DMCA compliant image આ તો વાત થયી - sadhuvandna

Header Ads

Breaking News

આ તો વાત થયી


 હમણાં એક કાર્યક્રમ કર્યો! ઇન્ટરવ્યૂ તૈયાર! મારે થોડું ઘણું કોમ્પેરિંગ કરીને મૂકવું હતું! આની પહેલા મે રાવણહથ્થા વિશે સાંભળ્યું હતું. પણ જોયું કે સાંભળ્યું નહતું! કાર્યક્રમની શરૂઆતમાં મને લાગ્યું કે ચાલો એડીટિંગ ઓછું રેશે! વચ્ચે ઇન્સ્ટ્રુમેન્ટ છે, નિરાંતે સાંભળીને કાર્યક્રમ બનાવીશ! શરૂઆતમાં અમે કોઈપણ વ્યક્તિની શ્રોતા સાથે ઓળખાણ કરાવીએ! ભાઈનું નામ હતું 'કિશન સોલંકી'! અભ્યાસ વચ્ચેથી મૂકી દેવો પડેલો જવાબદારીના બોજથી નમેલો ઇન્સાન ક્યારે પોતાના સપના સેક્રિફાયસ કરી નાખે ખબર જ ન પડે! બહુ જ નિખાલસાથી કહ્યું "ભણવામાં તો હોશિયાર હતો! પણ કામે ચડવું જરુરી હતું" 


હું પોતે એમ માનું કે થોડાક સપોર્ટ સાથે નોકરી કરતા કરતા પણ ભણી શકાય, અમે બધા ખુદ નોકરી કરતા કરતા ભણ્યા છીએ! પણ અમુક હદે એમની વાત સાચી લાગી , પેઠીથી તેઓ રાવણહથ્થો વગાડે! વારસામાં રાવણહથ્થો મળ્યો એમ જ સમજો! હાલ આ ભાઈ કારખાનામાં કામ કરે છે ને શોખ (કોઈ ઉપાય ન હોવાથી) ખાતર રાવણહથ્થો વગાડે, કોઈએ કલા મહોત્સવમાં મોકલ્યા જીત્યા ને એમને થોડીક લાઈમ લાઈટ મળી..


અત્યાર સુધી મે ક્યારેય રાવણહથ્થો સાંભળેલો નહિ! પહેલી જ વાર સાંભળ્યો.. ને શું વાત કરું દોસ્ત!! કાન ને ખુબ જ ગમ્યો આ અવાજ.... મધુર વાદ્ય! સાથે રૂમઝૂમ થતી ઝાંઝરી! ખોટું નહિ કહું રીપિટ મોડમાં આ ટ્યુન સાંભળ્યા કરી! કેટલું મધુર વાદ્ય ને હું આજ સુધી આનાથી અજાણ હતી!!


હવે મૂળ વાત એમ કે આવા વાદ્ય અને કલાકારો બેય લુપ્ત થવાની અણી પર છે! શું આ આપણી નૈતિક ફરજ નહિ કે આ રેર આર્ટ સાચવીએ! અટલીસ્ટ આપણે ત્યાં થતાં ભજન, લોક ડાયરામાં સ્થાન આપીએ , સરકાર પ્રયત્નો કરે છે નો ડાઉટ, પણ આવા કલાકારો કાળી મજૂરી કરતા હોય! ને આપણી ધરોહર મૂકી દેતા હોય એ ખટકે! 


એક ભોળો માણસ! જેને બોલતા બહુ ફાવતું નથી! રાવણહથ્થો ફાવે, ગમે, એટલે વગાડે છે! પોતાનામાં મગ્ન થઈને રાસડો ગાય છે, મધુરતા ફેલાવે છે! 


આવા લોકો માટે આપણે આમ તો ખાસ કંઈ કરી નથી શકવાના પણ એક સ્ટેજ આપવું કંઈ ખોટું નથી શું આ લોકો આપણું અપ્રિશિયેશન ડીઝરવ નથી કરતા! વિચારી જોજો! ને આવું કોઈ મળે તો કહેજો ભઈલા મોજ આવી ગઈ એના બદલામાં જે સ્મિત મળશે એ કરોડો રૂપિયાથી ખરીદી શકાતું નથી!

મનીષા ગોંડલિયા .રાજકોટ 

No comments