DMCA compliant image સામાજિક મંડળો - sadhuvandna

Header Ads

Breaking News

સામાજિક મંડળો


 સામાજિક  મંડળો

 સામાજિક  મંડળો રચના કરતા પહેલાં સમાજના અગ્રણીઓ અને ગામડાના વસવાટ કરતા પરિવારો વચ્ચે  એક મીટીંગોનુ આયોજન કરી  તેઓને સામાજિક મંડળોની રચના વિશે જાગરૂક કરે છે .


આને સમાજની ભાગીદારી કહેવાય છે.

આના કારણે ગામડામાં વસવાટ કરતા તમામ પરિવાર ને  કામગરીને પણ સ્વીકૃતિ મળે છે .

આ મંડળો પરિવાર માં આવતા દુઃખદ પ્રસંગો માં સહભાગી થયી સમન્વય સાધી નિસ્વાર્થ ભાવે કાર્ય કરતુ હોય છે.મંડળ ના સભ્યો ના વડા જે મહંત તરીકે ઓળખાય છે. તેમની આગેવાની નીચે મંડળ કાર્ય કરતુ હોય છે જે પરિવાર માં દુઃખદ પ્રસંગ માં ભંડારા પ્રસંગે ભંડારા વિધિ ની સંપૂર્ણ કાર્ય કરી પ્રસંગ ને ઉજળો બનાવે છે જેમાં મુખ્યત્વે કોટવાલ નું કામકાજ સરાહનીય હોય છે મંડળ ના સભ્યો ને ચોવટીયા તરીકે ઓળખાય છે.મંડળ માં મુખ્યત્વે 5 સભ્યો હોય છે ,મંડળો ની અંદર જેતે વિસ્તાર ના પરિવાર નો સ્વૈચ્છીક   સમાવેશ કરવામાં આવેછે અને જેમાં અનેક પરિવારોસ્વૈચ્છીક રીતે  જોડાય છે જયારે પરિવાર ઉપર દુઃખદ પ્રસંગ આવે છે ત્યારે સમાધિ થી વિધિ લઈને ભંડારા પ્રસંગ નો તમામ વિધિવિધાન કાર્ય મંડળો કરે છે જેમાં  મંડળો માં જોડાયેલ પરિવાર ને ભંડારા કંકોત્રી લખવી ભોજન વ્યવસ્થા કેવી રીતે, કરવી સંતવાણી નું આયોજન કરવું દિવંગત આત્માને કલ્યાણ અર્થે  ધર્મસભા નું આયોજન કરવું જો પરિવાર ઈચ્છે તો લ્હાણી ની વ્યવસ્થા કરાવવી ..દિવંગત આત્મા ના કલ્યાણ અર્થે યોજાયેલ ભંડારા માં મંડળો માં જોડાયેલ દરેક પરિવારોએ હાજરી આપવી જરૂરી હોય છે મંડળો નો ઉદ્દેશય પરિવાર ઉપર આવેલ દુઃખમાં મુખ્યત્વે સાંત્વના આપવાનો હોય છે.એવુ જ એક મંડળ જે કાલાવડ મંડળ તરીકે ઓળખાય છે .. જેની રચના 1952 માં આંકોલવાડી નિવાસી  સાધુશ્રી નથુરામબાપુ એ કરેલ જેમાં સમય જતા અનેક પરિવારોની ઝુંપડીઓ નો સ્વૈચ્છીક  સમાવેશ થતો ગયો જેમાં જેતે સમય ના સભ્યો તરીકે મુખ્યત્વે સાધુ શ્રી શાન્તીરામજી હરિરામજી દુધરેજીયા (રાવણી)તા:વિસાવદર .જિલ્લો :જૂનાગઢ ,સાધુશ્રી બાળકદાસજી મેઘીદાસજી કાપડી.(ઢેબર )તા :વિસાવદર :જિલ્લો:જૂનાગઢ .સાધુશ્રી નારણદાસજી જીવણદાસજી દાણીધારીયા (કાલાવડ) તા:વિસાવદર,જિલ્લો :જૂનાગઢ ,સાધુશ્રી ખીમદાસજી દુધરેજીયા કોટવાલ શ્રી.(ખડિયા )તા:જૂનાગઢ .જિલ્લો :જૂનાગઢ ઉપરોક્ત 5 સભ્યો એ મળી 1952 થી કાલાવડ મંડળ ની રચના કરી હતી જેઓ એ સમાજ ની   એક ઉત્તમ સેવા કરી સંસ્કૃતિ સામાજિક સમરસતા  એકતા ના સેતુ ને જોડવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું .