હે જી મને જીણો જીણો નાદ સંભળાય,
ગુરૂજી મારાં આવે
છે; હે જી એનાં સવારીના સુર સંભળાય,
ગુરૂજી મારાં આવે છે.
નયનથી નીરખતાં ત્યાં તો વાલો લાગે દૂર,
ઓહમ સોહમ ના ચીપીયે;
એનું ગોતી લેજો નૂર,
હે જી જીણી જીણી
ઝાલર સંભળાય.
ગુરૂજી મારાં આવે છે...
પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર,
મોહ બંધન થી મુક્ત
કરી; ઉતારો ભવ જળ પાર,
હવે અનહદ નાદ સંભળાય.
ગુરૂજી
મારાં આવે છે...
સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ,
દાસી_ઝબુ કર જોડી વિનવે;
આ અનુભવ ચક્ષુ કોઈ,
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય.
ગુરૂજી મારાં
આવે છે...
હે જી મને જીણો જીણો નાદ સંભળાય,
ગુરૂજી મારાં આવે
છે;
હે જી એનાં સવારીના
સુર સંભળાય,
ગુરૂજી
મારાં આવે છે.
No comments