સાધુ
સાધુ.
બાહ્યવૃતિનો બાધક,સાધુ સમદૃષ્ટિ
નો સાધક
સાધુ
નામ રુપ નેં ધ્યાવે, સાધુ હરિ હર નાદ ગજાવે
સાધુ
શિલ સમતા માં પુરો,સાધુ
અમૃત વેણ મધુરો
સાધુ
સોળ કળાનો ચંદર, સાધુ રોજે
મસ્ત કલંદર
સાધુ ધ્રુવ અવિચળ તારો સાધુ દેવનદિ
નો આરો
સાધુ નિર્માની
તોય શુરો,સાધુ હરદમ હિત
હજુરો
સાધુ અલખ
વેદ ને વાંચે, સાધુ ગાતો
ગાતો નાચે
સાધુ
મોટો માથાભારે,સાધુ વણ
હથિયારે મારે
સાધુ એકલડો
તોય ભારે,સાધુ કોમ અઢારે તારે
સાધુ નાત બધા થી નોખો,સાધુ ચિત્તવૃતિ
માં ચોખો
સાધુ ભેદ
કશો નાં ભાળે,સાધુ પાગલ નેં પંપાળે
સાધુ ઇશ્વર સૌ માં
સાધુ મુક્તાફળ નો વેલો, સાધુ પરમારથ મા પેલો
સાધુ સુમિરણ માંય છકેલો,સાધુ ગાંડો થોડો ઘેલો
સાધુ
લાખો
માંય અકેલો, સાધુ
ડાપણ કેરો ડેલો
સાધુ
ભવસાગર માં ત્રાપો,સાધુ જાન પછી નો ઝાંપો
સાધુ શરણાગત નેં
સાધે,સાધુ આતમ રુપ
આરાધે
સાધુ શાણપણા થી
છેટે,સાધુ
ભોળુડાનેં ભેટે
સાધુ
પરમેશ્વર નેં પુછે,સાધુ આંખ પ્રભુની
લુછે
સાધુ ગમે કોક નેં ખુંચે, સાધુ સમજ પડી નય શુ છે
સાધુ
બ્રહ્મા વિષ્ણુ મહેશર,સાધુ
એક વચનમાં ઇશ્વર !
સાધુ
પારથ દાસ કહે છે, સાધુ-ચરણ તણી રજ લે છે
સાધુ તણો
દાસ થય રેશે,સાધુ જગત
એહને કેશે
રચના -પાર્થબાપુ
હરિયાણી
No comments