પ્રમુખ ની વ્યાખ્યા કેવી હોવી જોઈએ?
પ્રમુખ એટલે લોકો નાં દ્વારા સરવાનુમતે પસંદગી પામેલા પ્રતિષ્ઠિત વ્યક્તિ જે નિષ્ઠાવાન.પ્રમાણિક.સમર્પણ.સેવા ની ભાવના,જેવા પર્યાય શબ્દો નું જેમના માં અનુસરણ હોય એજ પ્રમુખ કહેવાય.પ્રમુખ એટલે અડધી રાત નો અવાજ તેમજ ગુણવાન.સામાજિક સમરસતા નાં અખૂટ વિચારો. સભર.હોય સાંસ્કૃતિક વિચારો ને વરેલ હોય સમાજ ની સંસ્કૃતિ બચાવી રાખવાના દરેક માધ્યમો વારે વારે ઉપયોગ કરતા હોય રજોગુણ તમોગુણ ને પણ ન્યાય આપતા હોય.પ્રમુખ થી કોઈ વ્યક્તિ ડરતી ના હોવી જોઈએ પ્રમુખ ની અંદર પોતાનાપણું દૃશ્યમાન થતું હોવું જોઈએ.સામાજિક પ્રશ્નો ઉકેલવા માટે નાં દરેક પાસા નું જ્ઞાન હોવું જોઈએ,નિહિવત અપેક્ષા રહિત જીવનધોરણ ને અપનાવી સામાજિક સેવા માં તત્પર પ્રમુખ પદે હંમેશા શોભે છે.અને લોકપ્રિય પણ એવાજ લોકો હોય છે.
આજ દરેક સમાજ માં કોઈ નાં કોઈ પ્રમુખ હોય છે.પણ દરેક સમાજ માં કોઈ ને પ્રમુખ કોણ છે એજતો ખબર નથી હોતી.વિચારાધીન સવાલ એજ છે.જો ખરેખર સમાજ નેજ ખબર ન હોય તો એ પ્રમુખ કેવી રીતે હોય સકે.?પ્રમુખ ની બંધારણીય પ્રક્રિયા હોય છે.જેને અનુસરી ને જો હોય તોજ પ્રમુખ કહેવાય.બાકી 5 સભ્યો મળી ટ્રસ્ટ બનાવી પ્રમુખનીમી દે એ એકદમ જુઠાણું છે. સામાજિક પ્રમુખ બનાવો એટલે સમાજ માટે એક જૂથ બનાવી એ જૂથ માં સમાજ ની પ્રત્યેક વ્યક્તિ નો સમાવેશ હોય છે સમાજ સેવા માટે જૂથ બનાવી સામાજિક કાર્યો પ્રમુખ ની આગેવાનો નીચે કાર્યો કરે છે.એમાં પણ વિભાગો હોય સમાજ ની અંદર સમાજ હોય ત્યાં પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એ વ્યક્તિ ની અંદર માં પણ સમાજ હોય આવી વ્યક્તિ ઓ ને એકઠી કરી એક જૂથ ની રચના કરી એક નવું બંધારણ કરવું જરૂરી હોય છે પ્રક્રિયા બહુ અનુબંધિત છે..પણ ઉપર મુજબ પ્રક્રિયા થયી જે નિર્માણ થાય એ પ્રમુખ સર્વમાન્ય ગણાય. એજ સાચી વ્યક્તિ થયી ને ઉભરે છે.
5 વ્યક્તિ મળી પ્રમુખ બનાવે તો ફક્ત સરકારી ચોપડે પ્રમુખ કહેવાય બાકી સમાજ સ્વીકાર સર્વમાન્ય ગણાય એવું કહી શકાય
આપડા સમાજ માં કેટલા પ્રમુખ છે. એ કોઈ ને ખબર છે?
જો હોય તો કેટલા સામાજિક પ્રશ્નો નો ઉકેલ આવ્યો? રાજકીય બાબતે કોઈ પ્રશ્ન પ્રમુખે ઉઠાવ્યા?
એવું કહેતા કોઈએ સાંભળ્યું કે આજ મને પ્રમુખશ્રી નો સંદેશ આવ્યો કે આપને કોઈ પ્રશ્ન સતાવે છે કે નહી?
આજ આપડા સમાજ માં એક સળગતો પ્રશ્ન છે.લિવિંગ સર્ટિફિકેટ માં જાતિ બાબતે.આપડા પૂર્વજો જે સર્ટિફિકેટ માં ભૂલો કરી એની વર્તમાન પેઢી ને ખુબજ અસર કરે છે .ક્યારેય કોઈ પ્રમુખ સાહેબે ક્યાંય જાહેરક્ષેત્રની અંદર ચર્ચા કરતાં સાંભળ્યા? અનેક ગામડા માં સમાધિ પ્રશ્નો છે..છાત્રઆવાસો નાં પ્રશ્નો છે.સમાજ બસ મૂક પ્રેક્ષક બની નિહાળી રહ્યા છે.તકલીફ ને તકલીફ નથી સમજી રહ્યો સમાજ. સામાજિક વ્યક્તિ ને કોઈ ને નજર સમક્ષ નથી થવું.જો કોઈ ને કોઈ ફરિયાદ જ નાં હોય તો એ રામરાજ્ય કહેવાય.પણ ફરિયાદ હોવા છતાં પણ ઉવાચ નાં કરે એ સામાજિક નબળાઈ કહેવાય એવું કહેવા માં કંઈ ખોટું નથી. માફ કરજો જો મારા થી કંઈ વિશેષ કહેવાયું હોય તો
(સાધુવંદના)શૈલેષ કાપડી રાજકોટ
No comments