સમાજ ના સારા ભવિષ્ય માટે કન્યા શિક્ષણ નું ખૂબ મહત્વનું છે. અને આજ સનાતન સત્ય છે. ચાહે કોઈ સ્વીકારે કે નાં સ્વીકારે
જ્યારે આપડા સમાજ ની દીકરીઓ ને અભ્યાસ અર્થે એક સુંદર ભવન નું નિર્માણ 1992 માં જ્યારે નિર્માણ પામેલ ત્યાર થી જ આપડો સમાજ કન્યા કેળવણી તરફ પગરણ માંડી ચૂક્યો હતો પણ સમય ના વ્હેણ માં આજ છાત્રાઆવાસ માં આજની પરિસ્થિત સાચેજ બંધ થવા નાં આરે ઉભી છે.ત્યારે આજરોજ સમસ્ત વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર નાં અગ્રણીઓ દ્વારા એક મિટિંગ નું આયોજન કરવા માં આવેલ જેમાં બહોળી સંખ્યા માં સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થતી રહી હતી ત્યારે જૂનાગઢ સ્થિત નવયુગ સેવા સમિતિ કે જેમનો ઉદ્દેશ્ય ફક્ત નિસ્વાર્થ ભાવે સેવા કરવા નો છે તે સમસ્ત સેવા સમિતિ નાં સભ્યો ની ઉપસ્થતી વચ્ચે શ્રી આર.કે.દૂધરેજીયા નાં પ્રાથમિક પ્રવચન માં ખુબજ સુંદર અને સામાજિક ભાવના વાળું પ્રેરણા દાયક સંદેશ આપી છાત્રાલય નિરંતર ચાલુ રહે અને આપડા સમાજ ની દીકરીયુ નું ભવિષ્ય બગડે નહી એવો માર્ગ નીકળે એવી વિનંતી કરી હતી ત્યારે શ્રી સીતારામ કન્યા છાત્રલયમાં હાલ બંધ નાં થાય એવા સમુચા સમાજ ના પ્રયાસો થકી મધ્યમ માર્ગ કાઢી હાલ છાત્રાલય શરૂ રખાશે.પરંતુ જે વહીવટી ગેરરીતિઓ છે.એ વિષય ઉપર કોઈ સંતોષકારક જવાબ નથી મળેલ.આ મિટિંગ માં જે જવાબદાર ટ્રસ્ટ છે.તેમના કોઈ ટ્રસ્ટીગણો ની ઉપસ્થિતિ નહોતી સિવાય કે ટ્રસ્ટ નાં ખજાનચી અને શ્રી 1008 મહામંડલેશ્વર અજયબાપુ ની ઊપસ્થતી રહી હતી.હાલ જે કન્યા છાત્રાલય ના ઉપ પ્રમુખ તરીકે મહેશભાઈ દૂધરેજીયા નું કહેવું હતું કે સંસ્થા નું નવીનીકરણ તો બાદ માં થતું રહેશે પણ અત્યારે છાત્રાલય બંધ નાં થાય એજ મુદ્દા ને મહત્વ આપો.
પૂજય શ્રી મોરારીબાપુ દ્વારા આપવામાં આવેલ સંસ્થાનના નવીનીકરણ માટે 11 લાખ બાબત નો કોઈ સંતોષકારક ઉત્તર મિટિંગ દરમિયાન નથી મળી સકયો
પરંતુ હાલ મધ્યમ માર્ગ નીકાળી સંસ્થા ચાલુ રહે એવા પ્રયાસો જરૂર થયા
રહી વાત કન્યા છાત્રાલય ની તો જે જવાબદારી આજ શ્રી નવયુગ સેવા સમિતિ દ્વારા લેવામાં આવી એ ફરજ ફક્ત નવયુગ સેવા સમિતિ પૂર્તિ સીમિત નથી પણ જોવા જઇયે તો સમગ્ર સૌરાષ્ટ્ર નાં સાધુ સમાજ ની છે.કારણ કે કન્યા છાત્રાલય ફક્ત જૂનાગઢ સાધુ સમાજ પૂરતું નથી
સમગ્ર સાધુ સમાજ ના અગ્રણીઓએ ગંભીરતા દાખવી ઉપરોક્ત વિષય ઉપર ધ્યાન દેવું જરૂરી છે.અને એક કડવું સત્ય એ પણ છે કે આપડો સમાજ ફક્ત સોશિયલ મીડિયા ઉપર કૉમેન્ટ કે લાઈક કરી પોતાની ફરજ પૂરી કરે છે.જે ખરેખર ઉચિત નથી.ઉકત કાર્ય સમગ્ર સાધુ સમાજ ની ફરજ માં આવે છે ઉપરોક્ત વિષય અનુસંધાને.કેમ ખબર કાલે તમારી દીકરી ને છાત્રાલય અભ્યાસ અર્થે બેસાડવી પડે ત્યારે સુ એવું વિચારીશું કે જૂનાગઢ સાધુ સમાજ ની છાત્રાલય માં આપડી દીકરી ને મુકીશું ..
