DMCA compliant image પ્રસ્તાવના - sadhuvandna

Header Ads

Breaking News

પ્રસ્તાવના

 

5|:TFJGF

 

 

સાધુવંદના  સમાજના દરેક પરિવારોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. સૌરાષ્ટ્ર માં  વસતા આપણા જ્ઞાતિજનો એક-બીજાના સહકારથી, એકબીજાને ઉપયોગી થઇ શકે તે માટે પ્રયત્નશીલ છીએ . સાધુવંદના મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે, કન્યાકેળવણી, રોજગારીક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ સાધવામાં એકબીજા થી  આત્મીયતાથી જોડાઇ અને સુખ દુઃખમાં તથા સારા મીઠા પ્રસંગોએ સહભાગી બની ઉન્નતિના માર્ગે પ્રગતિશીલ અને સહુનું સ્મિત જળવાય એવા સમાજની રચના થાય એ માટે સદા પ્રયત્નશીલ છીએ .સમયના વહેણ અવિરતપણે વહેતા રહે છે. આજે સમાજમાં સંપ, સહકાર અને એકતાના સહયોગથી સાધુવંદના આપણા સમાજની  પુસ્તિકા 2023 બહાર પાડતા અમો ધન્યતા અનુભવીએ છીએ. આપણા દરેકના સાથ સહકાર અને સંગઠનની ભાવનાથી સાધુવંદના (ઈ બુક) પુસ્તિકા તૈયાર થયેલ છે.  આશા છે કે આ પુસ્તિકા તથા તેની દરેક માહિતી સમાજના દરેક ભાઇ-બહેનોને ઉપયોગી થશે. દરેક સભ્યોની મહેનત અને જ્ઞાતિજનોનું માર્ગદર્શન અમને મળેલ છે તેથી જ અમે સફળ થવા તરફ દોડી ગયા. તેમ છતાં આ વિશ્વમાં કોઇ સફળતાથી સંતુષ્ઠ થયા વિના આપણે પક્ષીની જેમ ઉડાન ચાલુ રાખવાની છે. બસ જરૂર છે... માત્ર પંખરૂપી તમારા સાથની અને હવારૂપી તમારી હુંફની.

પ્રસ્તુત પુસ્તિકાના વૈષ્ણવ સાધુ (માર્ગી/બા.વૈ.) સમાજ-નો  પુર્ણ સહયોગ રહયો છે.

ઉપરાંત દરેક સભ્યો નો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગીઓનો આ તકે હાર્દિક આભાર માનીએ   છીએ.

શૈલેષ.બી .કાપડી (સંપાદક.સાધુવંદના)રાજકોટ


No comments