DMCA compliant image દાણીધાર ચતૃથ સતાબદી - sadhuvandna

Header Ads

Breaking News

દાણીધાર ચતૃથ સતાબદી

 

સંત શ્રી નાથજીદાદા ની પાવન ભુમી દાણીધાર ધામ મુકામે સંત શ્રી નાથજીદાદા ની  સમાધી ના 400 વર્ષ પુર્ણ થતા ચતૃથ સતાબદી નીમીતે સંત શ્રી નાથજીદાદા ની જગ્યા દાણીધાર ધામ  ને આગણે મહંત શ્રી ૧૦૦૮ શ્રી શ્રી સુખદેવદાસ બાપુ ગુરૂ શ્રી ચત્રભુજદાસબાપુ (ઉપવાશીબાપુ)ની પ્રેરણા થી શ્રી નાથજીદાદા દાણીધાર ટ્રસ્ટ શ્રી નાથજી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા તારીખ ૬/૬/૨૦૨૩ ના રોજ ૧૦૮ કુંડી શ્રી મહા વીષ્ણુયાગ નુ અતી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દાણીધાર ધામ મહંત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત સુખ દેવદાસ બાપુ ગુરૂશ્રી ઉપવાસીબાપુ અને આપણી દેહાણ ની જગ્યા ઓ માથી સંતો મહંતો એ હાજરી આપી હતી તેમજ યજ્ઞ નારાયણ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાતકે બેસનાર દંપતિ ઓને આશીર્વાદ આપ્યા હતા યજ્ઞ મા સાંજે ૬ વાગે બીડુ હોમવામાં આવીયુ હતુ તયાર બાદ તારીખ ૭/૬/૨૦૨૩ ના રોજ વહેલી સવારે શ્રી નાથજીદાદા ની સમાધી નુ ભુદેવો દ્વારા વૈદિક મત્રોચાર  થી પુજન અચૅન કર્યા બાદ સવારે ૧૧..૩૦ કલાકે ૫૧ થાળ અને શ્રી નાથજીદાદા સમાધી મંદિર મા  અન્નકુટોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે ૩૦.૦૦૦ હજાર  માણસો નો જમણવાર અને રાત્રી દરમ્યાન સંતવાણી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતવાણી આરાધક રામદાસ બાપુ ગોંડલીયા તેમજ શૈલેશ મહારાજ અને અનુભા ગઢવી દ્વારા દાદા ના ગુણ ગાન અને દેશી ભજનો ની રમઝટ બોલાવી હતી 

આ આયોજન મા આજુ બાજુ ના ૨૭ ગામો એ સેવા આપી હતી તેમજ શ્રી નાથજીદાદા દાણીધાર ધામ ટ્રસ્ટ અને શ્રી નાથજી ગૌશાળા ટ્રસ્ટ  ના બધા ટ્રસ્ટી ઓ દ્વારા સતત ખળે પગે રહીને સંત શ્રી નાથજીદાદા ની કરુપા થી આયોજન ને અતીસુંદર અતીભવ્ય અને અતીદિવ્ય રીતે પરિપુર્ણ કર્યુ હતુ








No comments