પણ આપડી છાત્રાલય માં મુકીશું એવું ઉચ્ચારણ યોગ્ય લાગશે. જ્યારે આપડે આપડી દરેક સંસ્થા ને આપડી જ સંસ્થા માની ને ચાલીસુ ત્યારેજ આપડા સમાજ ની એકતા દૃશ્યમાન થશે... મારે દરેક આદરણીય પ્રમુખો સંતો મહંતો ને ફક્ત એટલી વિનંતી છે કે આપ ફક્ત આપડા સન્માન નાં મોહ રહિત કાર્ય કરસો ત્યારે જ સાચી સમાજ સેવા કહેવાશે.અને સાચા અર્થ માં તમો સન્માનિત વ્યક્તિ કહેવાસો. એટલું દ્રઢપણે કહી શકાશે..સમાજ નું વિકેન્દ્રીકરણ થતું અટકાવવું એ સમાજ ના અગ્રણીઓ નાં સિરમોરે છે
પણ આપડી છાત્રાલય માં મુકીશું એવું ઉચ્ચારણ યોગ્ય લાગશે. જ્યારે આપડે આપડી દરેક સંસ્થા ને આપડી જ સંસ્થા માની ને ચાલીસુ ત્યારેજ આપડા સમાજ ની એકતા દૃશ્યમાન થશે... મારે દરેક આદરણીય પ્રમુખો સંતો મહંતો ને ફક્ત એટલી વિનંતી છે કે આપ ફક્ત આપડા સન્માન નાં મોહ રહિત કાર્ય કરસો ત્યારે જ સાચી સમાજ સેવા કહેવાશે.અને સાચા અર્થ માં તમો સન્માનિત વ્યક્તિ કહેવાસો. એટલું દ્રઢપણે કહી શકાશે..સમાજ નું વિકેન્દ્રીકરણ થતું અટકાવવું એ સમાજ ના અગ્રણીઓ નાં સિરમોરે છે
આમ જોવા જઈએ તો છાત્રાલય નું ભવિષ્ય ધૂંધળુંજ છે કારણ કે જૂનાગઢ મિટિંગ દરમિયાન જે મધ્યમ માર્ગ નીકળ્યો તે કોઈ વ્યવહારિક માર્ગ નથી ફક્ત સમાજ ના આક્રોશ નો વિસ્ફોટ ના થાય એટલે માટે મધ્યમ માર્ગ નીકળ્યો છે બાકી આમ જોવા જઇયે તો બંધારણીય નિયમો નું કોઈ પાલન નથી સહુ થી આશ્ચ્ર્યની વાત તો એ છે કે બંધારણીય નિયમાનુસાર ટ્રસ્ટ માં હોદેદારો જ વહીવટ કરી શકે પણ અહીંયા તો લાલીયાવાડી નું ખેતર જેવો તાલ હોય તેવું દેખાય રહ્યું છે સીતારામ કન્યા છાત્રાલય માં હાસ્યાપદ વાત તો એ છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ટ્રસ્ટ ના મોભી છે લો કરી લો વાત
પ્રમુખ કે ઉપપ્રમુખ કે મંત્રી કે મહામંત્રી એનાથી વિષે તો જો કહીયે તો ખજાનચી ફક્ત કહેવા માત્ર પણ હિસાબકિતાબ કોઈ ચાર્ટડ એકાઉન્ટન્ટ રાખે અને એમનો હિસાબ સર્વમાન્ય અરે વાહ છે ને હાસ્યાસ્પદ ટ્રસ્ટ
બંધારણીય નિયમુનાસર ટ્રસ્ટ માં કોઈ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ ની કોઈ પોસ્ટ હોતીજ નથી બસ એકબીજા સગાસ્નેહીયો મળી સામાજિક મિલ્કત ને કોઈ બેચાર પરિવાર ચલાવી રહ્યા છે.છાત્રાલય ની અંદર રૂબરૂ જોવા થી એટલો તો ખ્યાલ આવ્યો કે છાત્રાલય ને ખરેખર નવીનીકરણ તાતી જરૂરત છે છાત્રાલય ના બારી દરવાજા ની હાલત એટલી ભયકંર છે કે દીકરીયું ને ઓરડા માં રહેવું ક્ષોભજનક પરિસ્થિતિ સમાન છે બેડ માં કોઈ પ્લાય નથી દીકરીયું ફ્લોર માં સુવા મઝબુર છે ટોયલેટ કોઈ આદિ કાળ થી જર્જરિત હોય તેવો ભાષ થાય છે ત્યાં જવું પણ બિહામણું છે. બેડ બિસ્તર કોઈ પાગલ વ્યક્તિ ઓઢતા હોય તેવા દ્રશ્યમાન થાય સુ આપડી દીકરીયું ને આપડે આવી દૂરદરશા માં જોઈ શકીયે??જયારે પૂજય બાપુ એ છાત્રાલય ના નવીનીકરણ માટે આજ છ 6 માસ થયા પૈસા આપેલ છે તો એ મૂડી ને ફિક્ષડીપોઝિટ કરવાની સી જરૂરત હતી? આવા તો ઘણા અણઉકેલ્યા સવાલો છે જે સોધવાજ રહ્યા
શૈલેષ કાપડી રાજકોટ (સંપાદક:સાધુવંદના ઈ બૂક)
No comments