય મહંત
શ્રી ભરતબાપુ નું ગુરુ પુજન સ્વાગત સન્માન કરી આશિર્વાદ લીધા હતા. તેમજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ
મીત્રો તથા પી.એસ.આઇ ડી.પી.ઝાલા સાહેબે
ચેતન સમાધિ મંદિરે ગુરુ વંદના કરી હતી.
સાંજે મહીલા મંડળ દ્વારા સંત કિર્તન, ગુરુમુખવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
No comments