DMCA compliant image સીતારામ કન્યા છાત્રાલય જૂનાગઢ - sadhuvandna

Header Ads

Breaking News

સીતારામ કન્યા છાત્રાલય જૂનાગઢ

 



જૂનાગઢ માં આવેલ શ્રી સીતારામ કન્યા છાત્રાલય..માં.. તા.૧૧-૦૬-૨૦૨૩ નાં રોજ.. સીતારામ કન્યા છાત્રાલય.. ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં આપેલ જાહેરાત અનુસંધાને સીતારામ કન્યા છાત્રાલય.. નાણાંકિય  પ્રોબ્લેમ નાં  કારણે બંધ કરવું કે ચાલુ રાખવું તે અન્વયે બોલાવેલ મિટિંગ માં હું હાજર રહેલ..હનુમાન ચાલીસા નું પઠન  કરી મિટિંગ ની શરૂઆત કરવા માં આવી.. મિટિંગ માં સીતારામ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી ગણો માં ઉપાધ્યક્ષ..શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર..અજય બાપુ મેસવાણીયા.. ઇન્ચાર્જ પ્રમુખ..ખજાનચી..મંત્રી..સહ મંત્રી..તેમજ અન્ય કારોબારી સમિતિ ના સભ્યો.. અને જૂનાગઢ તેમજ બહારગામ થી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર હતા..મિટિંગ માં અઘ્યક્ષ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર...જગજીવનબાપુ દુધરેજીયા તેમના પુર્વ નિર્ધારિત પ્રોગ્રામ માં બહારગામ જવાનું હોવાથી હાજર નાં હતાં.. મિટિંગ માં થયેલ ચર્ચા માં સીતારામ છાત્રાલય કન્યા છાત્રાલય ના બેંક એકાઉન્ટ માં હાલ પુરતું નાણાં ભંડોળ  છે.. તેમજ તે રકમ પુરી થયા બાદ  છાત્રાલય ચલાવવા માટે નાણાંકિય વ્યવસ્થા કેવી રીતે થશે..તેનું સુખદ નિરાકરણ લઈ અને છાત્રાલય ચલાવવા ની નાણાંકિય જવાબદારી..ઉપાધ્યક્ષ શ્રી અજયબાપુ તેમજ  શ્રી આર. કે. દુધરેજીયા ની શિક્ષણ સમિતિ ના ચાર સભ્યો તેમ કુલ પાંચ વ્યકિતઓ એ લીધેલ છે..અને હવે પછી કન્યા છાત્રાલય ચલાવવા માં એકેય અડચણ આવે તેમ ના હોય..અને તેમાં બધા ની સર્વ સમંતી થઈ જતાં..એવું નક્કી કરવા માં આવેલ છે કે..તા.૧૧-૦૬-૨૦૨૩  થી શ્રી સીતારામ કન્યા છાત્રાલય, જુનાગઢ..માં રાબેતા મુજબ દીકરી ઓ નવા એડમિશન..અને અગાઉ રહેતી દીકરી ઓ ને..રીપીટ..એડમિશન લેવાનું હોય..તેની પણ કામગીરી.. સીતારામ કન્યા છાત્રાલય..ખાતે શરૂ થઈ ગઈ છે...અને તેના ફોર્મ ભરવા નું ચાલુ થઇ ગયુ છે..તો જે દીકરી ઓ ને એડમિશન લેવા હોય..તેવો વહેલી તકે.. છાત્રાલય ની મુલાકાત લઈ..ફોર્મ ભરી લે..


લી:ઉપાધ્યક્ષ શ્રી સીતારામ કન્યા છાત્રાલય.અજયબાપુ મેસવાણિયા.જૂનાગઢ


અહેવાલ.. શૈલેષ કાપડી..

1 comment:

  1. Jay ho thanks for sharing information aavi j rite darik jilla ni chhatralay chalu rahe avi Hanumanji ne prathna🙏🏻

    ReplyDelete