રામદુવારો આશ્રમ ચીરોડા તા:-મેંદરડા .જિલ્લો:-જૂનાગઢ
રામદુવારો આશ્રમ ચીરોડા ખાતે 2020 માં નિર્માણ પામેલ જેના
મહંત શ્રી અલખના આરાધક જેઓનું ભજન ની
દુનિયામાં વિખ્યાત નામ રેડીઓ આર્ટિસ્ટ કલ્યાણદાસજી માધવદાસજી મેસવાણીયા ના નેજા
હેઠળ નિરંતર ચાલે છે .જ્યાં ભુખ્યાંઓ ને ભોજન ની માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ
છે.ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી રામદુવાર આશ્રમ માં દર માસ ની અજવાળી પાંચમ ના રોજ પાટઉત્સવ, નેજા દર્શન તેમજ બટુકભોજન તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી નો
કાર્યક્રમ યોજાય છે
ગત તા:-23/06/2023 શુક્રવાર ના રોજ નેજા દર્શન ,પાટઉત્સવ તેમજ ભવ્ય સંતવાણી અને બટુકભોજન નો કાર્યક્રમ ઉજવાયી
ગયો જેમાં સમસ્ત ચીરોડા ગામ ના ભુલકાંઓને
ભોજન તેમજ રાત્રી ના ભવ્ય સંતવાણી યોજાય ગયી જેમાં સંતવાણી આરાધક રામદુવારા
આશ્રમ મહંત શ્રી કલ્યાણદાસજી માધવદાસજી મેસવાણીયા તેમજ પ્રકાશદાસજી કલ્યાણદાસજી
મેસવાણીયા એ સુંદર કર્ણપ્રિય પ્રાચીન ભજનોનું રસપાન કરાવ્યું હતું
શ્રી રામદુવારા આશ્રમ
મહંત શ્રી કલ્યાણદાસજી માધવદાસજી મેસવાણીયા .9979154350
સાધુશ્રી અશોકદાસજી કલ્યાણદાસજી મેસવાણીયા . 9428626404
સાધુશ્રી રોહિતદાસજી કલ્યાણદાસજી મેસવાણીયા. 9426185148
સાધુ શ્રી પ્રકાશદાસજી કલ્યાણદાસજી મેસવાણીયા. 9879076610
મુ:-મેંદરડા .જિલ્લો:-જૂનાગઢ
અહેવાલ :-શ્રી અશોકભાઈ મેસવાણીયા મેંદરડા ..
No comments