જેમાં સમયાંતરે સભ્યો ના  મૃત્યુપર્યંત નવા સહાયકો જોડાયી ને પ્રણાલી ને જીવંત રાખી હતી જેમાં મુખ્યત્વે ..  સાધુશ્રી ગંગારામજી ભક્તિરામજી હરીયાણી મહંતશ્રી  (સરંભડા )તા:અમરેલી,જિલ્લો :અમરેલી,સાધુશ્રી ભક્તીરામજી ગરીબદાસજી હરીયાણી (કાલાવડ )તા:વિસાવદર .જિલ્લો :જૂનાગઢ .સાધુશ્રી કેશવદાસજી અમરદાસજી ગોંડલીયા (કુબડા)તા:ધારી :જિલ્લો:અમરેલી .સાધુશ્રી હરિદાસજી વનમાળીદાસજી હરીયાણી (કાલસારી )તા:વિસાવદર .જિલ્લો:જૂનાગઢ .સાધુશ્રી નનકુબાપુ મેઘીદાસજી કાપડી (ઢેબર )તા:વિસાવદર .જિલ્લો:જૂનાગઢ ..સાધુ શ્રી ભીખારામજી ગોવિંદરામજી દાણીધારીયા .વિસાવદર :જિલ્લો:જૂનાગઢ ,,સાધુશ્રી વલ્લભદાસજી દયારામજી દાણીધારીયા કોટવાલ શ્રી  (બોરડી )તા:વિસાવદર :જિલ્લો:જૂનાગઢ.ઉપરોક્ત સભ્યોએ અવિરત સેવા કરી  સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરુંપાડ્યું હતું.ભંડારા પ્રસંગમાં સમાધિવિધિ થી લઇ સંતવાણી સુધી માં  મંડળ ના સભ્યો માર્ગદર્શન આપી ભંડારા પ્રસંગ ને યાદગાર બનાવે છે જેઓ સંતવાણી માં મુખ્યત્વે શ્રી રામ સ્તુતિ તેમજ હનુમાનચાલીસા થી  મંડળ મહંતશ્રી શરૂઆત કરી સંતવાણી નો પ્રારંભ કરાવતા હોય છે જેમાં મંડળ ના દરેક સભ્યો સંતવાણી માં પુરી નિષ્ઠાએ હાજરી પ્રાતઃકાળ પર્યંત હોય છે ...વર્તમાન માં ભંડારા પ્રસંગ માં સમય ના અનુકૂળતા અને બીજા અનેક સમીકરણો ને હિસાબે લોકો સંતવાણી માં ગેરહાજર રહેતા હોય છે ...સામાજિક સમરસતા અને  સંસ્કૃતિ ને જોડવામાટે મંડળોએ જે અથાગ પ્રયાસો કરેલ તેવું વર્તમાન સમય માં દરસાતું નથી જે ખરેખર દુઃખદ બાબત કહેવાય.જેતે સમય માં ભંડારા પ્રસંગો માં દીકરા કે દીકરીઓ સંબંધોનું  જોડાણ પણ મંડળો ના માધ્યમ થકી થતા હતા જે એક સુંદર બાબત કહેવાય ...કાલાવડ મંડળ વર્તમાન માં પણ ઉત્તમ સેવા કાર્ય ચાલુજ છે જેમાં વર્તમાન મહંત શ્રી દિલીપદાસજી ગંગારામજી હરીયાણી(સરંભડા ) તેમજ .અશ્વિદાસજી ભક્તીરામજી હરીયાણી( વિસાવદર )જિલ્લો:જૂનાગઢ ,ધીરજલાલજી ભીખારામજી દાણીધારીયા (વિસાવદર )જિલ્લો:જૂનાગઢ રમણિકદાસજી કેશવદાસજી ગોંડલીયા(કુબડા )તા:ધારી .જિલ્લો:અમરેલી .હરિદાસજી વનમાળીદાસજી હરીયાણી ,(કાલસારી )તા:વિસાવદર.જિલ્લો:જૂનાગઢ..તેમજ કોટવાલ શ્રી ભીખારામજી  વલ્લભદાસજી દાણીધારીયા (બોરડી )તા:ધારી .જિલ્લો:અમરેલી ...કાલાવડ માં નિષ્ઠાપૂર્વક ઉત્તમ સેવા આપી રહ્યા છે ...કાલાવડ મંડળ માં વર્તમાન માં 129 ઝૂંપડી નો સમાવેશ છે ...


શૈલેશ.બી.કાપડી.રાજકોટ

No comments